મિત્રો ગુજરાત સરકાર દ્વારા સમાન્ય માણસ માટે ઘણી બધી સરકારી સેવાઓને Digital કરવામા આવી છે. જેની મદદથી તમારે જે તે સરકારી કચેરીના ધકા ખાવા પડતા નથી.

આજની માહિતી પણ એવી જ છે જેમા તમે ઘરે બેઠા Digital Gujarat Online Portal નો ઉપયોગ કરીને રેશન કાર્ડમાથી નામ કમી કરવા માટેની અરજી કરી શકો છો. 

remove-name-from-ration-card-online-offline-application

રેશન કાર્ડમાથી નામ કમી કરવું 

How To Apply online or offline for Remove Name from Ration Card, Application PDF Form, Documents List all Details in Gujarati. 

જરૂરી સુચના:

  • ઘરે બેઠા "ઓનલાઈન અરજી" અને "ઓફલાઇન અરજી" કરીને રેશન કાર્ડમાથી નામ કમી કરી શકાય છે
  • ગુજરાતી અને અંગેજી બન્ને ભાષામા અરજી કરી શકો છો.
  • ઓનલાઇન ફોર્મ પર “*” ચિહ્નિત થયેલ બધી વિગતો ભરવી ફરજિયાત છે.
  • જો તમે કરેલી ઓનલાઇન અરજીમા કોઇ ભુલ હોય અને અરજી પાછી આવે તો ૩૭ દિવસની અંદર તમારે તેમા સુધરો કરિને મોકલવાની રહેશે. જો નહી કરો તો અરજી રદ કરવામા આવશે.
  • ભરેલી ફી પરત આપવામા આવશે નહી.
 
 

જરૂરી પુરાવા Documents List:

ઓરીજીનલ રેશન કાર્ડ ફરજીયાત

રહેઠાણનો પુરાવો (કોઇપણ એક)

  • રેશન કાર્ડ
  • લાઇટ બીલની ખરી નકલ
  • ટેલીફોન બીલની ખરી નકલ
  • ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
  • ડ્રાઇવિંગ લાઇસંસની નકલ

ઓળખાણનો પુરાવો (કોઇપણ એક)

  • ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
  • ઇન્કમટેક્ષ પાન કાર્ડની ખરી નકલ.
  • પાસપોર્ટ ની ખરી નકલ
  • ડ્રાઇવિંગ લાઇસંસની નકલ

અન્ય ફરજીયાત જોડવાના થતા પુરાવા (જે લાગુ પડતુ હોય તે જ સાથે આપવુ)

  • મૃત્યુ થવાથી નામ કમી કરવુ હોય - મરણનુ પ્રમાણપત્ર
  • લગ્ન થવાથી નામ કમી - લગ્ન પ્રમાણપત્ર
  • તલાક થવાથી નામ કમી – તલાકનુ પ્રમાણપત્ર

રેશન કાર્ડમાથી નામ કમી કરવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  1. Digital Gujarat Online Portal મોબાઇલ અથવા કમ્પ્યુટરમા ખોલો
  2. તેમા મેનુબારમા Services લખેલુ છે તેમા ટીક કરો
  3. Services મા પેલુ ઓપ્સન Citizen Services લખેલુ છે તેમા ટીક કરો
  4. જે નવુ પેજ ખુલે તેમા Removal Name of Ration Card લખેલા બોક્ષ પર ટીક કરો
  5. નવુ પેજ ખુલશે તેમા નીચે Online Apply લખેલુ છે તેના પર ટીક કરિને તમે અરજી કરી શકો છો.

રેશન કાર્ડમાથી નામ કમી કરવા માટે ઓફલાઇન અરજી કેવી રીતે કરવી?

  1. Digital Gujarat Online Portal મોબાઇલ અથવા કમ્પ્યુટરમા ખોલો
  2. તેમા મેનુબારમા Services લખેલુ છે તેમા ટીક કરો
  3. Services મા પેલુ ઓપ્સન Citizen Services લખેલુ છે તેમા ટીક કરો
  4. જે નવુ પેજ ખુલે તેમા Removal Name of Ration Card લખેલા બોક્ષ પર ટીક કરો
  5. નવુ પેજ ખુલશે તેમા નીચે Download Form લખેલુ છે તેના પર ટીક કરશો એટલે એક Application PDF Form File ડાઉનલોડ થશે તેમા બધા ફોર્મ આપેલા છે
  6. આ ફોર્મની પ્રિંટ કાઢીને, વિગતો ભરીને જરૂરી આધાર પુરાવા સાથે જોડીને તમે ઓફલાઇન અરજી કરી શકો છો. 

દરરોજ અપડેટ માટે તેમજ ગુજરાતી પરિવાર સાથે જોડવવા માટે “My Gujarat Words” ફેસબુક પેજને લાઇક કરો અને ફોલોવ કરો તેમજ બીજા ૧૦૦ ગુજરાતી પરિવારના સભ્યોને જોડો.... જય જય ગરવી ગુજરાત