પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 2022 | PMJAY MA Card 2022

PMJAY MA Card, PMJAY Yojana, Ayushman Bharat Card, PMJAY MA Yojana in Gujarati, Pradhanmantri Jan Aarogya Yojana MA Yojana 2021

નમસ્કાર મિત્રો

આપ સૌ સ્નેહી મુખ્યમંત્રી અમૃતમ “મા યોજના”, “મા વાત્સલ્ય યોજના” અને આયુષ્માન ભારત “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” વિષે પૂરા માહિતગાર હશો. પરંતુ આ તમામ યોજનાના લાભાર્થીઓને એક સરખો લાભ મળી રહે તે માટે “PMJAY-MA” નવી યોજના ઘડીને એક માં સમાવેશ કરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. “PMJAY MA Yojana in Gujarati”, “PMJAY MA Card” આર્ટિકલમાં આપણે તેના વિષે સારી અને સાચી માહિતી મેળવીશું.

Ayushman Bharat Card, Pradhanmantri Jan Arogya Card, PMJAY Ma Card, PMJAY Card

આયુષ્માન ભારતપ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના /"પી.એમ.જે.એ.વાય મા કાર્ડ“ યોજના:

ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે "મુખ્યમંત્રી અમૃતમ", "મા યોજના"  તા.૪/૯/૨૦૧૨થી અમલમાં મુકેલ.

“મા” યોજનાનો વ્યાપ વધારી મધ્યમ વર્ગના પરિવારો માટે “માવાત્સલ્ય” યોજના તા. ૧૫/૦૮/૨૦૧૪ અમલી કરેલ.

આયુષ્માનભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિયત માપદંડો ધરાવતા સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ની યાદીમાં સમાવિષ્ટ પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂ. ૫ (પાંચ) લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડવા માટે તા. ૨૩/૦૯/૨૦૧૮થી અમલી કરેલ.

ગુજરાત સરકાર દ્વારા તા.૦૧/૦૩/૨૦૧૯થી “મુખ્યમંત્રીઅમૃતમ” અને માવાત્સલ્ય” યોજનાના તમામ લાભાર્થી પરિવારોને આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવાની શરૂઆત કરેલ.

આમ મુખ્યમંત્રી અમૃતમ “મા”, “માવાત્સલ્ય” અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું એક નામ “PMJAY-MA”, “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માં”. Ayushman Bharat Card, Pradhanmantri Jan Arogya Card, PMJAY Ma Card, PMJAY Card વગેરે નામથી પણ લોકો આ યોજનાને ઓળખે છે.  
 

"પી.એમ.જે.એ.વાય મા" યોજનાનો લાભ કોને મળે છે?

• “મા” યોજના: - ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો.

• “મા વાત્સલ્ય યોજના": -

૧. વાર્ષિક રૂ . ૪.૦૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમવર્ગના પરિવારો

૨. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના તમામ આશા બહેનો.

૩. માન્યપત્રકારો.

૪. રાજ્ય સરકારના વર્ગ- ૩અને વર્ગ-૪ના તમામ સંવર્ગોપરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક આપેલ ફિક્સ પગારના કર્મચારીઓ.

૫. યુ-વીન કાર્ડ ધારકો.

૬. વાર્ષિક રૂ.૬લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સીટીઝનો.

૭. રાજ્ય સરકારના જુદાજુદા જાહેર સાહસોના બિનસરકારી અધ્યક્ષશ્રી તથા બિનસરકારી ઉપાધ્યક્ષશ્રીઓ.

૮. સામાજિક રીતે વંચિત જૂથ (વૃદ્ધાશ્રમના વૃધ્ધો,અનાથઆશ્રમના બાળકો.વિધવાશ્રમની વિધવા બહેનો અને ત્યક્તાઓ,સાત્વિક જીવન જીવતા સાધુ-સંતો, માનસિક રોગીઓ તેમજ નિ:સહાય લોકો)

૯, પીડિતોનું ગ્રુપ (ગુજરાત વિકટીમ કોમ્પસેશન સ્કીમ-૨૦૧૯ના અસર ગ્રસ્તો- રેપવિકટીમ,એસિડ વિકટિમ,જાતિય હિંસાના ગુનાઓ જેવા બનાવોના અસરગ્રસ્તો)

૧૦. કોરોના વોરિયર્સના કુટુંબો (પોલીસ, સફાઈ કામદાર અને આરોગ્ય કર્મચારી)

૧૧. “PMJAY-MA યોજના” હેઠળ ૦ થી ૨૧વર્ષ સુધીની વય જૂથના બાળકો જે કોરોનાના સમયગાળા દરમિયાન અનાથ બનેલ હોય તેવા બાળકોનો સમાવેશ અને ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોના માતા કે પિતા બે માંથી કોઇ પણ એક વાલીનું કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામેલ હોય તેવા બાળકોનો સમાવેશ કરવામાં આવે છે.
 
આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભ:
Ayushman Bharat – Pradhanmantri Jan Arogya Yojana in Gujarati Benefits
  • પ્રતિ વર્ષ રૂ. ૫ લાખ સુધીની વિનામૂલ્ય સારવાર.
  • પ્રાથમિક, સેકન્ડરી અને ગંભીર બિમારીઓનો સમાવેશ.
  • હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન , કન્સલ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રીપોર્ટ, સર્જરી, સર્જરી બાદની અનુવૃત્તિ સેવાઓ , દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, ફોલો-અપ, મુસાફરી ખર્ચ વગેરેનો સમાવેશ.
  • યોજના હેઠળ લાભાર્થીઓને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા -જવાના ભાડા પેટે રૂ. ૩૦૦/- ની સહાય.
  • યોજના હેઠળ સંલગ્ન હોસ્પિટલ પાસે NABH/JCI for Quality in Healthcareનું પ્રમાણપત્ર હોય અને તેમાં રજીસ્ટર થયેલી હોય તેમને રાજ્ય દ્વારા પેકેજ દરોકરતા ૧૦ % વધારે રકમ ક્વોલિટિ ઇન્સેન્ટીવ તરીકે આપવાની જોગવાઇ.
 

PMJY MA Yojana Card - પી.એમ.જે.એ.વાય. મા યોજના કાર્ડ શું છે?

  • રાજ્ય સરકાર દ્વારા પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત લાભાર્થીને કાર્ડ કોમન સોફ્ટવેર (BIS) દ્વારા આધાર વેરિફિકેશન ફરજીયાત કરવામાં આવેલ છે.
  • જે “મા” | “માવાત્સલ્ય” કાર્ડ તા. ૧૮.૦૬. ૨૦૨૧ પહેલાથી નીકળી ગયેલ હોય તે કાર્ડને પણ સારવાર માટે પી એમ.જે.એ.વાય.ના સોફ્ટવેર થકી નોંધણી કરાવવાની રહેશે.
  • યોજના હેઠળ કોમન સર્વિસ સેન્ટર (CSC)/ઇ-ગ્રામ(VCE)/યુ.ટી.આઇ. ઇન્ફાસ્ટ્રચર ટેકનોલોજી એન્ડ સર્વિસિસલી (UTI-ITSL) /એન કોડએજન્સી, યોજના સાથે જોડાયેલ હોસ્પિટલો પરથી નિયત કરેલ પધ્ધતિ અનુસાર લાભાર્થીએ કાર્ડ કઢાવવાનું રહેશે.
  • પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત લાભ સમાન હોઇ લાભાર્થીને કોઇ પણ એક કાર્ડ થકી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
 

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનું કાર્ડ કેવી રીતે મેળવવું?

  • લાભાર્થીઓએ તેમના નજીકના કિઓસ્કની મુલાકાત લેવી.
  • હાલના MA અને MA વાત્સલ્ય કાર્ડ ધારકો માટે પ્રક્રિયા લાભાર્થીઓએ તેમના નજીકના કિઓસ્કની મુલાકાત લેવી.
  • કિઓસ્ક પર MA અને MA વાત્સલ્ય કાર્ડ બતાવવુ.
  • લાભાર્થીએ આધાર લિંક કરવાનું રહે ત્યાર બાદ કુટુંબની ઓળખ માટેના દસ્તાવેજો રજૂ કરવાના રહે.
  • ત્યાર બાદ જરૂરી દસ્તાવેજોની ચકાસણી માટે મોકલવામાં આવશે.
  • ચકાસણી અને મંજૂરી પછી PMJAY-ID સાથે નવું PMJAY-MA કાર્ડ જનરેટ થશે.
  • ઓપરેટર હાલમાં કાળા અને સફેદ રંગમાં કાગળ પર કાર્ડ છાપશે અને ત્યારબાદ પીવીસી આયુષ્માન કાર્ડ આપશે
  • લાભાર્થીને કાર્ડ વિના મૂલ્ય આપવામાં આવશે, લાભાર્થીએ એક પણ પૈસા ચુકવવાના રહેતા નથી.
  • પીવીસી આયુષ્માન કાર્ડ માટે ઓપરેટરને રકમની ચુકવણી સરકાર દ્વારા કરવામાં આવશે અને લાભાર્થી પાસેથી કાર્ડ મેળવવાની ખાતરી મળ્યા બાદ કરવામાં આવશે.
  • “મા” તથા “માવાસય" યોજનાના લાભાર્થીઓને અગાઉ આખા પરિવાર દીઠ એક કાર્ડ આપવામાં આવતું હતું તેના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખ કાર્ડ આપવામાં આવે છે.
 

