ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા જે વિધ્યાર્થીઓ બિન અનામત કેટેગરીમા આવે છે તેમના માટે ખાસ ત્રણ પ્રકારની સહાય આપવામા આવે છે.

  • ભોજન બીલ સહાય
  • JEE,GUJCET,NEET પરીક્ષા માટે કોચિંગ સહાય
  • કોચિંગ સહાય

 

બિન અનામત વર્ગના વિધ્યાર્થી માટે શૈક્ષણિસ, સ્કોલરશિપ સહાય યોજના

ઉપરોક્ત યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે, ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, લાભ લેવા માટે અરજી કઈ રીતે કરવી તમામ પ્રશ્નોની સારી અને સાચી માહિતી પોષ્ટમા મેળવીશુ

બિન અનામત વર્ગના વિધ્યાર્થી માટે શૈક્ષણિસ, સ્કોલરશિપ સહાય યોજના

. ભોજન બીલ સહાય

સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેક્નિકલ, પેરામેડીકલમાં અભ્યાસ કરતા હોય અને પોતાના પરિવારથી દૂર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા હોય અને તાલુકા બહાર રહીને અભ્યાસ કરતાં હોય તેવા સરકારી/ અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સીધી સહાય બેંકમા જમા, ૧૦ માસ માટે માસિક રૂ. ૧૨૦૦/- લેખે ભોજન સહાય મળે છે.

કોઈપણ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયમાં રહીને ધો. થી ૧૨ માં અભ્યાસ કરતી માત્ર કન્યાઓને ફૂડ બિલ મળવાપાત્ર થશે.

:: યુવા સ્વાવલંબન યોજના રૂ. ૧૨૦૦૦/- થી રૂ. ૨૦૦૦૦૦/- સુધીની સહાય ::

યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રો

  • નિયત નમુનાની અરજી.
  • આધારકાર્ડની નકલ
  • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર.
  • આવકનું પ્રમાણપત્ર.
  • રહેઠાણનો પુરાવો.
  • ઉંમરનો પુરાવો. (જન્મનું પ્રમાણપત્ર/લિવિંગ સર્ટી.)
  • ધોરણ-૧૨ અથવા છેલ્લા વર્ષની માર્કશીટની નકલ.
  • અરજદારની બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ.
  • હોસ્ટેલમાં માસિક ભોજન બીલ ભરેલ/ ભરવાપાત્ર હોય તેના પુરાવા.
  • એડમિશન લેટર (શાળા/ કોલેજ).
  • એડમિશન લેટર (હોસ્ટેલનો)
  • હોસ્ટેલ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા સંચાલિત છે તેનો પુરાવો.
 
બિન અનામત વર્ગના વિધ્યાર્થી માટે શૈક્ષણિસ, સ્કોલરશિપ સહાય યોજના
 

. JEE, GUJCET, NEET પરીક્ષા માટે કોચિંગ સહાય

ધોરણ - ૧૨ ના વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછી મેડિકલ, એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે જરૂરી પરીક્ષાઓ જેવી કે JEE,GUJCET, NEET ની તૈયારીના કોચિંગ માટે, ધોરણ- ૧૦ માં ૭૦  હોય તેવા વિદ્યાર્થીઓને 03 (ત્રણ) વર્ષ તેવા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચિંગ માટે વિદ્યાર્થીદીઠ વાર્ષિક રૂ. ૨૦૦૦૦/- અથવા ખરેખર ફી બે પૈકી જે ઓછું હોય તે વિદ્યાર્થીઓને સીધી સહાય બેંક ખાતામા મળવાપાત્ર થશે.

