નમસ્કાર મિત્રો,

“My Gujarat Words” ગુજરાતી પરીવાર સાઇટમા તમારુ સ્વાગત છે.

હાલ આખા ભારતમા Corona Virus સે અજગરની જેમ ભરડો લીધો છે. હવે તો બાળકોમા પણ કોરોના વાઇરસનુ infection લાગી રહ્યુ છે. જે આપણા બધા માટે ખૂબ ચિંતાનો વિષય છે.

New born baby, 1 to 5 years old children, 6 to 17 years old toddlers તમામ ઉમરના બાળકોને covid-19 ની બીજી વેવમા કોરોના વાઇરસનુ infection થઈ રહ્યુ છે.

Protect children from corona virus in Gujarati
 

Parents દ્વારા અવારા નવાર online internet મા search કરવામા આવી રહ્યુ છે કે બાળકોને corona virus થી protect at home કેવી રીતે કરવા. Kids મા કેવા પ્રકારના corona virus symptoms જોવા મળે છે. બાળકોને corona virus અસર કરે તો કેટલા corona report કરાવવા, સારવારમા કેવી દવાઓ આપવામા આવે છે
 

કોરોનાથી  બચવા માટે શુ શુ ધ્યાનમા રાખવુ? 


Protect children at home from corona virus in Gujarat

 
અમારા સર્વે, અભ્યાસ અને ડોક્ટરોએ સારવાર અને નિદાનના આધારે બાળકોમા વાલીઓ દ્વારા કેટલાક પ્રશ્નો પૂછવામા આવ્યા છે તેની ચર્ચા કરીશુ અને સાચી માહિતી મેળવીશુ
 

શુ corona virus infection બાળકોમા આવી શકે છે?

હા મિત્રો. કોરોના ઈન્ફેક્શન બાળકોને આવી શકે છે. ગયા વર્ષે covid-19 ની પહેલી વેવમા બાળકોને કોરોનાની બહુ અસર થઈ ન હતી.જ્યારે આ બીજી વેવમા બાળકોમા corona infection નુ પ્રમાણ વધી રહ્યુ છે. 

નવા જન્મેલ બાળકથી લઈને મોટા બાળકોમા કોરોના ઈન્ફેક્શન લાગી શકે છે. જેમા મોટા ભાગના બાળકોને સારૂ થઈ જાય છે. જ્યારે અમુક બાળકોમા corona virus ના ગંભીર symptoms જોવા મળે છે.

 

બાળકોને corona infection ક્યાથી લાગી શકે છે?

જો તમારા ઘરમા કોઇ એક વ્યક્તિને પણ કોરોના સંક્રમણ થયુ હોય તો ઘરના બીજા વ્યક્તિઓને પણ

corona infection લાગી શકે છે. મોટાભાગે કામકાજ માટે બહાર આવ જાવ કરતા ઘરના સભ્યોમાથી બાળકોને કોરોનાનું સંક્રમણ લાગે છે.

ઘરની બહાર તમારી આસપાસ શેરીમા અન્ય બાળકો સાથે તમારુ બાળક રમવા જાય,તમારી સાથે બજારમા આવે તેવા સંજોગોમા પણ બાળકને કોરોનાથી સંક્રમણ થવાનો ભય રહે છે. 

 

બાળકોમા ક્યા ક્યા પ્રકારના corona symptoms જોવા મળે છે?

જો બાળકોને corona infection લાગે તો તાવ, માથું દુખવું, શરદી ઊધરસ, ગળું દુખવું, શરીરનો દુખાવો, ઉલ્ટી, ઝાડા, પેટનો દુખાવો વગેરે જેવા લક્ષણો બાળકોમા જોવા મળે છે.

જો આ કોરોના વાઇરસ વધારે અસર કરે તો શરીરની શક્તિ ક્ષિણ થઈ જાય છે, સ્વાસ લેવામા તકલીફ પડે છે, ખૂબ જ ઉધરસ આવે છે. 

 

બાળકને corona છે કે નહી તે જાણવા માટે ક્યો રીપોર્ટ કરાવવો જોઇએ?

મોટા વ્યક્તિઓની જેમ બાળકોને કોરોનાની અસર જાણવા માટે પણ નાકમાથી સેમ્પલ લઈને બે પ્રકારે ટેસ્ટ કરવામા આવે છે. ૧. કોવિડ રેપિડ એન્ટિજન ટેસ્ટ અથવા તો ૨. કોવિડ RT-PCR ટેસ્ટ.

જેમા કોવિડ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવ્યા બાદ ૧૦ થી ૧૫ મિનિટમા પરીણામ જાણી શકાય છે, જ્યારે કોવિડ RT-PCR ટેસ્ટ કરાવ્યા બાદ ૨૪ થી ૪૮ કલાક પછી પરીણામ આવે છે.