“PMJAY-MA યોજના” અમલીકરણ

  • ઇશ્યોરન્સ મોડેલ કુટુંબદીઠ વાર્ષિકરૂ. ૫ (પાંચ) લાખ સુધીની કેશલેસ સારવાર.
  • “PMJAY-MA યોજના” અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા દ્વારા ૧૮ જીલ્લાઓ માટે બજાજ એલિઆન્ઝ જનરલ ઇન્શયોરન્સ કંપની લિમિટેડ અને ૧૫ જીલ્લાઓ માટે ઓરિએન્ટલ ઇન્શયોરન્સ કંપની લિમિટેડને નિયુક્ત કરેલ.
  • “PMJAY-MA” યોજનાના તમામ લાભાર્થીઓને IBP 2.0 પ્રમાણે કુલ ૨૬૮૧ પ્રોસિજરોનો લાભ મળવાપાત્ર છે.
  • જનરલ મેડિસીન પિડિયાટ્રીક મેડિકલમેનેજમેન્ટ મેન્ટલ ડીસઓર્ડર, નવજાત શિશુની બિમારીઓના તમામ લાભ ખાનગી હોસ્પિટલોમાં પણ મળવાપાત્ર થશે.
  • તા. ૦૧.૦૭.૨૦૨૧ના રોજથી PMJAY-MA” યોજના અંર્તગત રાજ્ય સરકારની બાલસખા અને ચિરંજીવી યોજનાનો સમાવિષ્ટ કરેલ છે.
  • PMJAY-MA” યોજનાના તમામ લાભાર્થીઓને નોર્મલ ડીલીવરી” ની પ્રોસિજરોનો લાભ આપવામાં આવે છે.
  • “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત લાભાર્થીની નોંધણી માટે ફરજીયાત આધાર કાર્ડ અથવા આઇરિસ થકી લાભાર્થીનું વેરિફિકેશન કરવાનો નિર્ણય કરેલ છે.
  •  “પી.એમ.જે.એ.વાય.- મા યોજના હેઠળ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો જેવી કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર ડિસ્ટ્રીક - સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલ અને કોલેજ માં વિના મુલ્ય સારવાર મળવાપાત્ર છે.
 

PMJAY Ma Yojana/PMJAY Yojana/Ayushman Bharat Yojana Toll Free No: ૧૦૪ / ૧૮૦૦ ૨૩૩ ૧૦૨૨ / ૧૪પપપ

PMJAY Ma Yojana/PMJAY Yojana/Ayushman Bharat Yojana Officially Website:

Ayushman card online apply:

https://ma.gujarat.gov.in

https://pmjaygujarat.gov.in

મુખ્યમંત્રી અમૃતમ “મા યોજના”, “મા વાત્સલ્ય યોજના”

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે મુખ્યમંત્રી અમૃતમ “માં” યોજના તા. 04/09/2012 થી અમલમાં મુકેલ છે

રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ “માં” યોજનાનો વ્યાપ વધારીને મધ્યમ વર્ગના પરિવારો માટે (કુટુંબના મહત્તમ પાંચ સભ્યો) માટે મુખ્યમંત્રી અમૃતમ “માં વાત્સલ્ય” યોજના તા. 15/08/2014 થી અમલ કરી છે.

કુટુંબદિઠ વાર્ષિક મહત્તમ રૂ. 500000/- (અંકે રૂપિયા પાંચ લાખ) સુધીની કેશલેશ સારવાર મળવાપત્ર છે.

યોજનાનો હેતુ:

ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અને મધ્યમવર્ગીય પરિવારો પોતાના પસંદગી વાળી ખાનગી કે સરકારી હોસ્પિટલમાથી સારી ગુણવત્તાયુક્ત સારવાર તદ્દન મફત મેળવી શકે.

"માં વાત્સલ્ય” યોજનાનો લાભ કોને મળી શકે?

