વ્હાલી દિકરી યોજના ૨૦૨૩ | Vahli  Dikri Yojana Form 2023

વ્હાલી દિકરી યોજના વિશે vahli dikri yojana documents gujarati, vahli dikri yojana form online apply, vahli dikri yojana form gujarat, vahli dikri yojana in gujarati, vahali dikri yojana official website, vahli dikri yojana form kaise bhare, vahli dikri yojana age limit, digital gujarat vahli dikri yojana વગેરે જેવા પ્રશ્નોનુ સમજ સાથે માહિતી મેળવીશુ.

Vahli  Dikri Yojana Form

વહાલી દીકરી યોજના ગુજરાત ૨૦૨૩ (vahli dikri yojana in gujarati)

વ્હાલી દીકરી યોજના ફોર્મ pdf, વહાલી દીકરી યોજના ઓનલાઇન ફોર્મ, વહાલી દીકરી યોજના પરિપત્ર, વહાલી દીકરી યોજના ઠરાવ, વહાલી દીકરી યોજના 2023 ફોર્મ, લાડકી દીકરી યોજના, વ્હાલી દીકરી યોજના સોગંદનામું આ તમામ માહિતિ તમને ગુજરાતી ભાષામા અહિ મળી રહેશે.
 

વહાલી દીકરી યોજનાનો ઉદ્દેશ:

  • દીકરીઓના જન્મનુ પ્રમાણ વધારવુ
  • દીકરીઓનો શિક્ષણમા ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો
  • દીકરીઓ/સ્ત્રીઓનુ સમાજમા સર્વાંગી સશક્તિકરણ કરવુ
  • બાળલગ્ન અટકાવવા

Vali Dikari Online Application Form PDF

વ્હાલી દીકરી યોજના ફોર્મ pdf (vahli dikri yojana form gujarat)

દીકરી, વ્હાલી, યોજના, ફોર્મ, ૨૦૨૦

 
vali, dikri, sarkari, yojana, araji, form

વાલી દિકરી યોજના ૨૦૨૩ - Digital Gujarat Vahli Dikri Yojana

વ્હાલી દીકરી યોજના સોગંદનામુ:

vahali-dikari-application-form-2020

Download PDF Form of Vahli Dikri Yojana 

 
વહાલી દીકરી યોજના પરિપત્ર, વહાલી દીકરી યોજના ઠરાવ 
 
 

વહાલી દિકરી યોજનાનો લાભ લેવા માટે vahli dikri yojana age limit અરજી કરવાની સમય મર્યાદા:

તા. ૦૨-૦૮-૨૦૧૯ પછી જન્મેલી દીકરીઓના પરિવારના સભ્યો દ્વારા દીકરીના જન્મના એક વરસની સમય મર્યાદામા જરૂરી આધાર પુરાવા સાથે નિયત નમુના મુજબ અરજી કરવાની રહેશે.

 

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટેની શરતો:


૧. આ યોજના તા.૦૨/૦૮/૨૦૧૯થી અમલમાં મુકવામાં આવે છે. આથી તા.૦૨/૦૮/૨૦૧૯ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

૨. દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીના તમામ દીકરીને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

૩. અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

૪.બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

૫. આ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિની (પતિ-પત્નીની સંયુકત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી બંન્ને વિસ્તારો માટે એક સમાન ૨૨,૦૦,૦૦૦/-(રૂ. બે લાખ પુરા) કે તેથી ઓછી હોવી જોઇએ.

આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના ૩૧ માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે.

૬. એકલ માતા/પિતા (સિંગલ પેરેન્ટ જેવા કે વિધવા/વિધુર/ત્યક્તા/છૂટાછેડા થયેલ) ના કિસ્સામાં એકલ માતા/ પિતાની આવક ઉક્ત મર્યાદા મુજબ ધ્યાને લેવાની રહેશે.

૭. છુટાછેડાના કેસમાં માતા કે પિતા પૈકી જેની પાસે દીકરીની કસ્ટડી હોય તેની આવક મર્યાદા ધ્યાને લેવાની રહેશે. છૂટાછેડા/ત્યક્તા/વિધુર/વિધવા થયા બાદ પુનઃલગ્ન કરેલ હોય અને અગાઉના લગ્નથી થયેલ દીકરીની કસ્ટડી હોય તો તે દંપતિની સંયુક્ત આવક મર્યાદા ગ્રાહ્ય રાખવાની રહેશે.

૮. કોઇ કારણોસર માતા–પિતા હયાત ન હોય તેવી અનાથ દીકરીના કિસ્સામાં તેના કુટુંબના હયાત અન્ય સભ્યો નીચેના અગ્રતાક્રમ મુજબ વાલી(ગાર્ડીયન) તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકશે.
  • લાભાર્થી દીકરીના દાદા કે દાદી.
  • લાભાર્થી દીકરીના અવસાન પામેલ પિતાના પરણિત/અપરણિત ભાઈ/ભાઇઓ અને તેમની પત્ની પૈકી કોઇ એક. 
  • લાભાર્થી દીકરીના અવસાન પામેલ પિતાની પરણિત/અપરણિત બહેન/બહેનો પૈકી કોઇ એક ઉક્ત કુટુંબના સભ્યો પૈકી કોઇ હયાત ન હોવાના અસાધારણ કિસ્સાઓમાં સૌથી નજીકના કુટુંબના સભ્યએ ખાસ કિસ્સા તરીકે અરજી કરવાની રહેશે.

