મિત્રો આ Digital Internet ની દુનિયામા ઘરે બેઠા બેઠા તમે તમારા Mobile નો ઉપયોગ કરીને ઘણાબધા કરકારી કામ સરળતાથી કરી શકો છો. બસ થોડી માહિતીનો અભાવ છે તમારી પાસે.

આજે અમે તમારી મુશ્કેલી સરળ કરવા માટે RTO Online Website ની માહિતી લઇને આવ્યા છીએ. જેમા ઉપયોગ દ્વારા તમે Bike કે Car ને જ્યારે બીજાને વેચો છો, ત્યારે RC Book મા તમારે Change name or Transfer Ownership of RC Book કરવાની થતી હોય છે. જેના માટે તમે RTO એજન્ટની મદદ લો છો અને તેના બદલામા તમારે તેને ફી આપવી પડતી હોય છે.

online-change-name-in-rc-book-of-vehicle-gujarati

પરંતુ આ ફી સરકારી ફી કરતા વધારે હોય છે અને તમે તે ચૂકવી પણ આપો છો. કારણ કે How to Change name or ownership in RC Book online? વીશે તમને પુરી માહિતી નથી. મિત્રો માત્ર ૫ થી ૧૦ મિનિટમા તમે Name Change અથવા Transfer Ownership of RC Book In Gujarati માટે Online Apply કરી શકો છો.

 

:: મોબાઈલ દ્વારા ઓનલાઈન મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે શોધવું :: 

 

Apply to change name or Transfer ownership in Gujarati Language

 કરવા માટે આ સ્ટેપ મુજબ આગળ વધવુ

૧. આર. સી. બુકમા નામ બદલવા માટે ઓનલાઇન અરજી કરવી

૨. ઓનલાઇન ફી ભરવી

૩. RTO Office મા રૂબરૂ અરજી આપવા માટેની તારીખ નક્કિ કરવી

૪. બે પ્રકારના ઓફલાઇન ફોર્મ ભરી, જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા

૫. નક્કિ કરેલ તારીખે RTO Office મા રૂબરૂ અરજી આપવી.

 
 

RC BOOK નામ બદલવુ કે ઓનરશીપ ચેંજ કરવા માટે Online Application કેવી રીતે કરવી? જે નીચેના વિડિયો દ્વારા તમે જોઇ શકો છો.

 

જ્યારે તમે RTO Office મા રૂબરૂ અરજી આપવા જાઓ ત્યારે નીચેના Documents સાથે લઈ જવા અને નીચે બે PDF Form આપેલા છે તે ડાઉનલોડ કરીને ભરી લેવા અને સાથે આપવા.

Transfer Ownership of a Motor Vehicle Documents List

  • ગાડીની આર.સી. બુક
  • ગાડીના વીમાની નકલ
  • ગાડીની પી.યુ.સી.
  • કોરા કાગળ પર તમારી ગાડીના ચેચીસ નંબરની પ્રિન્ટ
  • વેચનારનુ આધાર કાર્ડ, પાનકાર્ડ
  • લેનારનો પાસપોર્ટ ફોટો, આધાર કાર્ડ, પાનકાર્ડ 
 

Offline application pdf form for Transfer Ownership of a Motor Vehicle

  1. PDF Form no 29, Notice of Transport of Ownership of a Motor Vehicle
  2. PDF Form no 30, Application for Intimation and Transfer of Ownership of a Motor vehicle
  3. ઓનલાઇન અરજી કરવા માટેની વેબસાઈટ     

 

ગાડીના માલિકનુ મૃત્યુ થયા બાદ આર.સી. બુકમા નામ કેવી રીતે બદલવુ?

How to Chang Name, Transfer Ownership in RC Book After Death?

મિત્રો ગાડી માલિકનુ મૃત્યુ થયા બાદ આર.સી. બુકમા નામ બદલવુ કે ટ્રાંસફર કરવુ થોડુ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ અસક્ય નથી. નીચે જણાવેલ જરૂરી આધાર પુરાવા, ત્રણ પ્રકારના ફોર્મ નં. ૨૦, ૨૯, ૩૧, અને જરૂરી સોગંદનામા રજુ કરીને તમે ગાડીના માલિકનુ મૃત્યુ થયા બાદ આર.સી. બુકમા નામ બદલાવી શકો છો.

Documents for Chang Name, Change Ownership in RC Book After Death

જરૂરી આધાર પુરાવા:  

 

૧. જો તમે ગાડીના માલિકનુ મૃત્યુ થયા બાદ નામ બદલવા માટે જેટલુ મોડુ કર્યુ હશે તે પ્રમાણે તમારે પેનલ્ટી ફી ઓનલાઇન ભરવી પડશે. પૈસા ભરેલી ઓનલાઇન ફી ની પહોચ

૨. નામ બદલવા માટે આર.ટી.ઓ. સરકારી ફી ભરેલી પહોચ

૩. ફોર્મ નં. ૨૦,  ફોર્મ નં. ૨૯, ફોર્મ નં. ૩૧  (આ ત્રણ ફોર્મ ભરવા, ડાઉનલોડ કરવા માટે ફોર્મ પર ટીક કરો)

૪. એફિડેવીટ (જે વ્યક્તિનુ મૃત્યુ થયુ છે તે સિવાયના ઘરના બધા સભ્યોનુ બનાવવુ)

૫. સર્વાઇવલ સર્ટિફિકેટ    ( ક્રમ ૪ અને ૫ માટેના કાગળો માટે તમારે વકિલ પાસે જવુ. તમારે શા માટે જોઇએ છીએ તે કહેશો એટલે તમને બનાવી આપશે.)

૬. કોરા કાગળ પર ગાડીના ચેચીસ નંબરની પ્રિન્ટ કરેલો કાગળ

૭. જેનુ મૃત્યુ થયુ છે તેનુ ડેથ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ

૮. જેના નામે ગાડી કરવાની છે, આર.સી. બુકમા ચડાવવાનુ છે તેનુ આધાર કાર્ડ, પાનકાર્ડ

૯. ગાડીની ઓરીજીનલ આર.સી. બુક

૧૦. ગાડીની પિયુસી

૧૧. ગાડીનો વીમો પહોચ