Download e-Epic From Mobile Phone | Free Download Digital Chutani Card From Mobile

ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ, હાલમા તમારી પાસે તમારૂ ચૂંટણીકાર્ડ તો છે જ પણ આ વધારાની સુવિધા છે. તારીખ ૦૧/૦૨/૨૦૨૧ આ ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ ઓનલાઇન સુવિધા શરૂ કરવામા આવે છે. જેમા તમે તમારુ ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.  

imahe of e-epic download from mobile

ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ (e-EPIC) - વારંવાર પુછવામા આવતા કેટલાક પ્રશ્નો
e-EPIC Frequently Asked Questions
 
૧. ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ (e-EPIC)એટલે શું? What is e-EPIC?
 
જવાબ: ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ એ મતદાર ફોટો ઓળખકાર્ડ નું સુરક્ષિત પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (PDF) સંસ્કરણ છે જે મોબાઇલ પર અથવા કપ્યુટર પર છાપવા (Print) યોગ્ય સ્વરૂપમાં ડાઉનલોડ કરી શકાય છે. 
 
મતદાર આ રીતે કાર્ડ તેના / તેણીના મોબાઇલ પર સંગ્રહ (Store) કરી શકે છે, તેને ડીજી લોકર,
(Digi Licker) પર પીડીએફ સ્વરૂપે અપલોડ કરી શકે છે અથવા તેને છાપી (Print) શકે છે અને પોતે જ લેમિનેટ કરી શકે છે. હાલમાં આપવામાં આવી રહેલ PCV મતદાર ફોટો ઓળખકાર્ડ ઉપરાંતની આ વધારાની સુવિધા છે.
 
૨. હું ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ (e-EPIC) કેવી રીતે ડાઉનલોડ કરી શકું? How I can download my e-EPIC from smart mobile phone?
 
જવાબ:તમે Voter Portal અથવા Voter Helpline મોબાઇલ એપ્લીકેશન અથવા NVSP પરથી ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
 
  • Voter Portal: http://voterportal.eci.gov.in/
  • NVSP: https://nvsp.in/
  • Voter Helpline Mobile App
 
૩. ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ (e-EPIC)માટે કોણ પાત્રતા ધરાવે છે? Who is eligible for e-EPIC?
 
જવાબ: તમામ સામાન્ય મતદારો કે જેમની પાસે માન્ય મતદાર ફોટો ઓળખકાર્ડ નંબર (Valid EPIC Number) છે. 
 
મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા 2021 દરમિયાન નોંધાયેલા તમામ નવા મતદારો (જેમ કે નવેમ્બર-ડિસેમ્બર 2020 દરમિયાન અરજી કરનારા) કે જેમનો અરજી કરતી વખતે આપેલ મોબાઇલ નંબર યુનિક હોય (એટલે કે મોબાઇલ નંબર ફકત એકજ મતદાર સાથે સંબળાયેલ હોય)
 
તેઓને એક એસએમએસ મળશે અને 25 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2021 દરમ્યાન ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરી શકે છે, અન્ય સામાન્ય મતદારો 1 ફેબ્રુઆરી 2021 થી ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરી શકશે. (જો કે તેમને કોઈ એસએમએસ મળશે નહીં)
 
૪. મારુ મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) ખોવાઈ ગયું છે, હું ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ (e-EPIC) કેવી રીતે ડાઉનલોડ કરી શકું
 
જવાબ: http://voterportal.eci.gov.in/  અથવા http://electoralsearch.in/ મતદારયાદીમાં તમારું નામ શોધી શકો છો,
 
તમારો મતદાર ફોટો ઓળખકાર્ડ નંબર (EPIC Number) નોંધી લો અને પછી ઈમતદાર ફોટો ઓળખકાર્ડ (e-EPIC)ડાઉનલોડ કરો.
 
૫. મારી પાસે મતદાર ફોટો ઓળખકાર્ડ નંબર (EPIC Number) નથી પરંતુ મારી પાસે ફોર્મ-૬ નો સંદર્ભ નંબર (Reference Number) છે, શું હું ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરી શકું?
 
જવાબ: હા, તમે ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરવા માટે ફોર્મ સંદર્ભ નંબરનો ઉપયોગ કરી શકો
 
૬. મારી પાસે મતદાર ફોટો ઓળખકાર્ડ નંબર (EPIC Number) નથી, હું ઈ-મતદાર ફોટો
ઓળખકાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકું?
 
જવાબઃ તમે http://voterportal.eci.gov.in/ અથવા http://electoralsearch.in/ પરથી
મતદારયાદીમાં તમારું નામ શોધી શકો છો, તમારો મતદાર ફોટો ઓળખકાર્ડ નંબર નોંધી લો અને પછી ઈ- મતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરો.
 
૭. ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડનું ફાઇલ ફોર્મેટ શું છે?
 
જવાબ: તમે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (PDF) માં ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
 
૮. ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ નું ફાઇલ કદ (File Size) કેટલી છે?
 
