નમસ્કાર મિત્રો
Tauktae Cyclone in Gujarati, છેલ્લા 3- દિવસથી તમે તાઉ-તે વાવાઝોડું વિશે news, social media મા જોયુ હશે અને સાંભળ્યુ પણ હશે. પરંતુ Tauktae Storm 2021 ની આપણા ગુજરાત રાજ્ય પર તેની ભારે અસર થવાની આગાહી આપવાના આવી રહી છે.  
જેમા ગુજરાતના દરીયા કિનારેથી લઈને આગળ જમીન વિસ્તાર તરફ 70 થી 175 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાઇ રહ્યો છે
Tauktae Cyclone Name and Details in Gujarati

Tauktae Cyclone Name and Details in Gujarati

હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ ૧૭, ૧૮ મે -૨૦૨૧, બે દિવસોમા ગુજરાતના અનેક જિલ્લાઓમા Tauktae Cyclone 2021 ની ભારે અસર જોવા મળશે
 
આજે આપણે વાવાઝોડું, Storm કેવી રિતે ઉદભવે, Tauktae Cyclone નામ કેમ આપવામા આવ્યુ in Gujarati, વગેરે બાબતોને જાણીશુ.
 

What is Tauktae Cyclone in Gujarati?

વાવાઝોડાને અંગ્રેજીમા Cyclone અથવા Storm કહેવામા આવે છે.
 
અરબી સમુદ્રમા ભારે લો-પ્રેશરના કારણે પવન ફૂકાવવાની ગતિ વધી રહી છે જે આગળ જતા ચક્રવાતી વાવાઝોડાનુ રૂપ ધારણ કર્યુ છે જેને તાઉ-તે વાવાઝોડું Tauktae Cyclone નામ આપવામા આવ્યુ છે
 

How was the name, “Tauktae Cyclone” kept?

મ્યાનમાર દેશ દ્વાર, Tauktae Storm”  નામ આપવામા આવ્યુ છે. જેનો અર્થ gecko” થાય છે. ગુજરાતીમા ખૂબ તિવ્ર અવાજ કરતી ગરોળી એવો અર્થ સમજવામા આવે છે
 
ભારતના દરિયા કિનારે, તાઉ-તે વાવાઝોડું વર્ષનું પહેલું Cyclone છે. જેમા WMO (World Meteorological Organization) સંસ્થા નીચે અમૂક ચોક્કસ દેશોના જૂથ બનાવવા આવે છે જે પોતાના આસપાસના દરીયામા આવતા વાવાઝોડાના નામ પાડે છે
 
વાવાઝોડાના નામ કેવી રીતે નક્કિ થાય છે અને તેમા ક્યા ક્યા દેશોનો સમાવેશ થાય છે.
 
વર્ષ ૨૦૦૪ થી અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળની ખાડીમાં આવતા દરિયાઈ વાવાઝોડાના નામકરણ કરવાની શરૂઆત થઈ. જેમા એક યાદિ તૈયાર કરવામા આવી પ્રથમ ૮ દેશોનો સમાવેશ કરવામા આવ્યો. 
 
આઠ દેશોના ક્રમાનુસાર આઠ નામ આપવાના છે. જ્યારે જે દેશનો નંબર આવે છે ત્યારે તે દેશ દ્વારા આપવામાં આવેલા નામથી વાવાઝોડાંનું નામકરણ કરવામાં આવે છે. જેમા દરેક દેશે ૮-૮ નામ સુચવ્યા ને કુલ ૬૪ નામ Cyclone માટે આપ્યા.
 
વર્ષ ૨૦૧૮ મા આ દેશોની યાદીમા સુધારો કરવામા આવ્યો જેમા કુલ ૧૩ દેશોનો સમાવેશ કરવામા આવ્યો અને ૧૩-૧૩ નામ, કુલ મળીને ૧૬૯ નામ વાવાઝોડા માટે રાખવામા આવ્યા. જેમા બાંગ્લાદેશ. ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા, થાઈલેન્ડ વગેરે દેશ સામેલ છે. 
 
આ વર્ષે જે વાવાઝોડું આવ્યુ છે તેનુ નામ પાડવાનો વારો મ્યાનમાર દેશનો છે, તેણે આ વાવાઝોડાનુ નામ,Tauktae Cyclone” છે.
 
વાવાઝોડાંને નામ શા માટે આપવામા આવે છે?
 
Cyclone નુ નામકરણ કરવાથી તેની ઓળખ અને ખતરાનો અંદાજ સરળતાથી મળી રહે છે. વાવાઝોડાંને નામ આપવામાં આવે તો મીડિયાને રિપોર્ટ પણ સારી રીતે થઈ શકે છે.
 
નામના કારણે લોકો ચેતવણીની વધારે ગંભીરતા લે છે અમે તેનાથી બચવા માટેની તૈયારી કરવામાં પણ સરળતા રહે છે. સામાન્ય લોકો પણ વાવાઝોડાંના નામનું સૂચન જે તે વિભાગોને આપી શકે છે
 
નામ રાખવા પાછળ મુખ્ય બે શરતો છે, પહેલી શરત કે નામ નાનું હોય અને સરળ હોય. બીજી શરત કે જ્યારે તે વિશે માહિતી આપવામાં આવે ત્યારે લોકો તે સમજી શકે તેવું નામ હોવું જોઈએ.