જો કોવિડ રેપિડ એન્ટિજન ટેસ્ટ નેગેટીવ આવે તો પણ ડોક્ટરની સલાહ લઈને કોવિડ RT-PCR ટેસ્ટ કરાવી લેવો જોઇએ તે વધુ ભરોસા પાત્ર છે.

જો ગમ્ભીર અસર જોવા મળે તો ડોક્ટરની મુલાકાત લઈ અન્ય રીપોર્ટ પણ કરાવવા જેમ કે, CBC, CRP, LFT, D-Dimer, S. Ferritin.

 

બાળકોનો corona report ક્યારે કરાવવો?

જો તમારા ઘરે કોઇ એક વ્યક્તિને પણ કોરોનાની અસર થઇ હોય તો ઘરના દરેક સભ્યોએ કોરોના ટેસ્ટ ફરજીયાત કરાવવો જોઇએ. હાલની પરિસ્થિતિ ધ્યાનમા તમારા કોઇને પણ corona virus infection નથી અને બાળકને તાવ, શરદી, ઉધરસ થાય તો પણ બાળકનો corona test કરાવવો તેમા ડરવાથી જરૂર નથી.  

 

બાળકના કોરોના RT-PCR રીપોર્ટમાં CT વેલ્યુ ખૂબ ઓછી છે એટલે ઈન્ફેક્શનનું પ્રમાણ વધારે કહેવાય? આ રીપોર્ટ ચિંતા જનક છે?

બાળકના કોરોના RT-PCR રિપોર્ટમા જોવા મળતી CT વેલ્યુનું મહત્વ નથી. બાળકોમા જોવા મળતા corona symptoms ના આધારે તેમને treatment આપવામા આવે છે. CT વેલ્યુના આધારે આ વાઇરસની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય નહી.

બાળકોમા કોરોના લક્ષણો દેખાય તો સીટી સ્કેન રીપોર્ટ કરાવવો જોઇએ?

અત્યાર સુધીના બાળકોમા કોરોના વાઇરસના ખૂબ સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. કારણ કે બાળકોના ફેફસામા આ વાઇરસ ઝડપથી ફેલાતો નથી. તેથી શરૂઆતના તબકામા સીટી સ્કેન રીપોર્ટ કરવાની જરૂર નથી.

પરંતુ વધારે ઉધરસ આવે, છાતીમા વધારે દુખવા લાગે, શ્વાસમાં મુશ્કેલી પડે તો બાળકના છાતીનો સીટી સ્કેન રીપોર્ટ જરૂર કરાવવો જોઇએ. 

બાળકને corona infection લાગે તો કેવી treatment આપવામા આવે છે?   

મોટા ભાગના બાળકોમા સામાન્ય corona symptoms જોવા મળે તો તેમને જરૂર પડતી તાવની અને ઉધરસની દવા આપવામા આવે છે જેનાથી બાળક સાજુ થઈ જાય છે.

જો ગંભીર corona symptoms જોવા મળે તો બાળકને દવાખાને દાખલ કરવામા આવે છે અને રેમડેસિવિરના ઇન્જેક્શન દવા આપીને treatment આપવામા આવે છે.

મોટા વ્યક્તિઓને આપવામા આવતી સારવારમા જે દવાઓ Ivermectin, Fevioaravir, Doxycyclin બાળકોને નથી આપવામા આવતી. 

corona infection વાળુ બાળક ઘરે હોય તો શુ સારવાર કરવી?

પહેલા તો ડોક્ટરની મુલકાત લેવી. તમની સલાહ મુજબ નિયમિત બાળકને દવા આપવી. હુફાળુ પાણી વધારે પીવડાવવું, ઘરે બનાવેલ જ ખોરાક આપવો, ઠંડો અને વાંસી ખોરાક આપવો નહી, દિવસમા ૪ થી ૫ વાસ નાસ લેવાની.

નાના બાળકને કોરોનાની અસર છે તો ૧૪ દિવસ એકલુ કેવી રીતે રાખવુ? તે એકલુ રહી શકે?

મોટે ભાગે એવુ જોવા મળ્યુ છે કે નાના બાળકોને corona infection ઘરના કોઇ વ્યક્તિમાથી જ લાગેલુ હોય છે. જેમા ઘણીવાર એવુ પણ બને છે કે તે વ્યક્તિ કોરોના લક્ષણો ધરાવતો પણ ન હોય.

કોરોનાની અસરવાળા નાના બાળકને પોતાના માતા-પિતા સાથે રાખવા. ૫૦ વર્ષથી વધુ ઉમરવાળા વ્યક્યિઓ કે અન્ય બીમારીવાળા વ્યક્તિઓ સાથે સંક્રમિત બાળકને રાખવુ નહી તેનુ ખાસ ધ્યાન રાખવુ.

