વધતી જતી કોરોના મહામારીમાં આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તેમજ કોરોના રોગ લાગુ પડ્યો હોય કે નહીં પરંતુ નીચે દર્શાવેલ માહિતી, મહત્વની બાબતો વિષે ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે.

Precautions to avoid corona in Gujarati

કોરોનાથી બચવા માટેના સાવચેતીના પગલાં 

હાલની પરિસ્થિતી એવી છે કે સરકારી કે પ્રાઈવેટ દવાખાનામાં વેન્ટિલેટર કે ઓક્ષિજનની ઘટ પડતી જાય છે. એવામાં જો અમુક ચોક્કસ માહિતી, દવાઓ, સાધન સામગ્રી હાથવગી હોય તો આ મહામારીથી આપણે અને આપણાં પરિવારને બચાવી શકાય છે. 

કોરોનાના કેટલા પ્રકારના રિપોર્ટ કરાવવા?

જો કોરોનની આપના શરીરમાં અસર જણાય તો આટલા રિપોર્ટ જરૂર કરાવવા.  

  1. રેપિડ ટેસ્ટ પોઝિટિવએ આવે તો તેજ દિવસે RT-PCR ટેસ્ટ કરવો
  2. RTPCR ટેસ્ટ માં કોરોના કેટલો સક્રિય છે તેની જાણકારી મળશે
  3. RTPCR 15 થી 20 વચ્ચે આવે તો 2 દિવસ માં નીચે ના રિપોર્ટ કરાવી લેવા
  4. CBC, CRP
  5. ESR
  6. LFT
  7. D-Dimmer
  8. SGPT
  9. HRCT ખુબ વધુ અસર લાગે તો જરૂરી

કેટલી જરૂરી સાધન સામગ્રી હોવી કે લેવી જોઈએ?

આ સમયે તમારી પાસે મુખ્ય બે પ્રકારના equipment હોવા જરૂરી છે.

  1. EZ-LIFE Oximeter - RS 1300 ઓક્સિજન અને ધબકારા માપવા માટે
  2. EZ-LIFE Thermometer RS 240 શરીર નું તાપમાન માપવા માટે
દર 3 થી 4 કલાકે ઓક્સિજન અને તાપમાન માપતા રેહવું અને તેની નોંધ લેતા રેહવું. ઓક્સિજન લેવલ 94 થી નીચે સતત જાય તો ડૉક્ટર નો સંપર્ક કરવો
 

Corona થી બચવા કેટલા પ્રકારની દવાઓ ઘરે હોવી જોઈએ?

કોરોના બીમારીમાં ઉપયોગી જરૂરી medicine આપેલી છે. આ corona medicines નો use કરીને કોરોનાથી બચી શકાય છે.
  1. Azithromycin-500 - શરીર માં રહેલ ઇન્ફેકશન દૂર કરવા માટે દિવસ માં 1 વાર - 5 દિવસ
  2. Vitamin-C   રોગ પત્રીકારક શક્તિ વધારવા દિવસ માં 1 વાર - 10 દિવસ
  3. Vitamin-D   રોગ પત્રીકારક શક્તિ વધારવા અઠિવાડીયા માં 1 વાર 4 ગોળી 1 મહિના માટે
  4. ZINC રોગ પત્રીકારક શક્તિ વધારવા દિવસ માં 1 વાર 10 દિવસ
  5. Paracetamol   તાવ આવે તો દર 8 કલાકે લેવી
  6. Smart breath નાસ લેવા માટેના લીલા કલરના ટોટા દિવસમાં 2 થી 3 વાર નાસ લેવો
  7. ડૉક્ટરનું કન્સલ્ટિંગ કરીને બાકી જે તકલીફ હોય તેના માટે અલગ અલગ દવા લખાવી લેવી.
 

કોરોના માટે કેટલીક આયુર્વેદિક દવાઓ

  1. Swasari Patanjali - ઉધરસ આવે તો દિવસ માં 3 વાર
  2. Ayush Kwath Powder - ઈમ્યૂનિટી બુસ્ટર કાઠો દિવસ માં 2 વાર
  3. Dharasana Malis Tel -  શરીર ના સાંધા ના દુખવા માટે
  4. Nilgiri nu Tel - નાસ લેવા માટે અને રૂમ માં સ્પ્રે કરવા માટે
 

Corona સમયે ખાવાપીવામાં શું શું ધ્યાનમાં લેવું?  

