૧૯ કરોડથી વધુ કિંમતના હેરીટેજ વૃક્ષ

૧૦૦ વર્ષ જૂના વૃક્ષને હેરીટેજ વૃક્ષ તરીકે ગણવામા આવે છે. આવા એક વૃક્ષની કિંમત કરોડથી વધુ હોઇ શકે છે. ઐતિહાસિક જૂનાગઢમાં આવા ૨૧ હેરીટેજ વૃક્ષ આવેલા છે. જેમા હાકમા વૃક્ષો હયાત નથી. જ્યારે ૧૯ વૃક્ષ જૂનાગઢમા હજી પણ અડીખમ ઉભા છે
 
વૃક્ષોની કિંમત ૧૯ કરોડ કરતા પણ વધુ આંકવામા આવી છે. પ્રાકૃતિક વારસાનુ જતન અને રક્ષણ કરવુ ખૂબ મહત્વનુ છે. હેરીટેજ વૃક્ષોના થડનો ઘેરાવો ફૂટથી લઈને ૨૬ ફૂટ સુધીનો છે.
હેરીટેજ-વૃક્ષો-જૂનાગઢ-ગુજરાત

વૃક્ષોના નામ, તેમનુ સ્થળ અને થડનો ઘેરાવો વીશે જાણીયે.

. રૂખડો:

સૌથી પ્રાચિન અને દુર્લભ વૃક્ષ છે, જે ગિરનારના દરવાજા રોડ પર આવેલ છે, થડનો ઘેરાવો ૧૮. ફૂટનો છે.

. મોહગની:

મઘડીબાગમા પ્રાચિન અને મૂલ્યવાન વૃક્ષ આવેલું છે, થડનો ઘેરાવો ૧૮ ફૂટનો છે.

 

:: ૫ મિનિટમા ૫ યોગ-કસરત, કમર-પિઠ-ગરદનના દુખાવાથી કાયમી રાહત :: 

 

. વડ:

સુદર્શન તળાવ પાછળ વેલાવડની જગ્યાએ આવેલ છે, થડનો ઘેરાવો ૨૬. ફૂટનો છે.     

. પિપળો:

યુનિવર્સિટીમાં પ્રવેશ કરો, પરિ તળાવમાં પિપળાનુ વૃક્ષ આવેલું છે, થડનો ઘેરાવો ૨૬ ફૂટનો છે.

. લીમડો:

વૃક્ષ જૂની કલેક્ટર કચેરીમા આવેલ છે, અહીં ઉપવાસ થતાં હોવાના કારણે તેને લાંઘણ લીમડો

. પબડી:

પ્રાચિન વૃક્ષ ગુજરાત પોલ્યુશન બોર્ડની ઓફિસની બાજુમાં આવેલું છે, જેના થડનો ઘેરાવો ૧૨. ફૂટનો છે.

. પિપળ:

પ્રાચિન વૃક્ષ ગુજરાત પોલ્યુશન બોર્ડની ઓફિસમા આવેલું છે, ઉંચાઇ ૬૦ ફૂટ અને થડનો ઘેરાવો ૧૨. ફૂટનો છે.

 

:: ઘરે બેઠા રેશન કાર્ડમાથી નામ કમી કરો, ઓનલાઇન અને ઓફલાઇન ::

 

. પિપળ:

યુનિવર્સિટીના પરિતળાવ પાસે પૌરાણિક વૃક્ષ આવેલું છે, થડનો ઘેરાવો ૨૬ ફૂટનો છે.

. લીમડો:

ગાંધીચોકમાં જોહકઅલીશાહ દરગાહમાં વૃક્ષ આવેલું છે, થડનો ઘેરાવો ૧૨. ફૂટનો છે.

૧૦. બ્રાન્ચિંગ પામ:

લુપ્ત થતી પ્રજાતિનું વૃક્ષ છે. ઝૂમાં આવેલું છે, તેને ૬૪ મોટી ડાળીઓ છે, થડનો ઘેરાવો ફૂટનો છે.

૧૧. તડ-વડ:

રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ સામે વૃક્ષ આવેલું છે. કુદરતી કમાલ છે. બે વૃક્ષ એક સાથે છે.

૧૨. પીપળો:

ભૂતનાથ મહાદેવ મંદિરે પ્રાચિન પિપળાનું વૃક્ષ આવેલું છે. જે ઐતિહાસિક છે.

 

:: મોબાઇલમાથી મતદાર યાદીમા તમારુ નામ શોધો :: 

:: મોબાઇલમા ડિજીટલ ચૂટણી કાર્ડ ડાઉનલોડ કરો :: 

 

૧૩. રાયણ (હયાત નથી):

પ્રભુ શાસ્ત્રી લિખીત ગ્રંથમાં વૃક્ષનો ઉલ્લેખ છે. તે દરવેશ્વર મંદિર પાસે આવેલું છે. હાલ નથી.

૧૪. બોરસલી:

સક્કરબાગમાં પ્રાચિન ઘટાદાર વૃક્ષ આવેલું છે. જેના થડનો ઘેરાવ . ફૂટનો છે. તે અતિ પ્રાચિન છે.

૧૫. ખીજડો:

કૃષ્ણ પ્રણાણી મંદિરમાં વૃક્ષ આવેલું છે. તે હાલ હયાત નથી. પરંતુ તેનો ઉલ્લેખ મળી આવે છે.

૧૬. કોઠા:

બીલનાથ મહાદેવ મંદિરે વૃક્ષ આવેલું છે. ગોપાલનબાપુના ગુરૂએ ઝાડ રોપ્યું હતું.

૧૭. આંબલી:

શિતળા કુંડ મંદિરે પ્રચિન વૃક્ષ આવેલું છે, અતિ પ્રાચિન છે, જેના થડનો ઘેરાવો ૧૦.૧૦ ફૂટનો છે.

૧૮. અર્જૂન:

મોતીબાગમાં અર્જૂન વૃક્ષ આવેલું છે, તે એક ઔષધિય વૃક્ષ છે, જેના થડનો ઘેરાવ ફૂટનો છે.

૧૯. પુત્રજીવા:

પુત્રજીવા નામનું વૃક્ષ કૃષિ યુનિવર્સિટીના મોતીબાગમાં જોવા મળે છે.

૨૦. ઉમરો, પીપળો:

જોષીપરા જળેશ્વર મહાદેવ મંદિરમાં અદ્દભૂત બેલડૂ વૃક્ષ છે. જેના થડનો ઘેરાવ ૨૬ ફૂટનો છે.

૨૧. લાલ આંબલી:

સક્કરબાગ ઝૂ માં લાલ આંબલીનું પ્રાચિન વૃક્ષ આવેલું છે. જેના થડનો ઘેરાવ ફૂટ છે.

 

મિત્રો તમે જુનાગઢ તો જાવ છો પણ તમને પ્રાચિન વૃક્ષો વીશે માહિતી હતી? તમે જ્યારે પણ ફરવા માટે જુનાગઢ જાઓ ત્યારે હેરીટેજ વૃક્ષોની મુલાકાત લેજો અને સેલ્ફિ પાડીને મિત્રોને શેર કરવાનુ ના ભુલતા. લોકો હેરીટેજ વૃક્ષો વીશે જાણશે અને તેમના રક્ષણ, માવજત માટે જાગૃત થશે.

 

મિત્રો આવીજ સારી, સાચી અને રસપ્રદ માહિતી જાણવા માટે અમારા ગુજરાતી પરિવારના ફેસબુક પેજ “My Gujarat Words” સાથે જોડાઓ, ફોલોવ, લાઇક કરો....જ જય ગરવી ગુજરાત....