નમસ્કાર મિત્રો,

"My Gujarat Words" ગુજરાતી સાઇટમા તમારુ સ્વાગત છે. 

આ કોરોના મહામારીમા તમે ક્યાક ને કયાક બ્લડ પ્લાઝ એવો શબ્દ સાભળીયો હશે. આજે આપણે કોરોના વાયરસથી સાજા થઈ ગયેલ વ્યક્તિના લોહીમાથી પ્લાઝમા લઈને  Convalescent Plasma Therapy દ્વારા કોરોનાની સારવાર લઈ રહેલ દર્દી માટે શુ ઉપયોગ કરવામા આવે છે, તેના વીશે વિગતવાર માહીતી મેળવીશુ.


blood plasma treatment for covid19

Convalescent Plasma Therapy in Gujarati 

કોરોનાવાયરસની સારવારમાં બ્લડ પ્લાઝમા થેરાપી ઉપયોગ

Convalescent Plasma Therapy એટલે કે બ્લડ પ્લાઝમા થેરાપી સારવારનો ઉદ્દેશ સાજી થઈ ગયેલી વ્યક્તિને પ્રાપ્ત થયેલી રોગ પ્રતિકાર શક્તિનો ઉપયોગ કરીને corona positive બિમાર વ્યક્તિની સારવાર કરવાનો છે

કોનવેલેસન્ટ-પ્લાઝમા થેરાપી શું છે? What is Convalescent Plasma Therapy in Gujarati

Corona positive આવેલ વ્યક્તિને સારવાર મળે અને તે સજા થઈ જાય. Recovery ના 20-25 દિવસ પછી corona virus થી સાજા થયેલ વ્યકિત પોતાનું blood donate કરે છે. તેમાથી antibodies plasma લઈ લેવામાં આવે છે, જેને કોરોના બીમારીની સારવાર લઈ રહેલા દર્દીના શરીરમાં inject કરવામાં આવે છે જેને Convalescent Plasma Therapy તરીકે કહેવામા આવે છે.  

:: કોરોના વાયરસથી કેવી રીતે બચી શકાય ::

:: નાના બાળકોને કોરોના વાયરસથી બચવા કેવી કાળજી લેવી જોઇએ ::  


જ્યારે novel corona virus જેવા રોગ પેદા કરતા (પેથોજન) નો ચેપ લાગે છે ત્યારે આપણાં શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ antibodies પેદા કરે છે. આ એન્ટીબૉડીઝ પોલિસના કૂતરાની જેમ શરીરના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચીને હુમલો કરનાર virus ની ઓળખ કરીને પકડી પાડે છે, જ્યારે લોહીના શ્વેતકણો હુમલાખોર વાયયરસને નાબૂદ કરીને ચેપ દૂર કરે છે.

એન્ટીબૉડીઝ શું છે What is Antibodies in Gujarati

Antibodies એ સૂક્ષ્મ જીવાણુ (microbe) મારફતે લાગતા ચેપ સામે રક્ષણ કરતાં કે લડવા માટેના પ્રથમ હરોળનાં રોગ પ્રતિકારકો કે સૈનિકો છે. તે ચોક્કસ પ્રકારનાં પ્રોટીન છે કે જેમાં બી લિમ્ફોસાયટસ નામે ઓળખાતા રોગ પ્રતિકારક કોષો ધરાવે છે.

જ્યારે આ કોષો novel coronavirus જેવા હુમલાખોરનો સામનો કરે છે ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ રોગનો ફેલાવો કરતા દરેક હૂમલાખોર (પેથોજન) સામે લડવા માટે એન્ટીબૉડીઝ તૈયાર કરે છે. એક ચોક્કસ એન્ટીબૉડી અને તેનો પાર્ટનર વાયરસ એક બીજા માટે જ બનેલાં હોય છે.

Convalescent Plasma Therapy કેવી રીતે આપવામાં આવે છે?

કોરોનાવાયરસની બિમારીમાંથી સાજા થયેલી વ્યક્તિનું લોહી મેળવવામાં આવે છે. આ લોહીમાંથી વાયરસને નિષ્ક્રિય કરી દે તેવાં એન્ટીબોડીઝ ધરાવતા પ્રવાહીને અલગ કરીને તેની ચકાસણી કરવામાં આવે છે.

Novel corona virus રોગમાંથી સાજી થયેલી વ્યક્તિના લોહીમાંથી અને ખાસ કરીને (ચેપ પેદા કરતા) પેથોજનનો સામનો કરી શકે તેવા એન્ટીબૉડીઝ ખૂબ મોટી સંખ્યામાં ધરાવતો હોય તેવા દર્દીના લોહીમાંથી અલગ કરીને મેળવવામાં આવેલા આ પ્રવાહી (સીરમ)ને કોનવેલસેન્ટ સિરમ Convalescent serum તરીકે ઓળખવામાં આવે છે.

