21 February Aaj No Din Vishesh ।  Gujarati Current Affairs 21 February 2023

૨૧ ફેબ્રુઆરી આજનો દિન વિશેષ, 21 February કરંટ અફેર્સ 2023: આજ રોજ સૂર્યકાન્ત ત્રિપાઠી "નિરાલા"ની જન્મજયંતિ અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પણ છે તેમજ આજના કરંટ અફેર્સ 21 February મા જનરલ નોલેજ પણ મેળવીશુ.  

21 February Aaj No Din Vishesh

૨૧ ફેબ્રુઆરી દિન વિશેષ: સૂર્યકાન્ત ત્રિપાઠીની જન્મજયંતિ

“નિરાલા” ના તખલ્લુસથી લખતા અને હિન્દી સાહિત્યમાં છાયાવાદના ચાર સ્તંભો પૈકીના એક સૂર્યકાન્ત ત્રિપાઠીનો જન્મ ૨૧ ફેબ્રુઆરી,૧૮૯૬ ના રોજ પશ્ચિમબંગાળના મેદિનીપુર જિલ્લાના મહિષાદલમાં થયો હતો. 
 
પરંતુ તેઓ મૂળ ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના ગઢકોલાના વતની હતા. તેમનું ભણતર બંગાળ અને લખનઉમાં થયું હતું. તેઓએ મહિષાદલ રાજ્યની સેવામાં યોગદાન આપ્યું હતુ. કોલકાતાથી પ્રકાશિત થતી સમન્વયનું સંપાદન કર્યું. લખનઉમાં ગંગા પુસ્તકમાલા કાર્યાલયમાં અને ત્યાંથી પ્રકાશિત થનાર સુધા માસિક પત્રિકાનું સંપાદન કર્યું હતુ. 
 
નિરાલાજીએ પત્નીને સહકાર આપવા હિન્દી શીખી લખવાનું શરૂ કર્યું હતું. રામચરિતમાનસને પ્રિય ગ્રંથ માનતા નિરાલાજી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને ટાગોરને પોતાના આદર્શો ગણતા હતા. છતાં સાહિત્યકાર તરીકે તેમની છબી વિદ્રોહી, ક્રાંતિકારી હતી.પિતાની ઈચ્છા વિરુદ્ધ નિરાલાજી પોતાના વિચારોને પ્રગટ કરતાં હતાં. 
 
કવિતા, નવલકથા, વાર્તા જેવા અનેક સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ કરનાર નિરાલાજી હિન્દી સાહિત્યના સૌથી ચર્ચિત કવિઓ પૈકીના એક છે. હિન્દી સાહિત્ય ક્ષેત્રે તેમણે આરાધના, નયે પત્તે, ગીત કુંજ, પરિમલ અને ગિતિકા જેવી કવિતાઓનુ પ્રદાન કર્યુ છે. તદઉપરાંત નિરૂપમા, કુલ્લુ લાટ, પ્રભાવતી, અપ્સરા જેવા ઉપન્યાસ પણ રચ્યા છે. 
 
તેમના વાર્તા સંગ્રહમાં ચતુર ચમાર અને લિલી અને નિબંધલેખનમાં પ્રબંધ પ્રતિમા, ચાબુક, પ્રબંધ પધનો પણ સમાવેશ થાય છે. તેઓ ખૂબ જ જ્ઞાની હતા. તેઓ હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી અને બંગાળી ભાષાનુ જ્ઞાન ધરાવતા હતા. નિરાલાજી વગર હિન્દી સાહિત્ય કેવું હોત તેવી કલ્પના સુધી તેમના યોગદાનની ચર્ચા થઈ છે. 
 
૨૦મા સૈકાના ભારતના અવાજ સમા નિરાલાજીનું ૧૫ ઓક્ટોબર, ૧૯૬૧ ના રોજ અલ્હાબાદમાં અવસાન થયું હતું. ૧૫ ઓક્ટોબર, ૧૯૭૬ ના રોજ ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તેમના માનમાં એક ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી.
 

૨૧ ફેબ્રુઆરી દિન વિશેષ: આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧ મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ International Mother Language Day તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે.
 
