નમસ્કાર મિત્રો,

“My Gujarat Words” ગુજરાતી સાઇટમા તમારુ સ્વાગત છે.

આજનો ટોપીક કે કામ એવા લોકો માટે છે જે પાર્ટ ટાઇમ કે ફૂલ ટાઇમ કામ કરીને પોનાતો કે પરીવારનો ખર્ચ ઉપાડી શકે છે.

છેલ્લા એકાદ વર્ષમા કોરોનાને કારણે અમે અને તમે ઘણી આર્થિક કટોકટી ભોગવી રહ્યા છીએ. મજુરી, કામધંધા ભાંગી પડ્યા છે. જેવી રીતે લોકો ખરીદી કરવા માટે રૂબરૂ જવાને બદલે Digital, Online Shopping તરફ આગળ વધ્યા છે.

તેવી રીતે કામધંધામા પણ Online કે ડિજીટલ વેપાર બની ગયા છે. વેપારની નવી રીત એવી છે જેમા તમારે દુકાન ભાડે રાખવી કે  લેવી નહી પડે. માણસોની જરૂર નહી પડે. તમે એકલા હાથે બધુ કામકાજ કરી શકો છો

learn-blog-blogging-in-gujarati

Online કમાણી માટેનુ એક સાધન છે, Blog or Blogging. બ્લોગનુ કામ તમે ઘરે બેઠા પણ કરી શકો છો. પાર્ટ ટાઇમ કે ફૂલ ટાઇમ કામ કરીને તમે સારૂ એવુ કમાઈ શકો છો. 

Learn Blog or Blogging in Gujarati

જે કોઈ મીત્રો પોસ્ટને વાચી રહ્યા છે, તેનો અર્થ થયો કે તેઓને Professional Blogging માં interest  છે. તમને હિંદિ અને અંગ્રેજી ભાષામા ઘણા બ્લોગ કે સાઇટ મળી રહેશે કે જેમા બ્લોગ અને બ્લોગ્ગિંગ વીશે માહિતી હોય.

પરંતુ  Blog અને Blogging ની સારી માહિતી ગુજરાતી ભાષામા અમારા બ્લોગમા જ મળશે.

આપણે જયારે પણ કોઈપણ કાર્યને Professionally રીતે કરીએ છીએ ત્યારે તેનો અર્થ થયો કે આપણે આપણા best skill નો ઉપયોગ કરીને સારામાં સારી કામણી કરવા ઇચ્છીએ છીએ.

Article “What Is Blog Or Blogging In Gujarati” માં Professional Blogging વિષે જાણતા પહેલા, તમને બ્લોગ અને બ્લોગિંગ વિષે થોડો idea હોવો જરૂરી છે. Blog એક પ્રકારની Website છે. જ્યાં તમે knowledge or information ને internet ના માધ્યમ દ્વારા લોકો સુધી તમે શેર કરો છો.

દરરોજ લાખો, કરોડો લોકો પોતાની સમસ્યાઓનાં સમાધાન માટે google અથવા તો અલગ અલગ પ્રકારના search engines માં search કરે છે.

ભાઇ એનો અર્થ નથી કે search engines પાસે તમારી સમસ્યાઓનું સમાધાન છે. પરંતુ તેનું કામ છે કે અલગ અલગ blog અને website પરથી માહિતીને ભેગી કરીને તેની link તમને દેખાડે છે.

મિત્રો આપણે કહી શકિયે લોકો પોતાની જાણકારીને બીજા સુધી પહોચાડવા માટે blog or website બનાવે છે. જેમાં બંને readers or bloggers ને ફાયદો થાય છે. કેમ કે બન્ને એકબીજાની મદદ કરે છે.

બ્લોગ શું છે?

What Is Blog In Gujarati? બ્લોગ (Web Log) એક એવી Website છે, જેમાં Blogger દ્વારા માહિતીને publish કરવામાં આવે છે અને દરરોજ update કરવામાં આવે છે. જેમાં બ્લોગને એક informal અથવા conversational style એટલે કે સાદી ભાષામાં વાતચીત કરવાની રીતે લખવામાં આવે છે.

જેનો એક માત્ર ઉદેશ્ય, લોકોને પોતાની તરફ આકર્ષવા, મોટા ધ્યેયને પ્રાપ્ત કરવો, સારી કમાણી કરાવી કે પછી લોકો સુધી સારી-સાચી માહિતી પહોચડવાનો હોઈ શકે છે.