  • જેમા કુટુંબની વાર્ષિક આવક આવક મર્યાદા રૂ. .૫૦ આખ છે
:: પાલક માતા-પિતા યોજના, ૦ થી ૧૮ વર્ષ સુધી દર મહીને રૂ. ૩૦૦૦/- સહાય ::  

યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રો

  • નિયત નમુનાની અરજીપત્રક
  • આધારકાર્ડની નકલ.
  • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર.
  • આવકનું પ્રમાણપત્ર.
  • ઉંમરનો પુરાવો. (જન્મનું પ્રમાણપત્ર/ લિવિંગ સર્ટી.)
  • રહેઠાણનો પુરાવો.
  • ધોરણ - ૧૧ ની માર્કશીટની નકલ.
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ.
  • સ્કૂલ, કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર (બોનફાઇડ સર્ટી.)
  • ધોરણ - ૧૦ ની માર્કશીટની નકલ.
  • કોચિંગ કલાસ સમાજ/ ટ્રસ્ટ/ સંસ્થા સંચાલિત છે તો તેનો રજિસ્ટ્રેશન નંબર તેમજ સંસ્થાના 3 વર્ષના અનુભવનો પુરાવો.
  • ભરેલ/ ભરવાપાત્ર કોચિંગ ફી નો પુરાવો.
બિન અનામત વર્ગના વિધ્યાર્થી માટે શૈક્ષણિસ, સ્કોલરશિપ સહાય યોજના

. કોચિંગ સહાય

  • ધોરણ - ૧૧ અને ૧૨ માં વિજ્ઞાન પ્રવાહના કોચિંગ માટે વાર્ષિક સહાય

ધોરણ-૧૦ માં ૭૦% મેળવેલ હોય અને કોચિંગ ક્લાસમાં ભણતાં ધોરણ-૧૧,૧૨ ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સીધી સહાય બેંક ખાતામા મળવાપાત્ર,  પ્રતિ વર્ષ વાર્ષિક સહાય રૂ. ૧૫૦૦૦/-  સહાય મળવાપાત્ર થશે

  • ધોરણ- ૧૦ માં ૭૦% કે તેથી વધુ ટકાવારી હોવી જરૂરી છે
  • જેમા કુટુંબની વાર્ષિક આવક આવક મર્યાદા રૂ. .૫૦ આખ છે

યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રો

  • નિયત નમૂનાની અરજી
  • આધારકાર્ડની નકલ.
  • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર.
  • આવકનું પ્રમાણપત્ર.
  • રહેઠાણનો પુરાવો.
  • જન્મનું / લિવિંગ સર્ટી.
  • પ્રિન્સિપાલનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું સર્ટિફિકેટ.
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાંની ઝેરોક્ષ નકલ.
  • ધોરણ - ૧૦ ની માર્કશીટની નકલ.
  • ટ્યુશન ક્લાસની વિગત. (ભરેલ અને ભરવાપાત્ર ફી સાથે.)
 

સહાય મેળવવા માટે તમારે online apply કરવાનુ રહેશે

https://gueedc.gujarat.gov.in/

હેલ્પ લાઇન નંબર: ૦૭૯-૨૩૨૫૮૬૮૮, ૦૭૯-૨૩૨૫૮૬૮૪

 

અરજી થઈ ગયા બાદ અરજીની પ્રિન્ટ કરી ડોક્યુમેન્ટ સાથે આપના જિલ્લાની જીલ્લા નિયામક (વિ.જા.)ની કચેરી ખાતે જમા કરાવવાની રહેશે. અન્યથા અરજી માન્ય ગણાશે નહી.

આપણાં બિન અનામત વર્ગના પરિવારો સરકારી યોજનાની માહિતીના અભાવે આવી યોજનાઓનો લાભ લેતા નથી, તો આવો તેમને જાગૃત અને માહિતગાર કરીએ...

તમામ બિન અનામત વર્ગના મિત્રોએ યોજનાનો મેસેજ પોતાના ફેમિલી ગ્રુપમાં તેમજ સમાજનાં ગ્રુપમાં મોકલી આપવો, જેથી જરૂરિયાતમંદ સુધી પહોંચે અને વધુમાં વધુ જરૂરિયાતમંદ એનો લાભ લઈ શકે...

દરરોજ અપડેટ માટે તેમજ ગુજરાતી પરિવાર સાથે જોડવવા માટે “My Gujarat Words” ફેસબુક પેજને લાઇક કરો અને ફોલોવ કરો તેમજ બીજા ૧૦૦ ગુજરાતી પરિવાર સભ્યોને જોડો.... જય જય ગરવી ગુજરાત