બાળક સૌ પ્રથમ જે ભાષામાં ‘મા’ બોલતા શીખે ઈ ભાષા. એવું કહેવાય છે કે માતૃભાષા એટલે… મા નો ખોળો. માતૃભાષા દિવસની ઉજવણીનો હેતુ જ વિવિધ સંસ્કૃતિનો અને વિવિધ ભાષાઓનો સ્વીકાર છે. દરેક ભાષા સાથે એનું સાહિત્ય જોડાયેલું હોય છે અને એની સાથે એની સંસ્કૃતિ પણ.
 
ભાષા ગમે તે પ્રાંતની હોય તો પણ પોતાની તો 'મા' જ રહેશે. ગુજરાતી ભાષાનું ગૌરવ દર્શાવતી શ્રી ઉમાશંકર જોષી રચિત અમર રચના, 

"જે જન્મતાં આશિષ હેમચંદ્રની પામી, વિરાગી જિનસાધુઓએ એ જેનાં હિંચોળ્યા મમતાથી પારણા, રસપ્રભા ભાલણથઇ હતી જે નાચી અભંગ નરસિંહ- મીરાં અખા તણે નાદ ચડી ઉમંગેઆયુષ્મતી લાડલી પ્રેમભટ્ટની દ્રઢાય ગોવર્ધનથી બ
ની જે, અર્પેલ કાન્ત, દલપત પુત્રે તે ગુર્જરી ધન્ય બની ઋતુંભરા ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી."

૨૧ ફેબ્રુઆરી દિન મહિમા જનરલ નોલેજ

  • 1613 – માઈકલ રોમારોવ રશિયાના ઝાર બન્યા અને ત્યારથી ત્યાં રોમાનોવ રાજવંશનું શાસન સ્થાપિત થયું.
  • 1707- ઔરંગઝેબનું અહમદનગરમાં અવસાન થયું.
  • 1795 – ડચ લોકોએ સિલોન, શ્રીલંકા અંગ્રેજોને સોંપ્યું.
  • 1842 – અમેરિકામાં સિલાઈ મશીનની પેટન્ટ કરવામાં આવી.
  • 1848 – કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એંગલ્સે સામ્યવાદી પક્ષનો મેનિફેસ્ટો પ્રકાશિત કર્યો.
  • 1907 – અંગ્રેજી ભાષાના કવિ એડનનો જન્મ.
  • 1914 – બર્જુનનું યુદ્ધ શરૂ થયું.
  • 1916 – પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ફ્રાંસમાં બર્ડનનું યુદ્ધ ફાટી નીકળ્યું.
  • 1919- બાવરેવાના વડા પ્રધાન કુર્ટિજનરની મ્યુનિકમાં હત્યા કરવામાં આવી હતી.

૨૧ ફેબ્રુઆરી દિન વિશેષ: મહત્વની ઘટનાઓ

  • 1959 – નવી દિલ્હીમાં પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાની સ્થાપના.
  • 1963 – સોવિયેત સંઘે યુનાઇટેડ સ્ટેટ્સને ચેતવણી આપી કે ક્યુબા પર હુમલો વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે.
  • 1974 – યુગોસ્લાવિયાએ બંધારણ સ્વીકાર્યું.
  • 1975 – સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગે કબજા હેઠળના આરબ પ્રદેશોમાં તેની દમનકારી ક્રિયાઓ માટે ઈઝરાયેલની સખત નિંદા કરી.
  • 1981 – નાસાએ કોમસ્ટર-4 ઉપગ્રહ લોન્ચ કર્યો.
  • 1986 - દક્ષિણ આફ્રિકાની સરકારે જોહાનિસબર્ગ અને ડરબનને અશ્વેતો માટે ખોલ્યા.
  • 1990 - કંબોડિયાના વડા પ્રધાન હુન સેને બેંગકોકમાં પ્રિન્સ સિંઘાનુક સાથે શાંતિ મંત્રણા કરી.
  • 1991 – અલ્બેનિયામાં, રાષ્ટ્રપતિએ પોલીસ બળવા પછી નવી સરકારની રચનાની જાહેરાત કરી.

21 February Today Current Affairs in Gujarati 2023