બ્લોગ્ગીંગ શું છે?

What Is Blogging In Gujarati? એક Web Log કે જેને ટુંકમાં Blog કહેવામાં આવે છે. જેમાં એક web page હોય છે, web page અંદર અમારા કે તમારા દ્વારા જે કઈ પણ માહિતી લખવામા આવે તે કામ કે કાર્યને blogging કહેવામાં આવે છે.

મતલબ કે જેને સારી રીતે લખતા આવડે છે તેની પાસે બધી આવડત છે જેના દ્વારા તે પોતાના Blog ને સારી રીતે સાચવી અને ચલાવી શકે છે. 

તેજ વ્યક્તિ web page ના બધા tools નો ઉપયોગ લખવામાં, blog post કરવામાં, linking કરવામાં, blog ના content ને internet માં sher કરવામાં સફળ થઇ શકે છે. 

બ્લોગર એટલે શુ?  

What is Blogger? Blogger વ્યક્તિ છે કે જે Blog નો માલિક છે. જે સમયે સમયે બ્લોગ પોસ્ટ, નવી જાણકારી, કેશ સ્ટડી, કોઈ વિષય પર પોતાનો મત, કોઇ ચોક્કસ સમસ્યાનુ સમાધાન વગેરે બાબતોને લખીને બ્લોગને જીવંત રાખે છે. 

બ્લોગ પોસ્ટ એટલે શુ?  

What is Blog Post? Blogging Post કોઈ આર્ટીકલ અથવા કન્ટેન્ટનો એક ભાગ છે, જે blogger દ્વારા પોતાના blog માં લખવામાં આવે છે. ઉદા. તરીકે તમે આર્ટીકલ અત્યારે વાચો છો, તે એક blog post છે. તે અમારી ટીમ દ્વારા અમારા blog માં લખવામાં આવ્યો છે.

બ્લોગની પરિભાષા:

બ્લોગ એક online dairy છે જે internet પર જોવા મળે છે. વાચવા માટે અને તેનો ઉપયોગ કરવાવાળા માટે.

બ્લોગ્ગીંગની પરિભાષા:

Blogging નો અર્થ કે એવા બધા કર્યો જે Blogger પોતાના Blog માં નિયમિત રીતે કરે છે. જેવા કે: informational blog post કરવી, Blog ની ડીઝાઈન સુધારવી, Page SEO કરવું, Linking કરવું, Sharing કરવું વગેરે.

મિત્રો આટલું વાંચ્યા પછી તમને Blog Or Blogging વિષે ખ્યાલ આવી ગયો હશે. તેના બે પ્રકાર છે.

1.  Personal or Hobby Blogging

2. Professional Blogging

 

પર્સનલ બ્લોગિંગ એટલે શુ?

What is Personal or Hobby Blogging?  વ્યક્તિગત બ્લોગિંગમા આપણી પાસે કેટલીક ઘટનાઓ કે થયેલા અનુભવને આપણે બીજાને શેર કરીએ છીએ. જેમાં કહેલી વાતો આપણા વિષે અથવા અન્ય વ્યક્તિ વિષે હોઈ શકે છે. જેમાંથી આપણે blogging કરીને પૈસા કમાવવાનું નથી હોતું.

પ્રકારનું blogging તો બસ આપણે શોખથી કરીએ છીએ. જેમાં કોઈ ચોક્કસ પ્રકારનો પ્લાન નથી હોતો. જેનો હેતુ બીજાને પ્રેરણા મળે અથવા આપણો સમય પસાર થાય તેવો હોય છે.

પ્રોફેશનલ બ્લોગિંગ એટલે શુ?

What is Professional Blogging? વ્યક્તિ પોતે કે પછી ગ્રુપમા કોઇ ચોક્કસ વિષય પર સાચી માહિતી આપીને પૈસા કમાઇ છે જેને Professional logging કહેવામા આવે છે.

જેમા બ્લોગર પૈસા કમાઈને પોતાનું ઘર ચલાવે છે, પોતાના સપનાઓને પુરા કરે છે. પ્રકાનું બ્લોગ્ગીંગ તેમના માટે એક સારો વ્યવસાય બની જાય છે. professional blogger પૈસા કેવી રીતે કમાતા હશે?

તમે જ્યારે પણ કોઇ બ્લોગ કે વેબસાઈટની મુલાકાત લો છો ત્યારે તેમા જે ads જોવા મળે છે તેમાંથી લોકો પૈસા કમાઈ છે. એવા ઘણા ઉપાયો છે જેનાથી bloggers પોતાના blog માં સારો એવો revenue generate કરીને ખુબ કમાણી કરે છે.