  • ખુબજ પાણી પીવો દિવસ માં 3 લિટર મિનિમમ બને ત્યાં સુધી હુંફાળું પાણી પીવું
  • લીંબુ સરબત દિવસ માં 2 વાર 1 ગલાસ
  • નારંગી, સંતરા કે મોસંબી નું જૂયસ 2 વાર 1 ગલાસ
  • સુંઠ નો ભરપૂર ઉપયોગ કરો ચા બનવા માં અને કાઢો બનવવા માં
  • હળદર વાળું દૂધ દિવસ માં 1 વાર
  • ઘરનો ગરમ ખોરાક લેવાનું રાખવું
 

નાશ કઈ રીતે લેશો?  

  • સરુવાતના 5 થી 6 દિવસ નાસનું ખૂબ જ મહત્વ છે તેથી દિવસ માં 2 થી 3 વાર જરૂર લેવી.
  • નાસ લેવા માટે ઉપર લખેલ દવાને જેમ જેમ નાસ લો તેમેં તેમે તેના ટીપા પાણીમાં ઉમેરતા જવું એકવારમાં નાસ માટે અડધા ટોટા નો ઉપયોગ કરી શકાય.
  • વરાળને નાક દ્વારા લો તો મોઢા થી બાર કાઢવી અને મોઢા થી લો તો નાક દ્વારા બાર કાઢવી
  • વરાળને 1 મિનિટ માટે રોકી રાખવી અને ધીમે ધીમે બાર કાઢવી
  • ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ માટે નાસ લેશો.
 

કોરોના બીમારીમાં યોગ અને સૂર્ય પ્રકાશનું મહત્વ શું છે?

  • નિયમિત યોગ, કસરત અને સૂર્યપ્રકાશ આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.    
  • રોજે સવારે ઉગતા સુરજનો સૂર્ય પ્રકાશ ખુબજ ફાયદા કારક રહે છે
  • તાપ લેતા લેતા પ્રાણાયામ કરવું ખુબજ ફાયદાકારક છે.
  • ઓછા માં ઓછો 40 થી 60 મિનિટ સવાર ના તાપ માં બેસવું
  • સવારે થોડી હળવી કસરત કરવી
 

ડોકટોરનું કન્સલ્ટિંગ શું મહત્વનુ છે?  

  • તમે 104 પર કોરોના થયો છે તેની જાણ કરી શકો છો સરકાર દ્વારા તમને ફ્રી માં કોરોના માટે ની માહિતી તેમજ હોમ કોરંટીન માટે જરૂરી મદત પુરી પડશે
  • આ ઉપરાંત તેમના દ્વારા દિવસમાં એકવાર ડૉક્ટર હોમમાં વિઝિટ માટે પણ આવશે
  • તેમજ આકસ્મિક સમયમાં કઈ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં જગ્યા ખાલી છે તેની માહિતી મળશે
  • સરકારી હોસ્પિટલ માં કે પ્રાઇવેટ હોસ્પિટલ માં સરકારે અમુક પથારી આરક્ષિત કરેલ છે તેમાં દાખલ થવા 108 પર સંપર્ક કરવો તેવો તમને નજીક માં જે હોસ્પિટલ માં જગ્યા હશે ત્યાં ભરતી કરાવી આપશે.
  • આરોગ્ય સેતુ એપ્લિકેશન માં પણ તમામ વિગતો આપેલ હોય છે તે ઇન્સટોલ કરી દેવી
 

કોરોનાથી બચવા માટે શું કરવું જોઈએ?

કોરોનાથી બચવા માટે તમારે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

  1. સતત હાથ સાફ કરતાં રહેવું
  2. ચહરાને અન્ય સ્પર્શથી બચાવો
  3. હાથ મિલાવવો અને ગળે મળવાનું ટાળો
  4. તમારી વ્યક્તિગત વસ્તુને બીજાને શેર ના કરો
  5. માસથી તમારું મો અને નાક ઢાકી રાખો
  6. ઘર, ઓફિસ, દુકાનની સારી રીતે સફાઈ કરો
  7. સોશિયલ સિસ્ટન્સ રાખો
  8. સમૂહમાં ભેગા ના થાઓ
  9. જાહેર સ્થળોએ ખાવા પીવાનું ટાળો
  10. શાકભાજી અને ફળોને ધોઈને ખાવા
  11. ઘરે પણ માસ પહેરવું
  12. જો કોરોનની અસર જણાય તો સેલ્ફ કોરાંટાઈન થઈ જાઓ