આ વર્ષે હોળીના દિવસે 499 વર્ષ પછી બની રહ્યા છે બે મહા યોગ.

આપણાં જીવનમાં તેનું શું મહત્વ બની રહેશે? હોલષ્ટક શા માટે પાળવામાં આવે છે? હોળીના તહેવારનું ધાર્મિક મહત્વ શું છે? વાતાવરણ અને શરીરમાં શું ફેરફાર જોવા મળે છે? આ તમામ પ્રશ્નોની વિગતવાર સારી અને સાચી માહિતી મેળવીશું.

holi-holashtak-celebrate-Religious-scientific-significance

હોળી અને હોલાષ્ટક શા માટે ઉજવાય છે?

દર વર્ષે આપણા ગુજરાત રાજ્યમા દર વર્ષે ફાગણ મહિનાની પૂનમે હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ દિવસે રાતે હોળી પ્રગટાવવામા આવે છે. પછીના દિવસે ધુળેટીનો તહેવાર ઊજવવામાં આવે છે.

આ વર્ષે ૨૯ માર્ચ ૨૦૨૧ ના દિવસે ૪૯૯ વર્ષ પછી ગ્રહોનો અદભુત સુમેળ બની રહ્યો છે. જેનુ આપણા જીવનમા શું મહત્વ રહેશે? હોળીનો તહેવાર શા માટે ઊજવાય છે? શુભ સંયોગ, તિથિ, લાભદાયક મુહૂર્ત વગેરે વિશે માહિતી મેળવીશું. 

:: આવકનો દાખલો, અરજી ફોર્મ, ડોક્યુમેન્ટ ::

હોળીના દિવસે ક્યો શુભ સંયોગ બનશે?

આપણા જ્યોતિષોના કહ્યા મુજબ ગુરુ અને શનિ પોતાની જ ધન અને મકર રાશિમા જ રહેશે. આ મહા સંયોગ ૧૫૨૧ ની સાલમા બન્યો હતો ત્યાર બાદ ૪૯૯ વર્ષ પછી ફરી એકવાર આ શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે.

આ ઉપરાંત અમૃતસિદ્ધિયોગ અને સર્વાર્થસિદ્ધિયોગ, બે મહાયોગ પણ બની રહ્યા છે. જેને આપણા શાસ્ત્રો પણ શુભ માની રહ્યા છે.

હોળીના દિવસે ક્યાં સમયે શુભ મુહૂર્ત છે?

૨૮ માર્ચ રવિવારના રોજ સાંજે ૬:૩૬ વાગ્યાથી શરૂ કરીને ૮:૫૬ વાગ્યા સુધીમા હોળીને પ્રગટાવવાનુ શુભ સમય ગણવામા આવ્યો છે. પૂનમની તિથિનો સમય ૨૮ માર્ચ સવારે ૩:૩૦ થી લઈને ૨૯ માર્ચની રાત્રે ૧૨:૧૫ સુધીનો રહેશે.

હોળાષ્ટક એટેલે શું? તે ક્યારે શરૂ થાય?

આપણા હિંદુ ધર્મમાં હોળીના ૮ દિવસનો પહેલાનો જે સમયગાળો છે, તેમા બધા શુભ કામોને વર્જિત માનવામાં આવે છે તેને હોળાષ્ટક કહેવામા આવે છે. તિથિ ફાગણ સુદ આઠમથી હોળી દહન સુધીનો સમય હોળાષ્ટક (તા. ૨૧ માર્ચથી ૨૮ માર્ચ સુધી) રહે છે.

શાસ્ત્રોમા કોઇપણ શુભ કાર્ય કરવાની સખત મનાઇ છે. પરંતુ જન્મ અને મરણને લગતા કાર્યો કરી શકો છો.     

હોળાષ્ટક શા માટે રાખવામા કે પાળવામા આવે છે?  

ધાર્મિક મહત્વ:

હું અને તમે સૌ વિષ્ણુ ભક્ત પ્રહલાદની કથાથી પરિચીત છીએ. આ કથા અનુસાર પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપે આઠ દિવસ સુધી પોતાના જ પુત્ર ઉપર અત્યાચાર કર્યા હતા. પરંતુ પ્રહલાદની ભક્તિ એટલી અપાર હતી કે દર વખતે તેઓ ગમે તેટલી મોટી મુશ્કેલીમાથી બચી જતા હતા. ત્યારથી આપણા હિંદુ ધર્મમા હોળીના ૮ દિવસ પહેલાં હોળાષ્ટક રાખવામા કે પાળવામા આવે છે.

સાઈન્ટીફિક મહત્વ:

આ દિવસોમાં વાતાવરણ સાથે શરીરમાં પણ ફેરફાર થાય છે. વાતાવરણમાં નુકશાન કારક વાઇરસ અને બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય છે. ઠંડીથી ગરમી તરફ જતું આ વાતાવરણ આપણાં શરીર પર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની ખરાબ અસર થાય છે.

