આપણા ઘર, વાડી કે ખેતરમાં થતી બે મહત્વની વનસ્પતિ અજમો અને આધેડો. આપણાં જીવનમાં તેનું મહત્વ, ફાયદાઓ અને ઉપયોગ કરવાની રીત વિશે સારી માહિતી મેળવીશું.  

અજમો-આધેડો-ઔષધિય-વનસ્પતિ

1. અજમો

સંસ્કૃત નામ: યવાની

હિન્દી નામ: અજવાઇન, અજમાઇન
અંગ્રેજી નામ: Kings Cumin

અજમાનુ પ્રાપ્તિ સ્થાન: ભારતમા બધેજ, ખાસ કરીને બંગાળ, પંજાબ, ગુજરાત, દક્ષિણ ભારત વધારે પાકે છે.

અજમા, ઉપયોગ અને ફાયદા

અજમા વીશે:

મોટેભાગે કારતક-માગશર મહિનામા વાવવામા આવે છે. ચૈત્ર મહીનામા પાકી જાય છે. અજમા છોડ રૂપે ઉગે છે અને તેની ઉંચાઇ લગભગ કે . હાથ જેટલી હોય છે. તેને તમે ઘરે પણ ઉગાડી શકો છો.

તેના પાન નાના, થોડા જાડા અને તુલસીના પાન જેવા દેખાય છે. પાન સ્વાદમા તીખા હોય છે. ડાળી પર સફેદ રંગના ફૂલના જૂમખા થાય છે. ફૂલ પાકી જતા તેને પછાડીને ખેરવામા આવે છે ને તેમાથી અજમાના નાના દાણા ભેગા કરવામા આવે છે.

ઔષધ તરીકે અજમાના દાણાનો વધારે ઉપયોગ થાય છે.

અજમાના ગુણધર્મો:

અજમો સ્વાદે તીખો અને કડવો હોય છે. ગરમ અને પચવામા હળવો છે. પાચનની તકલીફ, હર્દય, જાડા, વિર્યજનક, વાયુ, કફ, હરસ, ઊલટી, કરમિયા, હેડકી, દાંતની પીડા વગેરે તકલીફને દૂર કરે છે.

ઔષધિય ચૂરણ કે ઉપયોગની રીત :

ગેસ: જ્યારે પણ ગેસની તકલીફ થાય ત્યારે થી ગ્રામ અજમાની ફાકી ગરમ પાણી સાથે પી જવી. અજમાના દાણા, હીમેજ અને સંચળની ફાકી બનાવીને પી જવી જેનાથી રાહત મળે છે. 

શરદી-ઉધરસ: અજમાના દાણાને મીઠુ અને હળદર રઢાવીને શેકી લેવા, મુખવાસ બનાવવો અને દરરોજ જમ્યા પછી ખાવો. જેનાથી શરદી-ઉધરસ મટે છે.

કરમીયા: અજમો અને વાવડીંગનુ ચૂર્ણ બનાવીને રોજ પી જવુ જેથી રાત્રિના સમયે રાહત મળશે.

શીળસ: નિયમિત અજમો અને ગોળનુ સેવન કરવાથી શીળસની બીમારી દૂર થાય છે.

પીડા સાથે માસીક ધર્મ: અજમાનુ ચૂર્ણ બનાવો, હીમેજને તેલમા તળીને તેનીપણ ફાકી બનાવો. બન્ને - ગ્રામ રોજ સેવન કરો.

બહુમૂત્ર: વધારે પેશાબ જવાની તકલિફ દૂર કરવા માટે દરરોજ અજમા અને ગોળની થી ગોળીઓ બનાવીને ખાવાથી સમસ્યા દૂર થાય છે.  

 

2. અધેડો:

સંસ્કૃત નામ: અપામાર્ગ

હિન્દી નામ: ચીરચીટ
અંગ્રેજી નામ: Chafe Tree

અધેડાનુ પ્રાપ્તિ સ્થાન: ભારતમા તમામ જગ્યારે રસ્તાની બાજુએ કુદરતી ઉગે છે, સૌરાસ્ટ્ર-ગુજરાતમા પણ બધે જ જોવા મળે છે. 

અધેડો, ઉપયોગ અને ફાયદા

અધેડાના પ્રકાર:

અધેડાની ૩ જાતો છે, ધોળો – કાળો – રાતો. ત્રણેય જાતમા ધોળો અધેડો સૌથી ઉત્તમ છે.

અધેડા વીશે:

આ છોડ ચોમાસામા આપોઆપ ઉગી નીકળે છે. તે ૪ થી ૬ જેટલો ઊંચો હોય છે. આખો છોડ ઘેરા કથ્થઇ (રાતા) રંગનો હોય છે. છોડના વચ્ચેના ભાગમાથી એક લામ્બિ દાંડલી નીકળે છે. તેના ફૂલ લીલા-ગુલાબી રંગના અને બીજ ચોખા જેવા હોય છે. ઉનાળામા છોડ સૂકાઇ જાય છે. શરદ ઋતુના અંતમા બીજ, પાંદડા કે છોડનો સંગ્રહ કરી લેવો.

ધોળા અધેડાના ગુણધર્મો:

સ્વાદે કડવો અને તીખો હોય છે. કફ, મળ, રક્તવિહાર, વાયુ, ઊલટી, સરળ પ્રસુતિ વગેરેમા રાહત આપે છે.

ઔષધિય ચૂરણ ઉપયોગની રીત:

શિધ્ર પ્રસુતિ: રવિવારે પુષ્યનક્ષત્રમા લાવેલ અઘેડાનુ મૂળ સ્ત્રિના અમ્બોડે બાંધવુ

વીંછિનો ડંખ: અઘેડાનુ મૂળ પાણીમા ઘસીને ડંખ પર લગાડવુ

હરસ: અધેડાના બીયાનુ ચુર્ણ બનાવુ, ૫ ગ્રામ ચૂર્ણ ભાતના ઓસામણ સાથે મિક્ષ કરીને લગાવવુ

પથરી: ગોખરૂ, કાળી પાટના ઉકાળામા અધેડાનો પાવડર નાખી રોજ પીવો. 

દરરોજ સારી અને સાચી માહિતી માટે ગુજરાતી પરીવાર સાથે જોડાવવા માટે અમારા,

"My Gujarat Words" ફેસબૂક પેજને ફોલો - લાઈક કરો .....તીને વધુમાં વધુ શેર કરો.
જય જય ગરવી ગુજરાત....