બિમાર વ્યક્તિમાં આડકતરી રીતે એટલે કે કૃત્રિમ રીતે પ્રતિકાર શક્તિ પેદા થાય છે. કોરોના બિમારની  સારવાર લેતા વ્યક્તિને બ્લડ સિરમ મેળવીને આપવામાં આવે તે પહેલાં સંભવિત રક્તદાતાની તપાસ કરવામાં આવે છે.

Blood plasma treatment કેવા લોકોનું લોહી લેવામાં આવે છે?

blood plasma treatment માં જે લોકોનું લોહી લેવામાં આવે છે તેવી corona virus બીમારીથી સાજી થયેલ વ્યક્તિની નીચેની બાબતોનું ધ્યાન રાખવામા આવે છે.

  • કોરોના બીમારીથી મુક્ત થયેલી વ્યક્તિ હોવી જોઈએ
  • સાજી થયેલી વ્યક્તિનો સ્વેબ ટેસ્ટ નેગેટિવ હોવો જોઈએ
  • સંભવિત રકત દાતા સાજો થયેલો જાહેર કરાવો જોઈએ
  • સાજી થયેલી વ્યક્તિએ તે પછી બે સપ્તાહ સુધી રાહ જોવાની રહે છે
  • પછી સંભવિત દાતામાં કોઈપણ રોગનાં કોઈ ચિન્હો દેખાવા જોઈએ નહી

કેવી વ્યક્તિ Convalescent Plasma treatment લઈ શકે?

જે corona patient માં કોરોના બીમારીના ગંભીર લક્ષણો હોય, oxygen level ખૂબ ઓછું હોય, બીમારી recover થતી ના હોય, સતત ICU માં હોય તેવા દર્દીઓને Convalescent Plasma treatment આપવામાં આવે છે. જેમાં પહેલા દર્દીની મંજૂરી લેવામાં આવે છે.

Convalescent Plasma થેરાપી રસીકરણથી કેવી રીતે અલગ પડે છે?

આ થેરાપી પેસીવ ઈમ્યુનાઈઝેશન જેવી છે. જ્યારે રસી આપવામાં આવે છે ત્યારે રોગ પ્રતિકારક સિસ્ટમ એન્ટીબોડીઝ પેદા કરે છે. આ સ્થિતિમાં જ્યારે રસી અપાયેલ વ્યક્તિને પાછળથી રોગ પેદા કરતા પેથોજનનો ચેપ લાગે છે ત્યારે રોગ પ્રતિકાર સિસ્ટમ એન્ટીબોડીઝ છૂટા પાડે છે અને ચેપને દૂર કરે છે.

રસીકરણથી આજીવન રોગ પ્રતિકાર શક્તિ પૂરી પાડે છે. જ્યારે passive antibody થેરાપીમાં ઈનેજેક્ટ કરવામાં આવેલા એન્ટીબોડીઝ રકત પ્રવાહમાં હોય ત્યાં સુધી જ તે અસર કરે છે. આવા કિસ્સામાં પ્રાપ્ત થયેલી સુરક્ષા કામચલાઉ હોય છે જે રીતે બાળકમાં પોતાની પ્રતિકાર શક્તિ પેદા થાય તે પહેલાં માતા બાળકને સ્તનપાન મારફતે બાળકમાં એન્ટીબૉડીઝ મળે છે તેવી આ પ્રક્રિયા છે.

Plasma therapy નો ઉપયોગ થઈ ગયેલી કેટલીક ઘટનાઓનો ઈતિહાસ

ઇ.સ. 1890માં ઈમિલ વોન બેહરીંગ નામના જર્મન ફિઝિયોલોજીસ્ટે શોધી કાઢ્યું હતું કે ડિપ્થેરીયા (ગળામાં જાળુ બાઝી જતું હોય તેવો એક રોગ) નામના રોગ સામે લડવા માટે તેમણે ઉંદરમાંથી મેળવાયેલુ સિરમનો ઉપયોગ કરીને ડિપ્થેરિયાનો ચેપ રોકવામાં સફળતા મળી હતી.  

ઇ.સ. 1901માં બેહરીંગને મેડિસીનનું પ્રથમ નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. એ સમયે એન્ટીબૉડીઝ જાણીતા નહોતા. કોનવેલેસન્ટ-સિરમ થેરાપી ઓછી અસરકારક હતી અને તેની વધારે પ્રમાણમાં આડઅસરો પણ હતી. એન્ટીબૉડી ગુણધર્મને અલગ પાડવા માટે ઘણાં વર્ષોનો સમય લાગ્યો હતો.

શું Convalescent Plasma treatment અસરકારક છે?

બેકટેરીયાથી લાગતા ચેપનો સામનો કરવા માટે આપણી પાસે અસરકારક Antibodies છે. આમ છતાં આપણી પાસે અસરકારક એન્ટીવાયરલ્સ નથી. જ્યારે પણ કોઈ નવો વાયરલ આવી પડે છે ત્યારે તેની સારવાર થઈ શકે તેવું કોઈ ઔષધ આપણી પાસે હોતું નથી.