૯. સરકારમાન્ય અનાથાલય કે અન્ય સમાજસેવી સ્વૈચ્છિક સંસ્થાઓની આશ્રિત ત્યક્તા દીકરી/ અનાથ દીકરીના કિસ્સામાં જે તે સંસ્થા લાભાર્થી દીકરી વતી અરજી કરી શકશે

૧૦.  ઉક્ત નિયમ ૮ અને ૯ હેઠળની અરજીઓમાં લાભાર્થી દીકરીનું રાષ્ટ્રીયકૃત બેન્કમાં બચત ખાતુ(સગીર) હોવું જોઇશે અને તે જ ખાતામાં સહાયની રકમ જમા કરવાની રહેશે.

૧૧. અનાથ દીકરીના કિસ્સામાં સંબંધિત વાલી(ગાર્ડીયન)ના આવકના પ્રમાણપત્રને ધ્યાને લેવાનુ રહેશે. દત્તક લીધેલ દીકરીના કિસ્સામાં દત્તક લીધેલ દંપતિની આવક મર્યાદા ગ્રાહ્ય રાખવાની રહેશે.
 

વહાલી દિકરી યોજનાની આવક મર્યાદા:

  • “વ્હાલી દીકરી યોજના” અંતર્ગત લાભ મેળવવા માંગતા દમ્પતીની (પતિ-પત્નિનિ સયુક્ત) વાર્ષિક આવક રૂ. ૨,૦૦,૦૦૦/- કે તેથી ઓછી હોવી જોઇએ.
  • આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના ૩૧ મી માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમા/ધ્યાનમા લેવાની રહેશે.
 

વ્હાલી દીકરી સરકારી યોજનાના લાભ:

  • પ્રથમ હપ્તો: દીકરીઓને જ્યારે ધોરણ ૧ મા પ્રવેશ લેશે ત્યારે રૂ.૪૦૦૦/- પેલો હપ્તો મળશે.
  • બીજો હપ્તો: દીકરીઓને જ્યારે ધોરણ ૯ મા પ્રવેશ લેશે ત્યારે રૂ.૬૦૦૦/- બીજો હપ્તો મળશે.
  • છેલ્લો હપ્તો: દીકરીઓ જ્યારે ૧૮ વર્ષની ઉમરે ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય તરીકે કુલ રૂ. ૧,૦૦,૦૦૦/- રકમ મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઇએ.
 

અરજી સાથે રજુ કરવાના જરુરી આધાર-પુરાવા 

Vahli Dikri Yojana Documents Gujarati

(૧) લાભાર્થી દીકરીના જન્મનું પ્રમાણપત્ર.
(૨) લાભાર્થી દીકરીનું આધારકાર્ડ.
(૩) લાભાર્થી દીકરીના માતા-પિતાના આધારકાર્ડ.
(૪) લાભાર્થી દીકરીના માતા-પિતાનું લગ્નનોંધણી પ્રમાણપત્ર.
(૫) લાભાર્થી દીકરીના માતા-પિતાની અથવા એકલ માતા/પિતા/વાલી દ્વારા અરજીના કિસ્સામાં કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (ગ્રામ પંચાયત તલાટી અથવા મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી અથવા ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ)
(૬) લાભાર્થી દીકરી અથવા માતા/પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ.
(૭) રેશનકાર્ડ.
(૮) નિયત નમુના મુજબ રવ-ઘોષણા.(અનુસૂચિ-૨)
(૯) અનાથાલય/ સ્વૈચ્છિક સંસ્થા તરફથી અરજીના કિસ્સામાં સંસ્થાની નોંધણી સોસાયટી રજીસ્ટ્રેશન
એક્ટ-૧૮૬૦/ગુજરાત પબ્લીક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ હેઠળ નોંધાયેલ હોવાના આધાર પુરાવાઓ.
 

Vali Dikri Yojana નો લાભ લેવા માટે નીચેની જગ્યાએ અરજી કરવી

  1. ગ્રામ્ય સ્તરે: આંગણવાડી / ગ્રામપંચાયત
  2. તાલુકા સ્તરે: ICDS કચેરી / મામલતદાર કચેરી
  3. જિલ્લા સ્તરે: મહિલા અને બાળ અધિકરીની કચેરી
 
Head Office:

સરનામુ: મહિલા અને બાળ વિકાસની કચેરી (મહિલાવીંગ)

બ્લોક – ૨૦, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
Officially Website : www.wcd.gujarat.gov.in
 

ગુજરાત સરકારની “પાલક માતા-પિતા યોજના”