કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ ખેડૂતોને Tar Fencing Yojana 2020-21 અંતર્ગત વન્ય પ્રાણીઓ દ્વારા ખેડુતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ બનાવવા માટે ૫૦ % સબસીડી જાહેર કરવામાં આવી છે. જે માટે ઓનલાઈન કરવાની રહેશે.

kantali-vad-yojana-in-gujarati-2021
 

Tar Fencing Yojana માટે online apply કેવી રીતે કરવુ, જરૂરી documents, form, કેટલી રકમ મળશે, આ તમામ પ્રશ્નોના જવાબ આપણે કાંટાળી વાડ યોજના ગુજરાતીમા પોષ્ટ મેળવીશુ.

 

Tar Fencing Yojana Gujarat 2021, અંતર્ગત કેટલી રકમ કે સહાય ચૂકવવામા આવે છે?

 

જે મુજબ રૂ. ૨૦૦ પ્રતિ રનીંગ મીટર અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછું હોઈ તે મુજબ સહાય રાખવાનું રહેશે. યોજના હેઠળ ચુકવવાપાત્ર સહાય બે તબક્કામાં ચુકવવામાં આવશે.

પ્રથમ તબક્કામાં ખેડૂતો દ્વારા થાંભલા ઉભા કર્યાની ચકાસણી કર્યા બાદ ૫૦% સહાયની( રૂ. ૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે) ચુકવણી કરવામાં આવશે અને

બીજા તબક્કાની ચુકવવા પાત્ર ૫૦% સહાય ( રૂ. ૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે) સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા નિમાયેલ થર્ડ પાર્ટીનો જી.પી.એસ લોકેશન ટેગીંગ સહિતનો ઇન્સ્પેકશન રિપોર્ટ મળ્યા બાદ ચુકવણી કરવામાં આવશે.

 

:: ૨૦૨૧, સ્મામ કિસાન યોજના, ખેતીના સાધનો ખરિદો, ૪૦% થી ૬૦% સબસિડી સાથે

:: ૨૦૨૧, મુખ્યમંત્રી અમ્રુતમ યોજના, મા કાર્ડ રૂ. ૫ લાખ સુધીની મેડિકલ સહાય

તાર ફેંસિંગ યોજના ગુજરાત ૨૦૨૧

Tar Fencing Yojana in Gujarari 2021, માટેના સ્પેસિફિકેશન

૧. થાંભલા ઉભા કરવા માટે ખાડાનુ માપ : ૦.૪૦ x ૦.૪૦ x ૦.૪૦ મીટર

થાંભલાની સાઇજ: (સિમેંટ કોંક્રિટના પ્રિટ્રેસ્ટ અને પ્રિકાસ્ટ થાંભલા, એપ્રુવ્ડ ક્વોલોટિના, ઓછામા ઓછા ચાર તાર વાળા અને મિનિમમ ડાયામીટર ૩.૫૦ એમ.એમ.)

૨. બે થાંભલા વચ્ચેનુ ઓછામા ઓછુ અંતર ૩ મીટર

૩. દર પંદર મીટરે સહાયક થાંભલા બન્ને બાજુ મુકવાના રહેશે તેનુ માપ / સાઈજ મૂળ થાંભલા મુજબ રહેશે

૪. થાંભલાના પાયામા ૧ સિમેંટ: ૫ રેતી: ૧૦ કાળી કપચી મુજબ સિમેંટ કોંક્રિટથી પાયામા પુરાણ કરવાનુ રહેશે

૫. કાંટાળા તાર માટેના લાઇન વાયર તથા પોઇંટ વાયરના મિનિમમ ડાયમિટર ૨.૫૦ એમ.એમ. વત્તા‌-ઓછાનુ પ્રમાણ ૦.૦૮ એમ.એમ. રહેશે. કાંટાળા તાર આઇ.એસ.આઇ. માર્કાવાળા, ગેલ્વેનાઇજ, ડબલ વાયર અને જી.આઇ. કોટેડ હોવા જોઇએ.

  

:: ૨૦૨૧, વ્હાલી દીકારી યોજના, રૂ. ૧ લાખ ૧૦ હજારની સહાય

:: ૨૦૨૧, પાલક માતા-પિતા યોજના, દર મહિને રૂ.૩૦૦૦/- હજારની સહાય, ૦ થી ૧૮ વર્ષ સુધી

 

Kantali Vad Yojana Gujarat માટેના જરૂરી Documents

૧. ૭-૧૨ ૮ અ ઉતારા

૨. આધાર કાર્ડની નકલ

૩. બેંક પાસબુકની નકલ

 

Kantali Vad Yojana Gujarat ઓનલાઇન અરજી કઈ રીતે કરવી? કાંટાળી વાડ યોજનાનો લાભ લેવા માટે તમારે i khedut પોર્ટલથી online application એપ્લિકેશન કરવાની છે.

 

૧.  i khedut પોર્ટલથી ઓપન કરો

૨. તેની સાઈટ ખુલશે તેમા “યોજના” લખેલુ છે તેમા ટીક કરો.

૩. એક મેનુ ખુલશે તેમા “close” લખેલુ છે તેના પર ટીક કરો.

૪. તેમા બધી યોજના ખુલશે જેમા તમારે “ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ” વાળા ખાનામા “વિગતો માટે અહી ક્લિક કરો” તેના પર ટીક કરો.

૫. જેમા નીચે ૬ નમ્બરના ખાનામા “અરજી કરો” લખેલુ છે તેના પર ટીક કરો.

૬. પેજ ખુલશે તેમા “નવી અરજી કરવા ક્લિક કરો” લખેલુ છે તેના પર ટીક કરો.

૭. ગુજરાતી એક ફોર્મ ખુલશે તેમા તમારી બધી માગેલી વિગત લખો. લખાઇ ગયા પછી ફોર્મમા નીચે “અરજી સેવ કરો” લખેલુ છે તેના પર ટીક કરો.

૮. જે પેજ ખુલશે તેમા તમારો અરજી ક્રમાંક લખેલો હશે તેને નોટમા લખી લેવો અને જો મોબાઇલથી કામ કરતા હોય તો તેનો સ્ક્રિનશોટ પાડી લેવો.


ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૦૧-૨૦૨૧ છે.

 

કાંટાળી વાડ યોજનાની વેબસાઈટ (Apply Online)

કરેલી અરજીનુ કામ ક્યા પહોચ્યુ જાણવા માટે મેન વેબસાઈટમા “અરજદારની સુવિધા” પર ટીક કરવુ.

તમામ જીલ્લાની ખેતિવાડી અધિકારી, ઓફિસ નમ્બર (Helpline Number) માટે મેન વેબસાઈટમા “સંપર્ક” પર ટીક કરવુ.

 

મિત્રો મને આશા છે કે “તાર ફેંસિંગ યોજના ગુજરાત ૨૦૨૧” પોષ્ટ્ને વાચ્યા પછી તમારા માટે આ યોજનાનો લાભ લેવાનુ કામ સરળ બનશે. તમારા સોશિયલ મિડિયામા આ પોષ્ટ્ને શેર જરૂર કરજો જેથી અન્ય ખેડૂત મિત્રો પણ આ યોજનાનો લાભ લઇ શકે..........આભાર.........