આ અગાઉ પણ ભૂતકાળમાં વાયરસ પ્રસરતાં Convalescent Serum નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 2009-2010ના H1N1 ઈન્ફ્લુએન્ઝા વાયરસથી રોગચાળો ફાટી નિકળ્યો ત્યારે પણ સારવાર માગી લેતાં ચેપી પેસીવ દર્દીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Passive antibody સારવારથી ક્લિનિકલ સુધારો થયેલો જોવા મળ્યો હતો. વાયરલની અસર ઓછી થઈ હતી અને મૃત્યુ દર પણ ઘટ્યો હતો. આજ પધ્ધતિ વર્ષ 2018માં ઈબોલા ફાટી નિકળ્યો ત્યારે પણ ઉપયોગી સાબીત થઈ હતી.

શું બ્લડ પ્લાઝમા થેરાપી સલામત છે?

વર્તમાન સમયની બ્લડ બેંકીંગ ટેકનિક વડે લોહીમાં પેદા થયેલા પેથોજનનું સબળ સ્ક્રીનીંગ થઈ શકે છે. Blood આપનાર અને blood સ્વિકારનારનું લોહી મેચ કરવાનું પણ હવે સરળ બન્યું છે. આ કારણે જાણીતા ચેપી એજન્ટસ અથવા તો લોહી આપવાના કારણે પેદા થતા રિએક્શનનું પ્રમાણ ઘટ્યું છે.

આપણે જ્યારે પણ રક્તદાન કરીએ છીએ ત્યારે અમુક ચોક્કસ પ્રશ્નોમાથી પસાર થવું પડે છે. કોઈપણ ગંભીર રોગવાળી વ્યક્તિ blood donate નથી કરી શકતા.  

જે લોકોનું blood group મેચ થતું હોય તે જ લોકો રક્ત આપી શકે છે કે સ્વિકારી શકે છે. વ્યક્તિઓ રક્તદાન કરે તે પહેલાં તેમની ચકાસણી અને ટેસ્ટ કરીને કેટલાક ફરજીયાત પરિબળોની ચકાસણી કરવામાં આવે છે.

તેમણે હિપેટાઈટીસ, એચઆઈવી, મેલેરિયા અને અન્ય કેટલાક ટેસ્ટ આપવા પડતાં હોય છે. તેમનું લોહી અન્ય પેથોજન ધરાવતું નથી તેની ખાતરી થયા પછી જ રક્તનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

એન્ટીબોડીઝ સ્વિકારનારના શરીરમાં કેટલો સમય રહેશે?

એન્ટીબોડી સિરમ આપવામાં આવે તે પછી સ્વિકારનારના શરીરમાં તે ઓછામાં ઓછા ત્રણ થી ચાર દિવસ રહે છે.  આ ગાળા દરમિયાન બિમાર વ્યક્તિ સારી થવા લાગે છે. અમેરિકા અને ચીનમાં થયેલા સંશોધન અહેવાલમાં જાણવા મળ્યું છે કે ટ્રાન્સફ્યુઝન પ્લાઝમાના લાભદાયી અસર પ્રથમ ત્રણ કે ચાર દિવસમાં થતી હોય છે, તે પછી કોઈ અસર કરતાં નથી.

Convalescent Plasma થેરાપીમાં મુખ્ય કઈ સમસ્યા છે?

Convalescent Plasma થેરાપીનો ઉપયોગ કરવો સરળ નથી. મુખ્ય બાબત એ છે કે સાજા થયેલા દર્દીના મોટા પ્રમાણમાં પ્લાઝમા મેળવવાના હોય છે. Novel coronavirus જેવા રોગ કે જેમાં મોટાભાગના દર્દીઓ વૃદ્ધ હોય છે. જેમાં હાયપર ટેન્શન, ડાયાબિટીસ તથા અન્ય સમસ્યાઓ જોવા મળે છે. આવા સાજા થયેલા લોકો છે તે તમામ સ્વેચ્છાએ રક્તદાન કરી શકતા નથી.

મિત્રો , "કોરોનાવાયરસની સારવારમાં Convalescent Plasma થેરાપી ઉપયોગ" આર્ટીકલ તમારા social media મા વધુમા શેર કરો, માહિતીને વધુ લોકો સુધી પહોચાડો.

દરરોજ સારી અને સાચી માહિતી મેળવવા અને ગુજરાતી પરીવાર સાથે કાયમી જોડાવવા માટે અમારા, "My Gujarat Words" ફેસબુક પેજને ફોલોવ કરો અને વધુમા વધુ ગુજરાતી મિત્રોને આપણી સાથે જોડો.  જય જય ગરવી ગુજરાત