રાખના લાખ રૂપીયા

વિદેશમાંથી પણ ઓર્ડર લે છે અને દર વર્ષે લાખોનુ ટનઓવર કરે છે 

સતત કામ કરતા રહેવુ સફળતા મળે છતા આગળ વધતા રહેવુ, જીવન મંત્ર છે ઓડિશાના વિભુભાઇનો. જે ધાનના સળગેલા ભૂસાનો વેપાર કરે છે અને દર વર્ષે લાખો રૂપિયા કમાય છે.

ગપ્પા નથી ભાઇ! સાચી વાત છે, નેટ પર સર્ચ કરી શકો છો. તો ચાલો જાણીયે આખી પ્રોસેસને


કાલાહાંડી જિલ્લો, જે ઓડિશા રાજ્યમા આવેલો છે. જેમા વસતા મોટાભાગના લોકો ગરીબ છે. વિભુભાઇ પણ જિલ્લાના વતની છે. બાળપણ ખૂબ ગરીબીમાં પસાર થયું હતુ. તેમના પિતા મજૂરી કરતા હતા. વિભુભાઇ પણ તેમને મદદ કરતો હતો.  

:: SBI Rupay જન ધન કાર્ડ માટે આજે જ કરો અરજી, મેળવો ૨ લાખ રૂપિયનો લાભ ::

સમય જતા તેઓ પોતાના ભાઈ સાથે એક દુકાન પર કામ કરવા લાગ્યો, સાથે અભ્યાસ ચાલુ હતો. પોતાનુ ગ્રેજ્યુએશન પુરુ થયા બાદ નોકરી મળી ગઈ. સરકારી શાળામાં તે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા પણ કામમાં તેનું મન લાગતુ હતુ.  

તે પોતાનો વ્યવસાય કરવા માગતા હતા અને બિજા લોકોને પણ રોજગાર આપવા ઇચ્છતા હતા. વર્ષ કામ કર્યા બાદ છેવટે ૨૦૦૭મા નોકરી દીધી અને ધાન-ચોખાનો બિઝનેસ કરવાનો નિર્ણય લીધો. કારણ કે ઓડિશામાં લોકો મોટે પાયે ધાનની ખેતી કરે છે. પરંતુ જે સપનાંને લઈ તે બિઝનેસમાં આવ્યા હતા તે પુરુ થાય તેમ હતુ નહી. ૨૦૧૭મા લોન લઈને રાઈસ મિલની શરૂઆત કરી. ધંધો સારો ચાલ્યો પણ નવી મુશ્કેલી આવી.

:: ખેડૂત આંદોલન અને ટ્વીટર Vs દેશી ટ્વીટર Koo :: 

રાઈસ મિલમા દરરોજ આશરે ટન ભૂસાનું ઉત્પાદન થાય છે. તેને સળગાવી દેવામા આવતુ અને અવાવરી જગ્યામા ફેકવામા આવતુ હતુ. પરંતુ પવનના કારણે તે રાખથી આસપાસના લોકોને નુકશાન થવા લાગ્યુ. તેના ઉપાય માટે શુ કરવુ તે દિશામા આગળ વધ્યા.

1. ઈન્ટરનેટ પર સસત માહિતી લેતા રહ્યા

હાર માનવાને બદલે તેણે પ્રયત્ન ચાલુ રાખ્યો. અનેક નિષ્ણાતોને મળ્યા અને ઉપાયો અંગે પૂછપરછ કરતા રહ્યા. અંતે નિરાશાનો અંત આવ્યો અને જાણવા મળ્યુ કે ધાનના સળગેલા ભૂસામાં મોટા પ્રમાણમાં સિલિકા જોવા મળે છે. હવે સિલિકાનો ઉપયોગ શું છે તેના માટેની શોધ શરૂ કરી દીધી. છેલ્લે સારુ પરીણામ મળ્યુ કે સ્ટીલ કંપનીઓ ઈન્સ્યુલેટર તરીકે સિલિકાનો ઉપયોગ કરે છે.


2. આ છે ભારતની ભુમિનો સામન્ય માણસ  

વિભુભાઇ સામે અનેક સમસ્યાઓ હતી. ભૂસાથી નાના-નાના પેલેટ તૈયાર કર્યા. ભરતની અનેક કંપનીઓનો સમ્પર્ક કર્યો. પરંતુ પેલેટ્સ બનાવવા માટે કોઇ કમ્પની તૈયાર હતી. મશીન બનાવવા માટે એન્જિનિયરોને પોતાને ત્યાં બોલાવ્યા. પરંતુ તેમા સફળતા ના મળી.

એક બાજુ લોકો રાખથી પરેશાન હતા તો બીજી બાજુ બેંકનુ દેવુ વધતુ જતુ હતુ. કોઇ ઉપાય મળતા રાઇસ મીલ બંધ કરવાનુ નક્કી કર્યુ. પણ વિભુભાઇ હાર માને તેમ હતા. તેમની રાઇસ મિલમા એક ભાઇ કામ કરતા હતા તેણે કહ્યુ હુ જે લોકોને અહી કામ કરવા માટે લાવુ છુ તેઓ માટીનાં વાસણ તૈયાર કરવાનું કામ કરે છે. તેઓ જરુર કઈક ઉપાય કરી આપશે.

બધા લોકો ભેગા મળિને રોજ અલગ અલગ મશીન તૈયાર કરવાનો પ્રયત્ન કરતા. છેવટે તેમણે એક દિવસ પેલેટ તૈયાર કરનારું મશીન બનાવી દીધું.

3. ભુસામાથી પેલેટ્સ કેવી રીતે બનાવે છે?