આ ઉપરાંત તમે Social Media જેવા કે Facebook, Telegram, Whatsapp, Instagram, Pinterest વગેરે દ્વારા પણ સારા એવા રૂપિયા કમાઇ શકો છો.  

પ્રોફેસનલ બ્લોગ્ગીંગ કેવી રીતે શરૂ કરવુ?

How Start Professional Blogging? તમે વિચારો જોઈએ એકપણ રૂપિયાનું રોકાણ કાર્ય વગર, કોઈ દુકાન કે માલસામાન વગર, કોઈ ચોક્કસ વિચાર વગર તમે ને હું બન્ને ઘરે બેઠા બેઠા કઈ રીતે લાખોની વાતો કરી શકીએ?

પ્રોફેસનલ બ્લોગર પાસે ચોક્કસ plan અને strategy હોય છે. જેના કારણે તે પોતાના બ્લોગમાંથી સારી કમાણી કરી શકે છે. તમારે blogging કરીને સારા એવા પૈસા કમાવા છે તો તેના માટે એક સારો પ્લાન, ધગસ, મહેનત અને ધીરજ રાખવાની વાત છે.

આપણા પ્રખ્યાત ગુજરાતી કહેવત છે, “ધીરજના ફળ મીઠા હોય છે”. એકદમ સાચી વાત છે.

Blogging એટલું સરળ પણ નથી ને એટલું અઘરું પણ નથી. કે આજે બ્લોગીંગ શરુ ને કાલથી આવક શરુ. તેના માટે મિત્રો મહેનત અને સૌથી વધારે ધીરજની જરૂર છે.

 

Which Things to Need Start Blogging?

2021 મા બ્લોગ કે બ્લોગિંગ લેવી રીતે શરૂ કરશો?

શું તમે બ્લોગ્ગિંગ શરુ કરવા ઈચ્છો છો? જો તમારો જવાબ હા છે, તો તમારે પોસ્ટમાં આગળ વધવું જોઈએ. પોસ્ટ મારા નવા બ્લોગર મિત્રો માટે છે, જે Blogging શરુ કરવા ઈચ્છે છે. જેમાં તમારે કઈ કઈ વસ્તુની વધારે જરૂર પડવાની છે. તેના વિષે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું.

જે મિત્રો પોસ્ટ વાંચે છે, તેઓએ Blogging કરવાનું મન બનાવી લીધું હશે. Blogging માં આગળ વધવા માટે Best of Luck.

Blogging શરુ કરવું સહેલું છે. પણ તેમાં નિયમિત રહેવું ખુબ કપરું છે. આવું એટલા માટે કહું છુ કે અમે પોતે ભૂતકાળમાં ઘણી મુશ્કેલીઓ વેઠી છે. છેલ્લા વર્ષથી Blogger તરીકે કામ કરીયે છીએ. પરંતુ અમે ક્યારેય નિરાશ નથી થયા. અત્યારે ફરીથી સંપૂર્ણ માહિતી અને થયેલા અનુભવના આધારે તમને સારી અમે સાચી માહિતી આપી રહ્યા છીએ.

જો તમે પણ અમારી part time, full time મહેનત કરીને અમારી સાથે Blogging કરવામાં જોડવા ઈચ્છો છો, તો તમારું સ્વાગત છે.  

 

૨૦૨૧ મા પ્રોફેશનલ બ્લોગીંગ શરૂ કરવા માટે શું જરૂરી છે?

. તમને લખવાનું ગમવું જોઈએ.

બ્લોગ્ગિંગ શરુ કરવા માટે સૌથી મહત્વની વસ્તુ છે, તમને લખવાનું ગમવું જોઈએ. જો લખવાનું નહી ગમે તો Blogging માં સફળતા નહી મળે. લખવાનું ગમે છે, તો Blogging ની શરૂઆત કરો.

તમને એવું લાગશે કે લખવું તો સરળ છે. પણ જે લખો છો, તે વસ્તુ તમારે ફરીથી પણ લખવું પડશે. સાથે સાથે તમારે Editing કરવું પડશે, લખવા માટે Content શોધવું પડશે કે મારે શું લખવાનું છે.

