Manav Garima Yojana Online Apply | Manav Garima Yojana Online Application

"માનવ ગરિમા યોજના" ૨૦૨૧ શુ છે, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી, એપ્લિકેશન ફોર્મ ક્યાથી લેવુ, માનવ ગરિમા યોજનાનુ ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ, ઓફલાઇન અરજી ક્યા કરવી, માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે ક્યા ક્યા ડોક્યુમેંટની જરૂર પડે છે, વગેરે પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામા મેળવીશુ.
 
MANAV-GARIMA-YOJANA-FORM-ONLINE-AAPLY-GUJARATIMA

What is Manava Garima Yojana 2021?

Manava Garima Yojana વિષે જાણીયે તો ગુજરાત સરકારે રાજ્યના અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જાતિઓ, ઓબીસી અને પછાત વર્ગોના લોકોને પોતાના વ્યવસાય આર્થિક મદદ મળી રહે તે હેતુથી સરકાર તેમને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે અમુક નાણાકિય સહાય આપે છે જેને માનવ ગરિમા યોજના તરીકે ઓળખવામા આવે છે.
 
માનવ ગરિમા યોજના ૨૦૨૧નો મુખ્ય ધ્યેય ઉપરોક્ત જાતિઓમાં ઉદ્યમવૃત્તિ, વ્યક્તિઓને પર્યાપ્ત આવક અને સ્વ રોજગાર ઉત્પન્ન કરવા માટે પ્રોત્સાહન માટેનો છે. સરકાર સામાજિક રીતે પછાત વર્ગને પોતાના વ્યવસાયને અનુરૂપ વધારાના સાધનો કે ઉપકરણો પણ પ્રદાન કરશે જેથી તેઓ તેમના સ્થાનિક વ્યવસાયોને સરળતાથી ચાલુ રાખી શકે. 
 

Who can apply for Manav Garima Yojana 2021-22 Gujarat?

Manav Garima Yojana 2021-22 નો લાભ લેવા માટે તમારે નીચેની બાબતોને ધ્યાનમા લેવી.
  • માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે તમારે Online Application કરવી ફરજીયાત છે
  • અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય કક્ષાએ રૂ. ૧૨૦૦૦૦/- અને શહેરી કક્ષાએ રૂ. ૧૫૦૦૦૦/- છે
  • અરજદારની ઉમર ૧૮ વર્ષથી ૬૦ વર્ષ સુધીની હોવી જોઇએ
  • આ યોજનાનો લાભ કુટુંબના કોઇ એક સભ્યને જ મળવા પાત્ર છે
  • અગાઉના વર્ષે આ શાખામાથી કે અન્ય કોઇ વિભાગમાથી સહાય મળેલી હોવી ન જોઇએ
 

How to apply online for Manav Garima Yojana 2021?

Manav Garima Yojana 2021 નો લાભ લેવા માટે નીચે આપેલ લિંક પર ટીક કરિને તને apply online કરી શકો છો. જે તમને સિધિ આ યોજનાની વેબસાઇટ પર લઈ જશે
 
જો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેનો ખ્યાલ ના આવે તો નીચેની લિંકમા તમને માર્ગદર્શિકા આપેલ છે તે તમે વાચી શકો છો.

જે મિત્રોને ઓનલાઇન અરજી કરતા ના ફાવે તેઓ ઓફલાઇન અરજી પણ કરી શકે છે, જેના માટે જરૂરી ફોર્મ અને અન્ય પત્રકોની વિગતવાર માહિતી આ મુજબ છે 
 

How to Download Manav Garima Yojama 2021 PDF Application Form?

માનવ ગરિમા યોજના PDF Application Form ડાઉનલોડ કરવા માટે તમને નીચે લિંક આપેલ છે તેના પર ટીક કરશો એક પેજ ખુલશે જેમા ફોર્મ ખુલશે તેમાથી ડાઉનલોડ ઓપ્શન પસંદ કરવુ.
 
 
માનવ ગરિમા યોજના Application Form સાથે તમારે એકરાર નામુ અને બાહેંધરી પત્રકની પણ જરૂર પડશે તેની PDF File ની લિંક આપેલ છે તેમાથી ડાઉનલોડ કરી શકો છો.
 
 
ક્યા ક્યા વ્યવસાયકારોને સાધન-ટૂલ કિટ્સ આપવામાં આવશે?
 
મિત્રો સરકારે ૨૮ પ્રકારના વ્યવસાયોની યાદી આપેલ છે જે લોકોને સરકાર તરફથી સાધન-ટૂલ કિટ્સ આપવામાં આવશે.
 
કડીયાકામ
સેન્‍ટીંગ કામ
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
મોચીકામ
દરજીકામ
ભરતકામ
કુંભારીકામ
વિવિધ પ્રકારની ફેરી
પ્લમ્બર
બ્યુટી પાર્લર
ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
સુથારીકામ
ધોબીકામ
સાવરણી સુપડા બનાવનાર
દુધ-દહી વેચનાર
માછલી વેચનાર
પાપડ બનાવટ
અથાણા બનાવટ
ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
પંચર કીટ
ફ્લોર મીલ
મસાલા મીલ
રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
મોબાઇલ રીપેરીંગ
પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
હેર કટીંગ (વાળંદ કામ)
રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)
 
માનવ ગરિમા યોજના online / offline અરજી સાથે જોડવાના થતા જરૂરી Documents List
 
આધાર કાર્ડ
રેશન કાર્ડ
રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ પૈકી કોઈ એક)
અરજદારની જાતિ નો દાખલો
વાર્ષિક આવક નો દાખલો
અભ્યાસનો પુરાવો 
 

Start Date of Manav Garima Yojana: 12/07/2021

Last Date of Manav Garima Yojana: 09/08/2021

મિત્રો માહિતી સારી જણાઇ હોય તો તમારા જરૂરીયાતવાળા સ્નેહી મિત્રોને શેર કરજો. દરરોજ સારી અને સાચી માહિતી ગુજરાતી ભાષામા મેળવવા માટે અમારા ગુજરાતી પરિવારના ફેસબુક પેજ, “My Gujarat Words” ફોલોવ કરો, લાઇક કરો અને શેર કરો.... આભાર........ જય જય ગરવિ ગુજરાત