વિભુભાઈએ પોતાની જરૂરિયાત મુજબ વેલ્ડરકામના કારીગરોની મદદથી ૧૦ મશીન તૈયાર કર્યા છે. જેનો આકાર માટીના વાસણો બનાવવામા આવતા ચાકડા જેવો છે, તેનુ આધુનિક સ્વરૂપ છે. તેમા ભૂસું નાખવામા આવે છે અને સાથે કેટલાક કેમિકલ પણ ઉમેરવા આવે છે. પ્રક્રિયા પુરી થયા બાદ તેમાથી નાના-નાના પેલેટ્સ નીકળે છે.  

4. નાના-નાના પેલેટ્સ તો તૈયાર થઈ ગયા પણ વેચવા ક્યા જવુ?

ભાઇ પોતે એટલા ઘડાઇ ગયા હતા કે પુછો વાત. તેમની પાસે ઈન્ટરનેટની દુનિયાનુ પુરતુ નોલેજ હતુ અને શરુઆતમા તેઓ એક શિક્ષક પણ હતા. તેનો સ્વભાવ સસત શિખવનો હતો.

પેલેટ્સ પ્રોડક્ટનાં સેમ્પલ વિશ્વભરની અનેક મોટી મોટી કંપનીઓને મોકલે છે. તેઓ અનેક જગ્યાએ પોતે જાય છે અને પુરતી માહિતી આપે છે. મોટા ભાગના લોકોને તમની પ્રોડક્ટ ગમે છે. અત્યાર સુધીમા તેઓ સાઉદી અરેબિયા, ઈજિપ્ત, તાઈવાનમા પોતાની પ્રોડક્ટ્સ મોકલી ચૂક્યા છે.

વર્ષ ૨૦૧૯મા આશરે ૨૦ લાખ રૂપિયાની અને હાલમા જાન્યુઆરીમા ૧૫ લાખ રૂપિયાની પ્રોડક્ટ તાઈવાન અને ઈજિપ્તમાં મોકલી ચુક્યા છે.

:: મોબાઇલ દ્વારા ઓનલાઇન, આર.સી. બુકમા નામ ટ્રાંસફર કેવી રીતે કરવી :: 

સમય અને સંજોગ સારા બનતા ગયા, પોતે મેહનત કરતા રહ્યા. હાલમા હરિપ્રિયા રિફેક્ટરી નામથી પોતાની કંપની છે. મહિને ત્રણથી ચાર ટન પેલેટ્સનુ ઉત્પાદન કરે છે.  

તેનમા મતે એક ટન રાખના પેલેટ્સ તૈયાર કરવામાં થી ૧૦ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને તે એક ટન પેલેટની કિમત આશરે અઢી લાખ રૂપિયા સુધીની થાય છે.  

તેમનુ સપનુ હતુ કે બીજા લોકોને પણ રોજગારી મળિ રહે, જેમા ૨૦ થી ૨૫ લોકોને તેઓ સારી રોજગારી આપે છે.

5. ભૂસાનો ઉપયોગ અને વિશ્વમા તેનો વ્યાપ

એક સર્વે મુજબ દુનિયામા આશરે ૫૦ કરોડ ટન ધાનનુ ઉત્પાદન થાય છે. જેમા ચીનમા ૩૦%, ભારતમા ૨૪%, બાંગ્લાદેશમા %, ઈન્ડોનેશિયામા % અને વિયેતનામમા % ઉત્પાદન થાય છે.

આપણા ભારતમાં પંજાબ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, બિહાર બધા રાજ્યોમા ધાનનું ઉત્પાદન મોટે પાયે થાય છે. એક ટન ધાનના કચરાને સળગવો, તેમાથી આશરે ૪૦ કિલો સળગેલું ભૂસું નીકળે છે. એની અંદર ૯૦% સુધી સિલિકાનુ પ્રમાણ હોય છે.

સૌથી વધારે સિલિકાનો ઉપયોગ સિન્થેટિક રબર, સિમેન્ટ, ટૂથપેસ્ટ તૈયાર કરવા તથા મોટી મોટી ફેક્ટરીઓમાં ઈન્સ્યુલેટર સ્વરૂપમાં થાય છે. અત્યારે ભારત સહિત મોટા ભાગના દેશોમાં સિલિકા સ્વરૂપમાં ભૂસાનો ઉપયોગ ઓછો થાય છે.

એક સર્વે અનુસાર વર્ષ ૨૦૧૮મા વિશ્વભરમાં સિલિકાનું માર્કેટ ૩૮ હજાર કરોડ રૂપિયાનું હતું, તેની સામે ભારતમાં એનું માર્કેટ રૂપિયા ૩૪૦ કરોડ રૂપિયાનું હતું. હાલ ઘણા લોકો રાખના લાખ, વેપાર સાથે જોદાઈ રહ્યા છે.

મિત્રો માહિતી ઉપયોગીના અને એક સારો વિચાર રજુ કર્યો છે. આવી સાચી અને સારી માહિતી દરરોજ મેળવવા માટે અમારા ગુજરાતી પરીવારના, “My Gujarat Words” ફેસબુક પેજને ફોલોવ કરો, કાઇક કરો.  

તેમજ તમે પણ તમારા વ્યવસાયને લોકો સુધી પહોચાડવા માટે પોષ્ટ કરવા ઇચ્છતા હોવ તો અમારા ગુજરાતી પરીવારના, “Gujarat Info”  ફેસબુક ગ્રુપને જોઇન કરો અને તમારી સારી અને સાચી માહિતી વિશ્વભરમાં ગુજરાતીઓ સુધી પહોચાડો.  જય જય ગરવી ગુજરાત...