મૃત્યુ પછી જીવ શરીરને પણ સાથે શા માટે નથી લઇ જતો?

આદિઅનાદિ કાળથી શરીર અને તેમા રહેલો જીવાત્મા વિશે અનેક પ્રકારના સંશોધનો થયા. છતા પણ જે મૂળ પ્રશ્નો છે તેનો જવાબ હજી મળ્યો નથી. આપણે બધા જીવાત્મા કે આત્માને જીવ તરીકે ઓળખીયે છીએ. આ વીશે ઘણા લોકોને પ્રશ્નો થયા હશે. પણ મોટાભાગે તે મનમાં જ રહી જાય છે. જેના કારણે તેના સવાલોનું સમાધાન થતું નથી.

જીવજગતની મુખ્ય બે અવસ્થા છે જન્મ અને મરણ

આજે જે પ્રશ્ન વિશે વાત કરવાની છે, તે પ્રશ્ન તમને ચોક્કસ ક્યારેક મનમાં થયો હશે. “મૃત્યુ પછી આત્મા શરીરને પણ કેમ સાથે લઇ જતું નથી?” આ પ્રશ્નની ટુકી અને સમજાય તેવી ભાષામા ચર્ચા કરીશુ.

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના અધ્યાય ૨ ના સ્કોલ ૧૮ મા પણ કહ્યુ છે,

“અન્તવન્ત ઇમે દેહા: નિત્યસ્યોકતા: શરીરિણ:।

અનાશિનોડપ્રમેયસ્ય તસ્માદયુધ્ધસ્વ ભારત।“

જેનો અર્થ “જીવાત્મા અવિનાશી અને અનાદિ છે, વિનાશ તો જીવાત્માઓના શરીરોનો થાય છે, તેથી હે ભારત યુધ્ધ કરો” એવો થાય છે.

:: ૧૯ કરોડથી વધુ કિંમતના હેરિટેજ વૃક્ષો :: 

આખી દુનિયામા કુદરતનો એક જ નિયમ છે, જેમા તમામ જીવજગતની મુખ્ય બે અવસ્થા છે. જન્મ અને મરણ જેમાથી દરેકને સમય આવતા પસાર થવાનુ છે. જીવનો જન્મ થવો પ્રત્યક્ષ જોઇ શકાય છે અને તે જ જીવનુ મૃત્યુ થવુ તેને પણ આપણે પ્રત્યક્ષ જોઇ શકીયે છીએ. આ બંને ઘટાનાઓ પ્રત્યક્ષ છે.

જ્યારથી આપણી એટલે કે માનવ સભ્યતા અસ્થિત્વમા આવી ત્યારથી આપણને વધુમા વધુ જાણવાની ઈચ્છા થઇ છે, “જન્મથી પહેલા અને મૃત્યુ પછી શું થાય છે?”  આપણા ભૌતિક જીવનની એવી વસ્તુ છે જે જીવન પહેલા પણ હતી અને જીવન પછી પણ છે, અથાર્ત મૃત્યુ પછી પણ રહેશે?

:: ફાસ્ટેગ માહિતી, તમામ નિયમો ગુજરાતીમા, ૨૦૨૧ ::

આ ખૂબ કઠીન પ્રશ્ન છે અને તેનો જવાબ પણ બહુજ તથ્યાત્મક અને ધાર્મિક રીતે મેળવીશુ. જેમા શ્રીમદ ભગવદ ગીતાજીના વાચન સાર અનુસાર ચર્ચા કરીશુ.

માણસનુ શરીર મુખ્ય પંચ મહાભૂતોનું બનેલું હોય છે. જેમાં અગ્નિ, જળ, પૃથ્વી, વાયુ અને આકાશનો સમાવેશ થાય છે. જ્યારે શરીર નાશ પામે છે ત્યારે આ પંચ મહાભૂતોમા ભળી જાય છે. માત્ર જીવ જ સ્વછંદ રૂપમાં રહેતા હોય છે. 

જીવ-શરીરને-પણ-સાથે-શા-માટે-નથી-લઇ-જતો

શરીર શુ છે? આ પ્રશ્ન વીશે સમજ મેળવીએ. આપણા શરીર બે પ્રકારના હોય છે, પેલુ સ્થૂળ શરીર અને બીજુ સુક્ષ્મ શરીર. સ્થૂ શરીરમાં વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધી જ સમાવેશ થાય છે. જેમા વ્યક્તિની ત્રણેય અવસ્થાઓ બાળપણ, યુવાની અને ગઢપણનો સમાવેશ થાય છે.

જ્યારે આપણુ શરીર કામ કરતુ બંધ થઈ જાય, અકસ્માત થાય કે નુકશાન એટલે નાશ પામે ત્યારે જીવાત્મા શરીરનો સાથ છોડે છે જેને સુક્ષ્મ શરીર કહેવાય છે.

:: કંકુ અને ચંદનના તિલક કે ચંદલાનુ આધ્યાત્મિક અને સાઇન્ટિફિક મહત્વ ::

હુ ને તમે આખી દુનિયાની યાત્રા કરીશુ? કેટલા વર્ષો લાગે? ત્યા સુધી આપણુ શરીર સાથ આપશે? ના તો પછી કેવી રીતે યાત્રા કરીશુ? જવાબ છે, સુક્ષ્મ શરીર દ્વારા. જે માત્ર થોડા જ સમયમા યાત્રાને પુરી કરી શકે છે. અત્યારે તમે આ આર્ટિકલ વાચો છો ત્યારે તમારુ સુક્ષ્મ શરીર તે પ્રમાણે જ ગતિ કરવા લાગ્યુ છે. સાચુને?

સુક્ષ્મ શરીરમાં આત્માનો સમાવેશ થાય છે. જે મનથી સાથે જોડાઈને મનોમન વિચાર કરીને નિરંતર ગતિ કરતુ જ રહે છે. જયારે સ્થૂલ શરીર પંચમહાભુતોમાં ભળે છે ત્યારે જીવાત્મા સાથે સુક્ષ્મ શરીર હોય છે.

તેનુ રૂપ અદ્રશ્ય છે એટલે કે વાયુ સ્વરૂપ છે જેને નરી આંખે જોઇ શકાતુ નથી. આવી રીતે આપણા શરીરમાથી જીવાત્મા છુટો પડે ત્યારે તેની સાથે સુક્ષ્મ શરીર હોય છે, જે શરીરને સાથે લઈ જતુ નથી.