એવી રીતે લખો કે લાખો લોકો તમારા સુધી પહોચે, તમારા બ્લોગને Google માં Search કરે અને તમારી સાથે જોડાય. તમારી પોસ્ટને કે Articles ને વધુમાં વધુ શેર કરે.

. તમારી પાસે જરૂરી સાધનો હોવા જોઈએ.

બ્લોગ્ગિંગ શરુ કરવા માટે બીજી મહત્વની વસ્તુ છે, Device.  જેના દ્વારા તમે તમારી પોસ્ટ કે Articles લખી શકો. જેમ કે Mobile, Laptop, Computer.  અને પોષ્ટ્ને publish કરવા માટે સારુ Internet Plan નિ પણ જરૂર પડશે.

અમારા અનુભવના આધારે એક લેપટોપ કે કમ્યુટર સૌથી સારું છે. જો તમારી પાસે Laptop Or Computer નથી તો તમે Smart Phone દ્વારા પણ Blogging કરી શકો છો. પછી સગવટ થતા તમે Laptop Or Computer લઈને કામ કરી શકો છો

. તમારું પોતાનું એક Domain Name હોવું જરૂરી છે.

બ્લોગ્ગિંગ શરુ કરવા માટે ત્રીજી બાબત છે, તમારા Blog નું Domain Name. ડોમિન નેમ તમારા બ્લોગને એક અલગ ઓળખ આપે છે. જેમ કે ingujarati20.com, ingujarati20.in, ingujarati20.net વગેરે.

તે તમારે પૈસા દઈને ખરીદવુ પડે છે. એવું ડોમેન નેમ પસંદ કરો જે તમારા બ્લોગ અને તમે લખેલ પોસ્ટ સાથે બંધ બેસતું આવે. જેનાથી લોકો તમને વાચવાનું પસંદ કરશે અને વધુમાં વધુ લોકો તમારી સાથે જોડાય.

Domain Name શું છે? તેનો શું ઉપયોગ છે? કઈ રીતે કામ કરે છે? Domain Name ક્યાંથી ખરીદવું? વગેરે બાબતો પણ એક અલગ Article મા જાણીશુ?

જો તમે ગુગલ બ્લોગમા બ્લોગ બનાવો અને .blogspot.com ડોમેન નેમ રાખો, જે તમને ફ્રીમા મળે છે. તો પણ તમને google absence માથી એપ્રુઅલ મળે છે.

 

. Blog માટે હોસ્ટીંગ જોઈએ.

બ્લોગ્ગિંગ શરુ કરવા માટે ચોથી જરૂરી વસ્તુ છે, Hosting કે જેમાં તમે તમારા Blog ની તમામ વસ્તુને સાચવી શકો. Domain Name ખરીદયા બાદ Blog ને Host કરવા માટે Hosting Plan ખરીદવો પડે છે.

Hosting શું છે? તેના પણ એક અલગ Article લખીશ, જેમાં આપણે હોસ્ટીંગ વિષે વિગતવાર જાણીશું

જો તમે Google Blog Spot માં Blog બનાવો છો, તો તમને Google તરફથી ફ્રી માં Hosting મળે છે. જેના દ્વારા તમે તમારા Blog ને Host કરી શકો છો. જરૂર પડે તો Hosting ખરીદી શકો છો.

જો તમે WordPress માં Blog બનાવો છો, તો તમારે Hosting જરૂરથી ખરીદવું પડશે.

Blog Spot Vs WordPress તફાવત આપણે અલગ Article દ્વારા માહિતી મેળવીશું.

તમારે તમારા બ્લોગમાં હંમેશા સારી અને સાચી માહિતીની પોસ્ટ લખવી. જેથી લોકો તમારી સાથે જોડાઈને રહે. તમારે બીજાથી અલગ રીતે તમારા Blog માં રજુ થવું પડશે. ક્યાયેય પણ કોઈની Copy ના કરો. તમે કૈક યુનિક રજુ કરો કે જે તમારા વ્યક્તિત્વને ખીલવી શકે.

 

Best 11 Tips for Professional Blogger in Gujarati

અમો તમને કેટલીક Best Tips આપી રહ્યા છીએ, જેની મદદથી તમે સામાન્ય Blogger થી Professional Blogger બનાવામાં ખુબ ઉપયોગી સાબિત થશે.

. Unique બનો.

