Shariranu Halan Chalan Swadhyay 8 | શરીરનુ હલનચલન સ્વાધ્યાય
ધોરણ ૬ વિજ્ઞાન એકમ ૮ શરીરનુ હલનચલન: અહિ તમે Dhoran 6 ના વિજ્ઞાન વિષયના એકમ ૮ "શરીરનુ હલનચલન" સ્વાધ્યાય પ્રશ્નોના જવાબ સાથે વાચી શકો છો. Sharirnu Halan Chalan Swadhyay Pothi મુજબ સ્વાધ્યાય વાચી શકો છો.
Class 6 Science Chapter 8: શરીરનુ હલનચલન
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. અસ્થિઓના સાંધા શરીરને …………માં મદદ કરે છે.
ઉત્તરઃ હલનચલન
પ્રશ્ન 2. અસ્થિઓ અને કાસ્થિ સંયુક્ત રીતે શરીરનું …………બનાવે છે.
ઉત્તરઃ કંકાલ
પ્રશ્ન 3. કોણીનાં હાડકાં …………સાંધા વડે જોડાયેલ હોય છે.
ઉત્તરઃ મિજાગરા
પ્રશ્ન 4. ગતિ કરતી વખતે …………ના સંકોચનથી હાડકાં ખેંચાય છે.
ઉત્તરઃ સ્નાયુ
2. નીચેના વિધાનોની આગળ સાચાં [T] અને ખોટાં [F] લખો:
પ્રશ્ન 1. બધાં પ્રાણીઓની ગતિ અને ચાલ એકસમાન હોય છે.
ઉત્તરઃ F ખોટું
પ્રશ્ન 2. કાસ્થિ એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે.
ઉત્તરઃ ખોટું
પ્રશ્ન 3. આંગળીઓનાં હાડકાંમાં સાંધા હોતા નથી.
ઉત્તરઃ ખોટું
પ્રશ્ન 4. અગ્ર બાહુમાં બે અસ્થિ હોય છે.
ઉત્તરઃ સાચું
પ્રશ્ન 5. વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે.
ઉત્તરઃ સાચું
પ્રશ્ન 3. કૉલમ 'I' માં આપેલ શબ્દોને કૉલમ ‘II’ માં આપેલા એક અથવા વધારે વિધાન સાથે જોડો
4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1. ખલ-દસ્તા સાંધો એટલે શું?
ઉત્તરઃ જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલ હોય છે, જેનાથી સાંધા આગળ બધી જ દિશાઓમાં હલનચલન થઈ શકે તે સાંધાને ખલ-દસ્તા સાંધો કહે છે. ખભા આગળના બે હાડકાંના જોડાણમાં ખલ-દસ્તા સાંધો છે.
પ્રશ્ન 2. ખોપરીનું કયું અસ્થિ ગતિ (હલનચલન) કરે છે?
ઉત્તરઃ ખોપરીનું નીચલા જડબાનું અસ્થિ ગતિ (હલનચલન) કરે છે.
પ્રશ્ન 3. આપણી કોણી પાછળની તરફ કેમ વળી શકતી નથી?
ઉત્તરઃ આપણી કોણી પાછળની તરફ વળી શકતી નથી. કારણ કે, કોણીનું હાડકું મિજાગરા સાંધાથી જોડાયેલું છે, જે ફક્ત આગળની દિશામાં જ વળી શકે છે.
0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો
Please Do Not Add Any Spam Link