ચાંદલો કે તિલકનું સાઇન્ટિફિક કે આધ્યાત્મિક મહત્વ ગુજરાતીમા

આપણો ભારત દેશ અનેક ધર્મોનો દેશ છે. ભારતિય સંસ્કૃતિમા મોટા ભાગના ધર્મના લોકો કપાળે ચાંદલો કે તિલક કરતા હોય છે. કોઇ કંકુથી તો કોઇ ચંદનથી અલગ અલગ ચાંદલો કે તિલક કરે છે. પરંતુ આ બધાની પાછળ સાઇન્ટિફિક કે આધ્યાત્મિક મહત્વ તો એક જ રહેલુ છે.

ધર્મદર્શન-આધ્યાત્મિક-ધાર્મિક-મહત્વ-ચાંદલો-તિલક

ચાંદલો કે તિલકના સાઇન્ટિફિક કે આધ્યાત્મિક મહત્વને સમજીયે.

ચાંદલો કે તિલકનું આધ્યાત્મિક મહત્વ

૧. જ્યારે પણ કોઇ શુભ કાર્ય કે પુજા કરવામા આવે છે ત્યારે પહેલા કપાળે કંકુનો ચાંદલો કરવામા આવે છે અને પછી  કાર્ય કે પુજા શરુ થાય છે, આમ કરવાથી ધારેલુ કાર્ય કે પુજા સફળ બને છે.

૨. જો કોઈની  કુંડળીમાં ગ્રહ ભારે હોય તો ચંદનના તિલકમાં સરસવનું તેલ મિક્સ કરીને કપાળ પર લગાવવાથી ગ્રહ શાંત થાય છે અને દુ:ખનો અંત આવે છે.

:: ૫ મિનિટમા ૫ યોગ, કમર પીઠ, ડોક્ના દુખાવાથી કાયમી રાહત ::

૩. કપાળ પર તિલક લગાવવાથી વ્યક્તિનું ભાગ્ય ખુલે છે અને ઘરમાં અનાજ અને પૈસાની કમી ક્યારેય રેહતી નથી. નિયમિત કપાળ પર ચંદનના તિલક કરવાથી ઘરમાં ધન અને ધાન્યની સમૃધ્ધિ જળવાઈ રહે છે.

ચાંદલો કે તિલકના સાઇન્ટિફિક કે આધ્યાત્મિક મહત્વ ગુજરાતીમા

ચાંદલો કે તિલકનું સાઇન્ટિફિક મહત્વ

૧. કપાળમા ચંદનનુ તિલક લગાવવાથી મન શાંત રહે છે અને તનાવ દુર થાય છે. તિલક લગાવવાથી સેરોટોનિન અને બીટા એન્ડોર્ફિન્સના સ્ત્રાવને સંતુલિત કરવામાં આવે છે જેને કારણે નકારાત્મક ઉર્જા દુર રહે છે

:: ૧૯ કરોડની કિંમતના હેરીટેજ વૃક્ષો ::

૨. ચંદનનુ તિલક લગાવવાથી માથાનો દુ:ખાવો ઓછો થાય છે. માથુ દુખે ત્યારે દવા ખવાને બદલે ચંદન ઘસી તેમા તેલ ઉમેરીને પેષ્ટ બનાવી માથા પર લગાવવુ, માથાનો દુ:ખાવો મટે છે અને મનની એકાગ્ર શક્તિ વધે છે

૩. દરરોજ કપાળમા તિલક કે ચાંદલો કરવાથી નકારાત્મક ઉર્જા તમારાથી દૂર રહે છે, જે લોકોમા આત્મવિશ્વાસનો અભાવ છે તેવા લોકોએ દરરોજ કપાળમા કંકુનો ચાંદલો કરવો જોઇએ

૪. હળદરનો ચાંદલો કરવાથી ચામડીની સમસ્યા દૂર રહે છે. હળદરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ હોય છે, જે ત્વચાને ઘણા પ્રકારના બેક્ટેરિયાથી સુરક્ષિત રાખે છે.

 :: રોજ રાત્રે પીવો આ એક ગ્લાસ દૂધ અને વજન ઘટાડો :: 

૫. ચંદન તિલક શારીરિક થાક દૂર કરવામાં પણ મદદગાર છે, જે લોકોને અનિદ્રાની સમસ્યા હોય છે તેઓએ સૂતા પહેલા દરરોજ રાત્રે કપાળ પર ચંદનનું તિલક લગાવવું જ જોઇએ

૬. માનસિક શાંતિ મળે છે અને મનના વિકારો દૂર થાય છે

૭. નિયમિત કંકુનો ચાંદલો કરવાથી આખો દિવસ મન અને ચેહરો પ્રફુલ્લિત રહે છે.

 

મિત્રો આવીજ સારી અને સાચી માહિતી માટે અમારા ગુજરાતી પરિવાર સાથે જોડાવવા માટે ફેસબુક પેજ “My Gujarat Words” ને ફોલોવ કરો,લાઇક કરો..... જય જય ગરવી ગુજરાત