તેમજ શરીરમાં રહેલા હોર્મોન્સ અને એન્ઝાઇમ્સમાં પણ ફેરફાર જોવા મળે છે. સેક્સુઅલ હોર્મોનમાં ફેરફારના કારણે શારીરિક અને માનસિક ફેરફાર અનુભવાય છે. જેની હ્રદય અને લીવર પર ખરાબ અસર થાય છે.

હોળાષ્ટક દરમિયાન શરીરનું સ્વાસ્થ્ય સાચવી રાખવા માટે ગરમ પદાર્થોનું સેવન ઓછું કરવું અને સાઇટ્રિક એસિડવાળા ખોરાક વધારે લેવો જોઈએ.

હોળી શા માટે પ્રગટાવવામાં આવે છે? તેનો મહિમા શું છે?

ભગવાનની ભક્તિ અને શક્તિ શું છે? તેનો મહિમા આ હોળીના તહેવાર સાથે જોડાયેલો છે. હિરણ્યકશ્યપની બહેન હોલિકાને વરદાનમાં એક સાલ – વસ્ત્ર મળેલ હોય છે. જે આગ, પાણી કે કોઈપણ અસ્ત્રથી રક્ષા કરે છે. જેનો લાભ હિરણ્યકશ્યપ લે છે.

પોતાના રાક્ષસી કુળમાં એક દેવના ભક્તનો જન્મ થયો છે અને તે પણ તેનો જ પુત્ર પ્રહલાદ છે. જેને મારવા માટે હિરણ્યકશ્યપ અનેક કાવતરાઓ કે ઉપાયો કરે છે. પરંતુ પ્રદલાદ હરેક સમયે બચી જાય છે.

અંતે તેને મારવા માટે હોલિકા બોલાવે છે અને સાંજના સમયે લાકડાના ઢગલા પર હોલિકા તે વરદાની સાલ ઓઢીને બેસે છે અને પ્રહલાદને તેના ખોળામાં બેસાડે છે. પછી તે લાકડાના ઢગલાને સળગાવવામાં આવે છે. 

:: ડોમીસાઈલ સર્ટિફિકેટ, અરજી, ફોર્મ, ડૉક્યુમેન્ટ :: 

પરંતુ અગ્નિની જ્વાળાઓ સાથે પવનનો વેગ પણ વધ્યો. આ તો હોલિકા દેખાય છે કે ન તો પ્રહલાદ દેખાય છે. તે વરદાની સાલ પ્રહલાદને વીંટળાઇ જાય છે અને હોલિકા મૃત્યુ પામે છે. પ્રહલાદ બચી જાય છે ત્યારથી હોળી પ્રાગટ્ય ઉજવવામાં આવે છે.

જેવી રીતે તે દિવસે હોલિકાના દહનથી નકારાત્મક ઉર્જાનો નાશ થયો તેવી જ રીતે આપણાં જીવનમાથી પણ અહમ, ઈર્ષા, વેર વગેરે જેવા અવગુણો પણ નાશ પામે અને ભગવાનની ભક્તિનો મહિમા પ્રગટે તે માટે હોળીનો ઉત્સવ ઉજવાય છે.

હોળિના દિવસે જ અગ્નિ પ્રકટાવવામાં આવે છે તે આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. છાણાં, પલાશ, લીમડો, પીપળો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે, તેને બાળવાથી જે ધૂમાડો ઉત્પન્ન થાય છે જે  આપણાં શરીરની સાથે-સાથે આસપાસના બેક્ટેરિયા અને નકારાત્મક ઊર્જાને દૂર કરે છે.

હોળીની જ્વાળાઓની દિશા દ્વારા જાણવા મળતું શુભ-અશુભ ફળ

જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે આપણે કંકુ, શ્રીફળ, ધાણી, ચોખા વગેરે પુજા સામગ્રી દ્વારા પૂજન કરીએ છીએ અને પાણી રેડીને ફરેતે પ્રદક્ષિણા કરીયે છીએ.

જે દિવસે ફૂકાતો પવન અને તેની સાથે હોળીની જ્વાલાઓ કઈ દિશા તરફ કે આકાશમાં ગતિ કરે છે કે ફેલાય છે, તેના આધારે આખા વર્ષનું સારા નરસાનું અનુમાન કરવામાં આવે છે.

આવનાર વર્ષમાં વરસાદ, દુકાળ, ગરમી, પૂર, રોગચાળો વગેરે મુશ્કેલીઓનું કેટલું પ્રમાણ રહેશે તે પણ ધારણા કરવામાં આવે છે. પૂરા ભારત વર્ષમાં હોળીનો તહેવાર ઉત્સાહ પૂર્વક ઉજવાય છે. દરેક વિસ્તાર કે રાજ્ય મુજબ તેનું અલગ અલગ મહત્વ રહેલું છે.

બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવાય છે. અનેક રંગોથી લોકો રોળાય છે, નાતજાતના ભેદભાવ ભૂલીને મન ભરીને લોકો રંગોથી રેલાય છે. જે આપણાં માટે ભારતની એકતા અને અખંડિતતાનું એક પ્રમાણ છે.