આ શિયાળાની ઋતુમા ત્રણ પ્રકારની ઔષધિય ચા, માત્ર બે મિનિટમાં તૈયાર થઈ જશે, કેવી રીતે બનશે? શું ફાયદાઓ છે?

આ ગુલાબી ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે માત્ર ચા કે કોફી નહીં ભાઇ આ શીવાય ઘણાબધા આપણા દેશી ઔષધિય પીણા છે તે બનાવીને પિવો ભાઇ તો સારું. ચા કે કોફીએ તો ખરી કરી છે. ઔષધિય ચા પીવાથી શરીરને હૂંફ મળશે અને શિયાળામાં થતા ઈન્ફેક્શન દૂર થશે. તો ચાલો આજનું ત્રણ પ્રકારનુ ઔષધિય પીણાની બનાવટ અને તેનાથી થતા ફાયદા વીશે જાણીએ.

ગુજરાતી-આયુર્વેદિક‌-ચા-૨૦૨૧

૧. તજની ચા

તજની ચા કંઈ રીતે બનાવવી?

એક તપેલીમા ૨ કપ પાણી લો, ૪ લવિંગ નાખો, ૧ ચમચી તજનો પાવડર ઉમેરો અને ૧ કટકો આદું ચેપીને ઉમેરો પછી ૧૦ મિનિટ સુધી ઉકળો.

આ ઉકાળેલી ચા બની ગયા પછી ગાળીને તેમા થોડા ટીપા લીંબુનો રસ ઉમેરો અને ૧ ચમચી મધ ઉમેરીને ચમચીથી સારી રીતે મિક્ષ કરો અને પછી પિવો, મોજના ફુવારા છૂટશે વાલા.... પિઓ પિઓ.....

તજની ચા પીવાના ફાયદા:

  • તમને ગેસની તકલિફ હોય તો દૂર થાય છે
  • પાચન ક્રિયાને સારી બનાવે છે
  • શરિરમા લોહીના પરીભ્રમણને સરળ બનાવે છે
  • રોગપ્રતિકારક શક્તિ અને ગરમી વધારે છે જેથી ઠંડી સામે રક્ષણ મળે છે.
 
 

૨. કાહવા

યાદ છે કે ભુલી ગયા મને? વાડીયે દૂધ ના હોય તો શું બનાવો છો? મારો સ્વાદ યાદ છે કે ભુલી ગયા? હું છુ કાવો એટલે કે કાળી ચા. જેમા તપેલીમા જોઇતુ પાણી ભરીને ચાની થોડી ભુકી, ચપટી મીઠુ, લિમ્બુડીના પાન કે પછી લિંબુનો થોડો રસ અને જો લવિંગ હોય તો ઉમેરવું ને પછી ચૂલા પર ઉકાળવું ને બની ગયો કાવો.

પણ અહિતો અત્યારના આધુનિક કાહવાની વાત છે. કેમ કે ઘરમા મરીમસાલા વધી ગયા છે.

પાણી લઈને તેમા તજ, એલચી અને લવિંગ નાખો થોડિવાર ઉકાળો. પછી તેમા કેસર અને ગ્રીન ટી ઉમેરો ૧ મિનિટ સુધી ઉકળો. આ ચાને ગાળી લો તેમા થોડુ મધ અને બદામનો ભૂકો ઉમેરીને ચમચીથી મિક્ષ કરો અને સુરરરરરર.......... કરીને કાહવો પિવો.....  

 

કાહવો પીવાના ફાયદા:

  • શરિરને ડિટોક્સ કરે છે એટલે જેરી અને બિનઉપયોગી પદાર્થોને દૂર કરે છે
  • થાક અને કંટાળાને દૂર કરે છે
  • તેમા એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે સિઝનમાં થતા ઈન્ફેક્શનથી શરિરને બચાવે છે.
 

૩. લવિંગની ચા

લવિંગની ચા કેવી રીતે બનાવવી?

તપેલીમા થોડું પાણી લઈને ચાની ભુકી અને ૨ લવિંગ નાખીને તેને ઉકાળો. સારી રીતે ઉકાળીને ગાળી લો અને પિઓ.

ફાયદા:

  • આ ચામા મેગ્નેશિયમ હોય છે તેનાથી શરિરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
  • તેમા ફાઈબર પણ હોય છે જે પાચન ક્રિયાને સારી બનાવે છે
  • કબજિયાત જેવી પેટની સમસ્યાને દૂર કરે છે.
  • શરદી-ઉધરસમા પણ રાહત મળે છે

મિત્રો મને આશા છે કે આ માહિતી આપને જરૂર ગમી હશે. પોસ્ટને લાઈક કરો, કમેંટ લખો, “My Gujarat Words” પેજને ફોલોવ કરો. પોસ્ટને તમારા સોશિયલ મિડીયામા શેર કરો...... જય જય ગરવી ગુજરાત.....