ફાસ્ટેગ માહિતી, તમામ નિયમો ગુજરાતીમા, ૨૦૨૧

વર્ષ ૨૦૧૯-૨૦ મા વાહનોને લગતા નિયમોમા ઘણો મોટો ફેરફાર કરવામા આવ્યો હતો. જેમા નેશનલ હાઇવે પર ચાલતા વાહનો પાસેથી જે ટેક્ષ ઉઘરાવવામા આવે છે તેનુ ડિજીટલાઇજેશન કરવામા આવ્યુ હતુ. Vehicle Tax માટે નેશનલ હાઇવે પર ટોલનાકા બનાવવા આવ્યા છે જ્યાથી પસાર થતા હુ ને તમે આપણી ગાડીઓનો રોકડમા ટેક્ષ ભરતા હતા.

Vehicle Tax ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે જે ડિજીટલ સુવિધા ઉભી કરવામા આવી તેને ફાસ્ટટેગ તરીકે ઓળખવામા આવે છે. જેમા નવા વાહનો માટે ડિસેમ્બર/૨૦૧૯ સુધિમા ફરજિયાત થઈ ગઈ હતી.
“ફાસ્ટટેગ” શુ છે

હાલમા સરકારે નિયમમા ફેરફાર કર્યો છે જેમા ડિસેમ્બર/૨૦૧૭ પહેલા ખરીદી કરેલ ફોર વ્હિલ વાહનો માટે “Fastag” ફરજીયાત કરવામા આવી છે. જે માટે જાન્યુઆરી, ૨૦૨૧ થી દરેક નેશનલ હાઇવેના ટોલનાકા પર વાહનો માટે ફાસ્ટટેગ રહેશે અને તેના દ્વારા ટોલટેક્ષ ભરવાનો રહેશે.

ફાસ્ટટેગ શુ છે?

તે એક ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ટેક્નોલોજી છે. જેમા એક માઇક્રો કોડ કે ચિપ્સ હોય છે, જેની અંદર તમારી અને ગાડીની માહીતી સેવ કરેલી હોય છે. એક યુનિક નબંર હોય છે જેમા તમારે રિચાર્જ કરવાનુ હોય છે.

 

ફાસ્ટટેગ કેવી રીતે કામ કરે છે?

એક સ્ટીકર હોય છે જે તમારે વાહનની વિન્ડશિલ્ડ પર અંદરની બાજુએ લગાડવાનુ હોય છે. ટોલનાકા પર આવતા “Fastag”  સ્કેન કરવામા આવે છે અને તેમા જમા કરાવેલ રૂપિયામાથી ટેક્ષની રકમ ઓટોમેટીક કપાઈ જાય છે.

ફાસ્ટેગ ક્યાથી મળી શકશે?

  • “Fastag” લેવા માટે SBI, AXIS, ICICI બેંકો અને ખાનગી બેંકોમાથી ફાસ્ટેગ લઈ શકો છો.
  • એમેજોન અને પેટીએમમાથી પણ ફાસ્ટટેગ ખરીદી શકો છો.
  • મોટા પેટ્રોલપંપથી પણ મેળવી શકો છો.
    નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત ટોલનાકા પરથી પણ મેળવી શકો છો.

ફાસ્ટેગ ક્યાથી મળી શકશે?

ફાસ્ટટેગ મેળવવા માટે ક્યા ક્યા આધાર પુરાવાની જરૂરી છે?

  • તમારા ઓળખનો પુરવો ચૂટણીકાર્ડ કે આધારકાર્ડ
  • ગાડીની આરસીબુક નકલ
  • પાસપોર્ટ ફોટા અને રહેઠાણનો પુરાવો
  • ફાસ્ટટેગ મેળવવા માટે સિક્યુરિટી ડિપોઝિટ ભરવાની રહેશે
  • નિયમિત રીતે રીચાર્જ કરાવતાં રહેવું પડશે.
  • માય ફાસ્ટટેગ મોબાઇલ એપમાં તમામ માહિતી અપડેટ કરવાની રહેશે.
 

સ્થાનિક લોકો માટે “Fastag” ની શુ સુવિધા છે?

ટોલનાકાથી ૨૦ કિલોમીટરના અંતરમાં રહેતા સ્થાનિક લોકો માટે મંથલી પાસ આપવામા આવશે.

 

ફાસ્ટટેગ વોલેટમાં કેટલુ બેલેન્સ રાખવુ ફરજિયાત છે?

પહેલા ફાસ્ટટેગ વોલેટમાં ૧૫૦.૦૦ થી ૨૦૦.૦૦ રૂપિયા રાખવા ફરજીયાત હતા. જો બેલેંસ ના હોય તો તમને ટોલ પ્લાઝા ઉપર આગળ જવામા આવતા હતા.

હાલમા એવુ નક્કિ કરવામા આવ્યુ છે કે તમારા ફાસ્ટટેગ એકાઉન્ટમાં વોલેટનું બેલેન્સ નેગેટિવ નહીં હોય તો ટોલ પ્લાઝામાંથી પસાર થવા દેવામાં આવશે.

 

ટોલનાકા પર તમારે શુ ધ્યાનમા રાખવુ?

જ્યારે તમે ટોલનાકામાથી પસાર થાઓ ત્યારે જો તમે ગાડીમા ફાસ્ટટેગ લગાડેલ હોય તો તેની જ લાઇનમા ગાડીને રાખવી.

જો તમે ફાસ્ટટેગ ગાડીમા લગાડેલ ન હોય અને ફાસ્ટટેગ લાઇનમા તમારી ગાડીને રાખશો તો તમારે ડબલ ચાર્જ ભરવો પડશે.