Blogging માટે ખુબ મહત્વનું અંગ છે. જો તમારો Blog Unique નહિ હોય તો લોકો તેને જોવાનું પસંદ નહિ કરે. એવા નેટ પર ઘણા બ્લોગ છે કે જેમનું કન્ટેન્ટ એક સરખું છે ને લોકો આવા articles ને પસંદ નથી કરતા. Blog ની શરૂઆતથી યુનિક કન્ટેન્ટ લખો.

. તમારે Passionate અને Patient રહેવું પડશે.

જો તમારો ધ્યેય માત્ર બ્લોગ્ગીંગ કરીને પૈસા કમાવાનો છે. તો મિત્રો બ્લોગ્ગીંગ ના કરો. કારણ કે 'There Is No Success In Shortcuts"

તમારે એક સફળ પોર્ફેસનલ બ્લોગ્ગર બનવું છે તો સતત પ્રયત્ન કરવા પડશે, પોતાની જાતને પ્રોત્સાહિત કરાવી પડશે. તમે એવા વિષય પર બ્લોગ્ગીંગ કરો કે જેમાં તમને આનંદ આવે, રસ પડે.

. બીજાના Blogs ને વાચો.

જો તમારા ફિલ્ડમાં સફળતા જોઈતી હશે તો તમારે તમારા પ્રતિસ્પર્ધીના બ્લોગને વાચવો પડશે. તે શું લખે છે, કઈ રીતે લખે છે, તેને વિચારો વગેરેને તમારે સમજવું પડશે.

. Copy Paste ના કરો.

તમારા વિષયને અનુરૂપ બ્લોગ માંથી ક્યારેય પણ કન્ટેન્ટની નકલ ના કરો. તેનાથી તમારો બ્લોગ ડાઉન થાય છે. બ્લોગ ક્યારેય રેન્ક નહિ કરે. તમારા article અનુરૂપ સાહિત્ય વાચો, નેટ પર સર્ચ કરો, વિચારો, મિત્રો સાથે શેર કરો, માન્થમ કરો અને પછી લખવાની શરૂઆત કરો.

. એક વિષય (Niche) પર કામ કરો.

Blogging ની Key છે. જેના વિષે હું તમને આગળ વાત કરીશ. (જેને બ્લોગની ભાષામાં keywords કહે છે.) તમે જે વિષય | Topic | Niche પસંદ કરો છો તેના પરજ article લખો. નહિ કે વારંવાર article નો વિષય બદલાવો. વિષય બદલવાથી તમારા બ્લોગમાં આવેલ લોકો તેમાંથી જતા રહેશે.

. તમારા (Niche) વિષયને બીજાના Blog પર Contribute કરે.

Google પોતેજ કહ્યું છે કે SEO ના દ્રષ્ટિકોણથી તમે Guest Blogging કરી શકો છો. એટલે કે તમે જે વિષય ઉપર કામ કરો છો તેની ટોપ વેબસાઈટ જુવો, તેની સાઇટ માં તમારું article સબમિટ કરો. જેનાથી તમારા બ્લોગ ની વેલ્યુ વધશે, નવા લોકો તમારા બ્લોગમાં આવશે. Guest Blogging શું છે તેની ચર્ચા આગળ કરીશું.

. Income Sources વધારો.

જો તનમે એવું લાગે કે Blog પરથી સારી કમાણી નથી થતી. તો તમારે income sources વધારવા પડશે. મતલબ કે google ads સિવાય તમારે affiliate marketing, banners, promotions, content writing, paid post વગેરે વિકલ્પનો ઉપયોગ કરવો પડશે. (Other Income Sources in Blog આગળ શીખીશું).

.  Consistent બનો

Blogger હંમેશા એકવાત ભૂલી જાય છે નિયમિતતા. તમારે ઓછામાં ઓછા એક અઠવાડિયામાં થી articles post કરવા પડશે. જેમાં તમારે ક્વાલિટી અને કવાંટીટી બંનેનું ધ્યાન રાખવાનું છે. જેથી તમારા વિષયમાં રસ ધરાવતા લોકો તમારા બ્લોગ પર ટકી રહી.

. Social Media સારી રીતે વાપરો.

સોસીયલ મીડિયા એક પ્રકારના search engines છે ત્યાંથી તમને સારું એવું ટ્રાફિક મળી રહેશે. તમારી વાતો, વિચારો, સ્કીલ, બ્લોગ પોસ્ટ શેર કરો. જેથી અન્ય લોકો પણ તમારા તરફ આકર્શાય.

૧૦. તમારો Blogging ધ્યેય નક્કી કરો.