જવાબ: 250 kb
 
૯. શું હું મતદાન મથક પર ઓળખના પુરાવા તરીકે બતાવવા માટે ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ ની પ્રિન્ટ લઈ શકું છું?
 
જવાબ: હા, મતદાન મથક પર ઓળખના પુરાવા તરીકે બતાવવા માટે તમે ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ લઈ શકો છો.
 
૧૦. ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરવાનાં પગલાં (Steps to download e-EPIC) શું છે? How to download e-EPIC from mobile phone?
 
જવાબ: તમે નીચેના પગલાઓ અનુસરીને ઉપયોગ કરીને http://votenportal.eci.gov.in/ અથવા https://nvsp.in/
 
અથવા મતદાર હેલ્પલાઇન મોબાઇલ એપ્લીકેશન (Voter Helpline Mobile App) થી ઈમતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરી શકો છો:
 
• Voter Portal પર નોંધણી/લોગ-ઈના મેનુ નેવિગેશનથી Download e-EPIC પર ક્લિક કરો
મતદાર ફોટો ઓળખકાર્ડ નંબર (EPIC Number) અથવા ફોર્મ સંદર્ભ નંબર(Form Reference
Number) દાખલ કરો
 
રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલેલા OTP થી ખરાઇ કરો, (જો મોબાઈલ નંબર મતદારયાદી સાથે નોંધાયેલ હોય તો)
 
ડાઉનલોડ "Download e-EPIC" પર ક્લિક કરો
 
જો મોબાઇલ નંબર મતદારયાદીમાં નોંધાયેલ ન હોય તો, KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે "-KYC"
પર ક્લિક કરો Face liveness verification પ્રક્રિયા પૂર્ણ કરો
 
• KYC પૂર્ણ કરવા માટે તમારા મોબાઇલ નંબરને અપડેટ કરો ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરો (Download e-EPIC)
 

 
૧૧. e-KYC શું છે?
 
જવાબ: e-KYC એ રેન્ડમ બોડી મૂવમેન્ટ્સ સાથેની જીવંતતાની ચકાસણી છે, જેમાં રીઅલ-ટાઇમ ઇમેજ કેપ્સરમાં વ્યક્તિનો લાઇવ(જીવંત) ફોટો કચ્ચર કરવામાં આવે છે અને મતદાર ફોટો ઓળખકાર્ડના ડેટામાં રહેલ ફોટા સાથે તેની તુલના કરવામાં આવે છે.
 
૧૨. જો KYC નિષ્ફળ જાય તો શું થાય?
 
જવાબ: ફોટો આઈડી પ્રૂફ સાથે મતદાર નોંધણી અધિકારીની કચેરીની મુલાકાત લો અને તમારો મોબાઇલ નંબર અપડેટ કરો.
 
૧૩. e-KYC માટે શું જરૂરી છે?
 
જવાબ: કેમેરા સાથેનો મોબાઇલ ફોનટેબ અથવા વેબકેમ સાથે લેપટોપ/ડેસ્કટોપની જરૂર છે.
 
૧૪.મારો મોબાઇલ નંબર મતદારયાદીમાં નોંધાયેલ નથી, શું હું ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરી શકું છું?
 
જવાબ: હા, મોબાઇલ નંબર અપડેટ કરવા માટે તમે e-KYC કરી શકો છો.
 
૧૫. હું મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રહ્યો નથી જે મતદાર યાદીમાં નોંધાયેલ છે, શું હું મારો મોબાઇલ નંબર અપડેટ કરી શકું?
 
જવાબ: હા, તમે e-KYC પ્રક્રિયા પૂર્ણ કરીને તમારો નવો મોબાઇલ નંબર અપડેટ કરી શકો છો.
 
૧૬. શું હું મારા સ્માર્ટ ફોન પર ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરી શકું છું?
 
જવાબ: હા, તમે Voter Helpline મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કરીને ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરી શકો છો
 
૧૭. મતદારયાદીમાં મારા પરિવારના સભ્યો સમાન મોબાઇલ નંબર સાથે જોડાયેલ છે, હું ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકું?
 
જવાબ: દરેક સભ્ય સિંગલ મોબાઇલ નંબર સાથે e-KYC કરી શકે છે અને e-KYC પછી તમે ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
 

:: ઓનલાઇન મતદાર યાદીમાં તમારૂ નામ શોધવા માટે::  

 
મિત્રો આ આર્ટિકલ વાચ્યા પછી તમને તમામ પ્રશ્નોના જવાબ મળી ગયા છે. તમારા સોશિયમ મિડીયામાં આ પોષ્ટ્ને શેર કરો, જેથી બીજા મિત્રો પણ સારી અને સાચી માહિતી મેળવી શકે.

દરરોજ અપડેટ મેળવવા માટે તેમજ ગુજરાતી પરિવાર સાથે જોડવવા માટે “My Gujarat Words” ફેસબુક પેજને લાઇક કરો અને ફોલોવ કરો તેમજ બીજા ૧૦૦ ગુજરાતી પરિવાર સભ્યોને જોડો.... જય જય ગરવી ગુજરાત