Eligibility For Mukhyamantri Amrutum Yojana 2021, Gujarat.

 

  1. વાર્ષિક રૂ. 4.00 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો માટે
  2. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ આશા બહેનો માટે
  3. માન્ય પત્રકારો માટે
  4. રાજ્ય સરકારના વર્ગ -3 અને વર્ગ -4 ના તમામ સવર્ગો પરની જગ્યાઓ પર સીધી ભરતીથી નિમણૂક આપેલા ફિક્સ પગારના કર્મચારીઓ માટે
  5. યુ-વિન કાર્ડ ધારકો માટે
  6. વાર્ષિક રૂ. 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબના સિનિયર સિટીજનો માટે

 

“માં” અને “માં વાત્સલ્ય” કાર્ડ લાભ/ફાયદાઓ

Benefits, Features OF Mukhyamantri Amrutum Yojana 2020, 2021

Ma Amrutam Card Disease List in Gujarati.

 

  1. દાજી જવાના કિસ્સામાં
  2. હ્રદયની લગતી બીમારીની સારવાર – એનજીઑગ્રાફી, બાયપાસ, વાલ્વની સારવાર
  3. કિડનીને લગતી બીમારીની સારવાર
  4. મગજ તથા કરોડરજ્જુના રોગોની સારવાર
  5. નવજાત શિશુ તથા બાળકોની ગંભીર રોગોની સારવાર
  6. ગંભીર સકસ્માત
  7. કેન્સર જેવી જીવલેણ બીમારીની સારવાર

“માં વાત્સલ્ય” યોજનાનું કાર્ડ કઢાવવા માટેના જરૂરી આધાર/પુરાવા

Ma Card, Maa Vatsalya Card Document Gujarati PDF, In Gujarati.

 

  • “માં” કાર્ડ માટે બી.પી.એલ. કાર્ડ
  • “માં વાત્સલ્ય” યોજના કાર્ડ માટે રૂ. 2,50,000/- થી ઓછી આવકનો દાખલો/પ્રમાણપત્ર (કલેક્ટર કચેરી/મામલતદાર કચેરી/તલાટીનો દાખલો/પ્રમાણપત્ર)
  • રેશન કાર્ડ ( રેશન કાર્ડના હોય તો મામલતદારનું પ્રમાણપત્ર કે જેમાં અરજદાર આટલા વર્ષથી આ વિસ્તારમાં અથવા આ વોર્ડમાં રહે છે.
  • ઘરના મુખ્ય વ્યક્તિ તેમજ ઘરના તમામ સભ્યોના ફોટો આઈ.ડી. પ્રૂફ  (ચૂટણીકાર્ડ / આધાર કાર્ડ /પાનકાર્ડ / પાસપોર્ટ / ડ્રાઇવિંગ લાઇસન્સ)
  • 18 વર્ષથી નીચેના ઘરના સભ્યો માટે ફોટો આઇ.ડી. પ્રૂફ તરીકે આધાર કાર્ડ / જન્મનો દાખલો.  વાત્સલ્ય કાર્ડ દર 3 વર્ષે રિન્યૂ કરવાનું રહેશે 

ઉપરોક્ત તમામ આધાર પુરાવા ઓરિજિનલ અને તેની જેરોક્ષ કોપી સાથે (પરિવારના વધુમાં વધુ 5 સભ્યો) સાથે તમારા વિસ્તારમાં જ્યાં આ યોજનાનુ કેદ્ર છે ત્યાં જવું.

 

જો માહિતી ના હોય તો આ ટોલ ફ્રી નંબર પર ફોન કરવો

Ma Card Helpline Number: ૧૮૦૦ ૨૩૩ ૧૦૨૨

Maa Card, Maa Vatsalya Card Application Form 2020-21 | Ma Card Status Online | Gujarat

તેની વેબસાઇટ : www.magujarat.com

આપણે આપના પરિવાર માટે 2 થી 3 દિવસનો સમય કાઢીને તમામ પુરાવા ભેગા કરો અને આ યોજનાનો મફત લાભ મેળવો.

નોંધ : ગંભીર બીમારીની સારવાર માટે કોઈપણ પ્રાઈવેટ હોસ્પીટલમાં જાવ ત્યારે આ યોજનાનુ કાર્ડ સાથે ફરજિયાત લઈ જવું. અને તમે જે સારવાર મેળવવા માગો છો તે મફત થશે કે નહીં તે ખાસ જાણી લેવું. 


=> "પાલક માતા-પિતા યોજના" દર મહિને રૂ. ૩૦૦૦/-