રોજ રાતે પિઓ ૧ ગ્લાસ આ ખાસ દૂધ, વજન ઘટાડવાની સાથે ખાંસીમાં પણ રાહત આપશે

કોરોના મહમારીમા ખાસ કરીને આપણા ઘરહથ્થું ઊપચારનું પરીણામ ખૂબ જ સારુ આવ્યું છે. જેમા આ શિયાળાની ઋતુમાં હળદરવાળું દૂધ એંટીબાયોટીક્સ અને ઔષધિય ગુણોથી ભરપુર છે જે આપણા સ્વાસ્થ્ય માટે આશિર્વાદ સમાન છે.

Golden Milk, Ayurvedic, In Gujarati 2021
 

પહેલાના સમયથી લઈને આજે પણ હળદરવાળું દૂધ આપણે પીએ છીએ. નાની-મોટી ઇજા થઇ હોય કે પછી શરદી કે ઊધરસ, આ તમામ સમસ્યાઓના માટે એક જ દવા, હળદરવાળું દૂધ છે. સાચું ને મિત્રો?

 

હળદરવાળું દૂધ શા માટે? Why Golden Milk?

હળદરમાં એંટીબાયોટીક્સ હોય છે અને દૂધમાં કેલ્શિયમ હોય છે. આ બન્ને એકબીજા સાથે ભળવાથી તેની શક્તિ અને ગુણોમાં વધારો થાય છે. મનુષ્યના શરિરના ઘણા રોગોને નિવારે છે.

 

:: ઘરે બનાવો આ ૩ પ્રકારની આયુર્વેદિક ચા, કેવી રીતે બને, શું ફાયદા છે? 

 

હળદરવાળું દૂધ ક્યાં ક્યાં રોગોમાં ફાયદાકારક છે? 

Benefits of Golden Milk in Gujarati


૧. હાડકાના સાંધાના દુ:ખાવવામાં રાહત કરે છે

હળદરમાં એંટી ઈંફ્લેમેટરીનો એક ખાસ ગુણ છે. શિયાળામાં અને મોટી ઉમરના વ્યક્તિઓમાં સાંધાના દુ:ખવાની ઘણી ફરિયાદ હોય છે. જેમા આ દૂધ દર્દને ઘટાડે છે.

૨. શરદી – ઉધરસમાં રાહત આપે છે

હળદરવાળા દૂધમાં રહેલા એન્ટી બાયોટિક્સ આપણા લોહીમાં ફ્રી રેડિકલ સેલ્સથી લડે છે. માટે દરેક બદલાતી ઋતુમાં

હળદરવાળું દૂધ પીવાથી શરદી, ઉધરસ, ગળામાં દુ:ખાવો અને તાવથી બચી શકાય છે.

૩. વજન ઘટાડે છે

આજના સમયનો સૌથી મોટો પ્રશ્ન છે, મારે વજન ઘટાડવા શું કરવું જોઇએ? તેનો જવાબ છે હળદરવાળા દૂધ. હળદરમાં મિનરલ્સ અને કેલ્શિયમ જે શરિરની વધારાની ચરબીને બાળે છે અને વજન ઊતારવામાં મદદ કરે છે.

૪. હ્રદયને સ્વસ્થ રાખવા માટે

હળદરમાં એંટી ઈંફ્લેમેટરી પ્રોટીન હોય છે, આપણા હ્રદયને નિરોગી બનાવે છે. તેમજ આપણા લોહીમાં શુગરનું પ્રમાણ જળવાઇ રહે છે.

૫. હાડકા મજબૂત બનાવે છે

હળદર અને દૂધ વિટામીન ડી અને કેલ્શિયમનો મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે. જેના સેવનથી આપણાં હાડકા ખૂબ મજબૂત બને છે. હાડકાનું ફેક્ચર અને ડેમેજ દૂર કરવામાં મદદ કરે છે.

૬. રાત્રે ઊંઘ સારી આવે છે

હળદરમાં અમિનો એસિડ પણ હોય છે જેનાથી મગજને પુરતો આરામ મળવાથી રાત્રે ઊંઘ સારી આવે છે. જે લોકોને અનિંન્દ્રાની તકલિફ હોય તેઓએ રોજ રાત્રે ૧ ગ્લાસ હળદરવાળા દૂધ પીવું જોઇએ.

The Ayurveda in Gujarati ઉપચાર માટેની અવનવી માહિતી આપને મળતી રહેશે.  

મિત્રો મને આશા છે કે આ માહિતી આપને જરૂર ગમી છે. પોસ્ટને લાઈક કરો, કમેંટ લખો, “My Gujarat Words” ફેસબુક પેજને ફોલોવ કરો. પોસ્ટને તમારા સોશિયલ મિડીયામા શેર કરો...... જય જય ગરવી ગુજરાત.....