ગણિત ધોરણ ૩, એકમ ૨, સંખ્યાની ગમ્મત ભાગ-૧
વિધ્યાર્થી મિત્રો ધોરણ ૨ માં તમે બે અંકની
સંખ્યાઓને શીખી ગયા છો. આજે આ પોષ્ટમાં આપણે ગણિત ધોરણ 3 એકમ ૨ ના “સંખ્યાની
ગમ્મત” ભણીશું. જેમાં આપણે ત્રણ અંક વાળી સંખ્યાઓને ઓળખવાની છે, સમજવાની છે અને લખવાની છે.
Maths STD 3 Unite 2 Sankhya Ni Gammat
હાલ શાળાઓમા શિક્ષણ કાર્ય બંધ છે. પરંતુ તમે ઘરે બેઠા સરળતાથી Online Education મેળવી શકો તે હેતુથી આજે આપણે std 3 વિષય ગણિત, એકમ 2 ના પાઠ્યપુસ્તક આધારે શૈક્ષણિક અને પ્રવૃત્તિના વિડીયો જોઈશું, જેમા તમને પેલા ભાગમા ૯ activities videos આપેલા છે.
૧. એકમ ૨ “સંખ્યાની ગમ્મત” ત્રણ અંકોની સંખ્યા - ભાગ ૧
આ વિડિયોમાં તમારે સાપસીડીની રમત રમવાની છે અને
તમને ખ્યાલ આવશે કે ૩ અંક વળી સંખ્યા કેવી રીતે બને અને ક્યારે આવે છે.
૨. એકમ ૨ “સંખ્યાની ગમ્મત” ત્રણ અંકોની સંખ્યા - ભાગ ૨
આ વિડિયોમાં તમારે મિત્રો સાથે રમવાનું છે, મેળામાં જવાનું છે. જ્યાં તમારે ફરવાનું છે ગેમ રમવાની છે અને ૩ અંક વાળી
સંખ્યાને ઓળખીને વાચવાની છે અને લખવાની છે.
૩. એકમ ૨ “સંખ્યાની ગમ્મત” ત્રણ અંકોની સંખ્યા - ભાગ ૩
આ પ્રવૃતિમાં તમારે મિત્રો સાથે ટિમ બનાવવાની
છે. એક એક ટીમના દરેક સભ્યો ઊચા કુદકા મારશે અને જ્યાં સુધી પહોચે તે ૩ અંકની
સંખ્યા વાચવી અને લખતી જવી.
જે ટીમનો ૩ અંકની સંખ્યાનો સરવાળો વધુ થશે તેને
વિજેતા જાહેર કરવામાં આવશે
૪. એકમ ૨ “સંખ્યાની ગમ્મત” જૂથમાં ગણતરી - ભાગ ૧
આ વિડીયો પ્રવૃતિમાં આપણે ૧૦ થી ૫૦ નો ઉપયોગ
કરીને ૩ અંક વાળીને સંખ્યાને જૂથમાં જડપથી ગણતરી કરતાં શિખીશું
૫. એકમ ૨ “સંખ્યાની ગમ્મત” જૂથમાં ગણતરી - ભાગ ૨
આ વિડીયો પ્રવૃતિમાં તમારે તમારા મિત્રને ૧૦-૧૦
ના જૂથમાં ગણતરી કરતાં શીખવવાનું છે
૬. એકમ ૨ “સંખ્યાની ગમ્મત” જૂથમાં ગણતરી - ભાગ ૩
આ વિડીયો પ્રવૃતિમાં તમારે ૫૦-૫૦ ના જૂથમાં ત્રણ
અંકવાળી સંખ્યાને ગણતરી કરતાં શીખવાનું છે
૭. એકમ ૨ “સંખ્યાની ગમ્મત” ત્રણ અંકોની સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ - ભાગ ૧
એક વાર્તા સાંભળીને બાળકો તમારે ત્રણ અંકોની સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ લખતા શિખવાનુ
છે.
૮. એકમ ૨ “સંખ્યાની ગમ્મત” ત્રણ અંકોની સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ - ભાગ ૨
એક વાર્તા સાંભળીને બાળકો તમારે શબ્દમા આપેલ ત્રણ અંકોની સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ લખતા શિખવાનુ
છે.
૯. એકમ ૨ “સંખ્યાની ગમ્મત” ત્રણ અંકોની સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ - ભાગ ૩
બાલકો જ્યારે તમે ત્રણ
અંકોની સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ લખતા હોવ છો ત્યારે કેટલીક ભુલો થતી હોય છે જે ભુલોને
આપણે સમજીશુ અને સંખ્યાનું સાચુ વિસ્તૃત સ્વરૂપ લખીશુ.
પ્રાથમિક શિક્ષણને લગતી તમામ સાચી અને સારી માહિતી ગુજરાતી ભાષામા મેળવવા માટે અમારા ગુજરાતી પરિવારના, “My Gujarat Words” Facebook Page ને લાઈક અને ફોલોવ કરવાનુ ભુલશો નહી.
આભાર...
જય જય ગરવી ગુજરાત...
0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો
Please Do Not Add Any Spam Link