મારી ઘરે દરેક સભ્ય corona positive છે પણ બાળકોનો રીપોર્ટ નેગેટીવ છે, તો બાળકોને અમારી સાથે રાખવા કે સગાને ત્યા મોકલી દેવા જોઈએ?

ના આવુ ક્યારેય પણ ન કરતા. બાળકોનો રીપોર્ટ નેગેટિવ છે પરંતુ કોરોનાથી સંક્રમિત હોય શકે છે. આવા બાળકોમા કોરોમા લક્ષણો નથી પરંતુ બીજાના ઘરે મોકલશો તો ત્યા અન્ય વ્યક્તિઓને સંક્રમણ કરશે. માટે બાળકોને તમારી સાથે જ રાખો તેને તમારા પ્રેમની જરુર છે, ના કે એકલતાની.

 
હાલમા જ એક સ્ત્રિએ ડિલિવરી કરી છે તેને કોરોના પોઝિટિવ આવ્યો છે, બાળકને માતાનુ દૂધ આપવુ? બાળકને તેની મા થી દૂર રાખવુ? બાળકનો કોરોના રીપોર્ટ કરાવવો જોઈએ કે નહી?

મિત્રો મોટે ભાગે આવા બાળકોને કોરોનાની અસર થઈ ગઈ હોય છે. તમે ઇચ્છો તો બાળકનો રીપોર્ટ કરાવી શકો છો પણ તેની જરૂર નથી.

જ્યા સુધી નવા જન્મેલા બાળકોમા કોરોનાના ગંભીર લક્ષણો જોવા ન મળે ત્યા સુધી બાળકને સારવારની પણ જરૂર નથી. બાળકને તેની માતાનુ દૂધ જરૂર પાવુ.

કોરોના સંક્રમિત માતા મોઢાં ઉપર માસ્ક પહેરીને પોતાના બાળકને ચોક્ક્સ સ્તનપાન કરાવી શકે છે. બાળકને માતાથી દૂર રાખવુ નહી.

 
બાળકને ૬ દિવસ પહેલા corona report positive આવ્યો હતો. હમણા સારુ છે તો ફરી રીપોર્ટ કરવવો જોઇએ અને ક્યારે?

કોરોનાની સારવાર લીધા પછી બાળકને સારુ હોય તો ફરી રીપોર્ટ કરાવવાની જરૂર નથી. પરંતુ ૧૪ કે ૧૫ દિવસ ક્વોરન્ટીનનો સમય પુરો કરાવવો. 

 
બાળકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ હતો, ૮ દિવસથી ક્વોરન્ટીન છે, તબીયત પણ સારી છે, ફરી કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. તો બાળકને ઘરની બહાર લાવવુ કે નહી?

ના એવુ ક્યારેય ન કરવુ. બાળકને ૧૪ કે ૧૫ દિવસ ક્વોરન્ટીનનો સમય પુરો કરાવવો. જો તમે તે પહેલા બહાર લાવશો તો બીજાને ઇન્ફેક્શન ફેલાવી શકે છે.

નાના બાળકોને કોરોનાથી બચવા માટેના ઉપાયો શુ હોવા જોઇએ?

ઘરના જે સભ્યો કામકાજ માટે બહાર જાય છે તેઓએ ખાસ ધ્યાન રાખવુ. જાહેર જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરવુ, નાક અને મો ટ્રિપલ લેયર માસ્કથી ઢાકેલુ રાખવુ. અવારનવાર સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. બાળકો પાસે જતા પહેલા સ્નાન કરી કપડા બદલી લેવ.

ઘરમા કોઇને પણ સામાન્ય લક્ષણો જણાય તો ડોક્ટરની સલાહ લઈને કોરોના ટેસ્ટ કરાવવો. ભલે અનેક વાર રીપોર્ટ કરાવવો પડે તેનાથી ડરવુ નહી. ૪૫ કે તેથી વધુ ઉમરના દરેક સભ્યોએ કોરોના રસી ફરજીયાત મુકાવી લેવી.

Corona vaccine બાળકોને મુકાવી શકાય?

હાલમા ભારતમા આપતી કો વેક્સીન અને કોવી શિલ્ડ કોરોના રસી ૧૮ વર્ષથી નાની ઉમરના બાળકોને આપવામા આવતી નથી. 
 

મિત્રો આશા છે કે Protect Kids from corona infection in Gujarati” લેખ આપને વાચવો ગમ્યો હશે. આપોષ્ટને તમારા social media મા વધુમા વધુ શેર કરો જેથી દરેક માતા પિતાના સારી અને સાચી માહિતી મળી રહે.

અમને સારો સહકાર આપવા અને આપણા ગુજરાતી પરીવાર સાથે કાયમી જોડાવવા માટે અમારા, “My Gujarat Words” ફેસબુક પેજને ફોલોવ કરો અને વધુમા વધુ  ગુજરાતી મિત્રોને આપણી સાથે જોડો.