ઘરના આંગણે તુલસીનો છોડ શા માટે વાવવો જોઇએ?  

ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ ધર્મની અંદર ઘર આંગણે તુલસીનો છોડ એક ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિક છે. શા માટે આપણે ઘરના આંગણે તુલસીનો છોડ શા માટે વાવવો જોઇયે? શા માટે તેના પાન ખાવા જોઈએ? શા માટે તેની પુજા કરવામાં આવે છે? તમે જાણો છો?

તુલસીનો છોડનું ધાર્મિક મહત્વ

આ આર્ટીકલ જે મિત્રો વાચી રહ્યા છે, તેમાથી ઘણાને તુલસીનો છોડ ઉપયોગિતા વિષે જાણતા હશે. આજે આપણે ઉપરના તમામ પ્રશ્નોનાં જવાબ તેમજ તુલસીનો છોડનું ધાર્મિક મહત્વ અને સાઇન્ટિફિક ફાયદાઓ વિષે સારી અને સાચી માહિતી મેળવીશું. 

ઘરે બેઠા ગાડીની આર.સી. બુકમાં નામ કે ઓનરશીપ બદલાવો

તુલસીનો-છોડનું-ધાર્મિક-મહત્વ

તુલસીનો છોડનું ધાર્મિક મહત્વ:

આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે કે તુલસીનો છોડ ઘરના આંગણે રાખવો શુભ માનવામાં આવે છે. તેની નિયમિત પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ જોવા મળે છે. દરરોજ તુલસીના પાનનું સેવન કરવાથી દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ મળે છે.

પાણીમાં તુલસીના પાન નાખીને તે પાણીથી સ્નાન કરવામાં આવે તો તીર્થોમાં સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે. આ પાણીથી સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને શરીર બહારથી પણ સંપૂર્ણ શુદ્ધ બને છે.

જેઠાલાલના યુનિક શર્ટ અહીં   બને છે, છેલ્લાં ૧૩ વર્ષમાં એકપણ વાર કપડાં રિપીટ થયા નથી

તમારા તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય, પરિવારના દરેક સભ્યોનું જીવન નિરાશા જનક જોવા મળતું હોય અને ઘરમાં અવારણવા ઝઘડાઓ પણ થતા હોય. આ તમામ મુશ્કેલીઓથી બચવા માટે તમારે ઘરના આંગણે તુલસીનો છોડ વાવવો જોઈએ. દરરોજ તુલસીનો છોડની પૂજા કરવાથી ઘરની વાસ્તુ ખામીઓ દૂર થાય છે અને પરિવારમાં શાંતિ રહેશે.

નિયમિત તુલસીજીની પૂજા કરવાથી અને છોડને જળ ચડાવવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને  તેમની ઇચ્છાઓ પૂર્ણ થાય છે, ત્યાં સુખ,સમૃદ્ધિ અને સૌભાગ્ય જોવા મળે છે.

તુલસીનાં સાઇન્ટિફિક ફાયદાઓ

તુલસીના સાઇન્ટિફિક ફાયદાઓ:

તુલસીના પાન ખાવાથી શરીર ખૂબ સ્વસ્થ રહે છે અને અનેક રોગોથી સુરક્ષિત રહે છે. મોમાં દુર્ગંધ આવતી નથી. ઉપરાંત શરીર પણ અંદરથી ઘણું શુદ્ધ બને છે.તેનું સેવન કરવાથી પેટ ખૂબ સ્વચ્છ રહે છે, તે ગળાને લગતા રોગોથી પણ સુરક્ષિત છે અને ફેફસાં સાફ કરે છે.

રાખના લાખ રૂપીયા વિદેશમાંથી પણ ઓર્ડર લે છે અને દર વર્ષે લાખોનુ ટનઓવર કરે છે

તુલસીના પાણીથી નહાવામાં આવે તો ત્વચા સંબંધિત રોગોથી મુક્તિ મળે છે. જો તમને ઇજા થઇ હોય ત્યારે  તુલસીના પાંદડાને ફટકડી સાથે મિક્સ કરીને પેસ્ટ લગાવવાથી ઘા જલ્દી રૂજાઈ  જાય છે. તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે જે ઇન્ફેક્શન થતા રોકે છે. તુલસીના પાંદડાને તેલમાં મિક્સ કરીને લગાવવાથી બળતરા પણ ઓછી થઇ જાય છે. 

શરદી કે સામાન્ય તાવ હોય ત્યારે તુલસીના પાન સાથે ગોળ કે ખાંડ, કાળા મરીને પાણીમાં ઉકાળો અને તેને પીવાથી રાહત મળે છે.

 

દરરોજ જીવનાને ઉપયોગી સારી માહીતી અને દેશ-દુનિયાના સાચા સમાચાર જાણવા માટે અમારા ગુજરાતી પરિવારના, My Gujarat Words” ફેસબુક પેજને ફોલોવ અને લાઈક કરો.

તમે પણ સારી માહિતી શેર કરવા માગતા હોય અને કોઈ વ્યવસાય સાથે જોડાયેલા હોય, તમારા વ્યવસાયને લોકો સુધી પહોચાડવા માગતા હોય તો અમારા ગુજરાતી પરિવારના, “Gujarat Info” ફેસબુક ગ્રૂપને જોઇન કરો અને સારી-સાચી માહિતીને તમામ ગુજરાતીઓ સુધી પહોચાડો.