બ્લોગની શરૂઆતથી નક્કી કરો કે મારા બોલ્ગને google search માં top 5 માં લાવવો છે. તે પ્રમાણે આગળ વધો.

૧૧. Blog ને Update કરતા રહો.

આજનો સમય બદલાતો રહે છે. કઈક ને કઈક નવું ચાલ્યા કરે છે. તો પછી તમારો blog પણ શા માટે નહિ. લોકોને રોજ નવુંજ જોઈએ છીએ. Professional blogger in Gujarati બનવા માટે તમારે blog અને content પણ update કરતા રહેવું પડશે.

કેટલાક મહત્વના પ્રશ્નો:

૧. બ્લોગ કે બ્લોગિંગ શરૂ કરવા માટે કેટલો ખર્ચ થાય છે?

બ્લોગ કે બ્લોગિંગ શરૂ કરવા માટે એક પણ રૂપીયનો ખર્ચ થતો નથી. તમારા મોબાઇલમા ઇંટરનેટ હોય, લેપટોપ અથવા કમ્પ્યુટર હોય એટલે તમે બ્લોગ શરૂ કરી શકો છો.

જ્યારે થોડા પૈસા ભેગા થાય કે આવક થાય ત્યાર બાદ ખર્ચ કરવો.

૨. બ્લોગ પોષ્ટ કે આર્ટિકલ લખવા માટે Content કે માહિતી ક્યાથી લેવી?

તમને જે વિષયમા રસ હોય તેને અનુરૂપ વિડીયો જોવા, નેટ પર રિસર્ચ કરવુ, તેને લગતી બૂકો વાચીને તમે બ્લોગ પોષ્ટ કે આર્ટિકલ લખી શકો.

૩. કેટલા શબ્દોમા બ્લોગ પોષ્ટ કે આર્ટિકલ લખવો?

બોગિંગ એક માહિતી દર્શક કામ છે. તમે ૭૦૦ લઈને ૩૦૦૦ શબ્દોમા બ્લોગ પોષ્ટ કે આર્ટિકલ લખી શકો છો.

જો તમારે જડપથી સફળ થવુ હોય તો દરેક બ્લોગ પોષ્ટ કે આર્ટિકલ ઓછામા ઓછા ૧૫૦૦ શબ્દોમા લખવો. જેનાથી તમને google ads મા એપ્રુઅલ સરળતાથી મળી રહે.

૪. ક્યા વિષય પર બ્લોગ શરૂ કરવો?

પહેલા તો તમને લખવામા રુચી હોવી જોઇએ. બીજુ તમારા રસના વિષયને પસંદ કરો. પસંદ કરેલ વિષયના માઇક્રો નિશ પર કામ કરો.

જેમ કે કપડા – તેમા પુરૂષો કે છોકરા અને સ્ત્રીઓ કે છોકરીઓના માટેના કપડા –તેમા છોકરાઓ માટેના કપડા - જેમા માઇક્રો નિશ: ટીશર્ટ, કોટન પેંટ, જિંસ, શર્ટ, શૂર્ટ, શેરવાની, ટોપી, હાથ કે પગના મોજા વગેરે કોઇપણ એક નિશ પસંદ કરીને આર્ટિકલ લખી શકો છો.

૫. Internet મા Free Blog કેવી રીતે બનાવનો?

મિત્રો Internet મા Blog કેવી રીતે બનાવનો? તે હવે પછીના આર્ટિકલમા જાણીશુ.


જે મિત્રો Article, “Blog and Blogging in Gujarati” વાચી રહ્યા છે, હવે તેમને બ્લોગ અને બ્લોગ્ગિંગ બાબતે કોઈ પ્રશ્ન નહી હોય. ના કોઈ અન્ય માહિતી શોધવાની જરૂર છે.

અમારા ગુજરાતી પરીવાર સાથે જોડાવવા અને દરરોજ જીવન ઉપયોગી માહિતી ગુજરાતી ભાષામા મેળવવા માટે, “MyGujarat Words” ફેસબુક પેજને ફોલોવ કરો.

મિત્રો article ને Facebook, Twitter, Whatsapp વગેરે social media માં વધુમાં વધુ શેર કરો. જેથી આપણાં ગુજરાતી ભાઈ-બહેનોને સાચી અને સારી માહિતી મળી શકે. તેઓ પણ ફિલ્ડમાં આગળ વધી શકે. તમારા મંતવ્યો કમેન્ટ બોક્ષમ જરૂરથી જણાવો...આભાર......