જેઠાલાલના યુનિક શર્ટ

અહીં  બને છે, છેલ્લાં ૧૩ વર્ષમાં એકપણ વાર કપડાં રિપીટ થયા નથી

 

મિત્રો ગુજરાતના મોટાભાગના લોકો ઉપરાંત અન્ય દેશોમા રહેયા આપણા ગુજરાતી પરિવારોને પણ આ ગુજરાતી કોમેડી ટીવી સિરિયલ જોવી ગમે છે. જેનુ નામ છે, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”. તેમા આપણુ ગુજરાતી હસમુખુ પાત્ર જેઠાલાલ (દિલીપ જોષી) છે. 

:: રાખનાં લાખ રૂપિયા, એક અનેરો સામાન્યનો વ્યવસાય ::

તમે માર્ક કર્યુ હશે કે દરેક એપિસોડમા જેઠાલાલ જે શર્ટ પહેરે છે તેની ડિજાઇન બધાથી અલગ જ હોય છે. પોતાના યુનિક શર્ટને કારણે હંમેશાં સેન્ટર ઓફ એટ્રેક્શન હોય છે. આ કોમેડી ટીવી સિરિયલ જે લોકો જોઇ રહ્યા છે તેને એક વાર ચોક્કસ વિચાર અવ્યો જ છે કે આ જેઠાલાલ સિરિયલના એપિસોડમાં દર વખતે અલગ અલગ રંગીન અને ફૂલોની ડિઝાઈનવાળા શર્ટ ક્યાથી લાવતા હશે? આવા વિચિત્ર શર્ટ કોણ શીવતુ હશે?

તો મિત્રો આજે આ આર્ટિકલમા તમારા પ્રશ્નોનો જવાબ મેળવીશું.

 

વર્ષ ૨૦૦૮ થી એટલે કે છેલ્લા ૧૩ વર્ષથી એક જ જગ્યાએ શર્ટ ડિઝાઈન થાય છે.

ગુજરાતી કોમેડી ટીવી સિરિયલ,“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ૨૦૦૮ થી શરૂ થઇ ત્યારથી જેઠલાલ માટેના યુનિક ડિઝાઈનવાળા શર્ટ મુંબઈના જીતુભાઈ લખાણી બનાવે છે. તેઓ કહે છે કે આ ટીવી શોની શરૂઆતથી જ તેઓ જેઠલાલ માટેના યુનિક શર્ટ બનાવે છે. 

:: સ્વદેશી સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ દરરોજ ૨ લાખ લિટર પાણીનો બચાવ ::

શોમા કોઇ ખાસ પ્રસંગ હોય તો એક શર્ટને ડિઝાઈન કરવામાં ત્રણ કલાક જેટલો સમય થાય છે. તેને સિવવામાં કલાક થાય છે. એક યુનિક ડિઝાઈન શર્ટ ૫ કલાકમા તૈયાર થઈ જાય છે. તેમજ પ્રોડ્યુસર અને દિલીપભાઈનો પણ સારો પ્રતિભાવ મળે છે એટલે કામ કરવામા મજા આવે છે.

જેઠાલાલ જેવા કપડાં પહેરવાનો ટ્રેન્ડ ચાલે છે

જિતુભાઇ પોતે ટીમ સાથે ડિઝાઈન વિભાગ સંભાળે છે અને તેમના નાનાભાઇ રોહિતભાઇ બ્રાન્ડ પ્રમોશનનું કામ કરે છે. જીતભાઈ ડિઝાઈન ડિપાર્ટમેન્ટનું ધ્યાન રાખે છે તો તેમના નાના ભાઈ રોહિતભાઇ બ્રાન્ડ પ્રમોશનનું કામ સંભાળે છે. 

તેઓને પોતાને વિશ્વાસ જ નહોતો કે લોકેને જેઠાલાલ જેવા કપડાં કપડા પહેરવા ગમશે, તેમની દુકાને મોટાભાગના લોકો ખરીદી કરવા આવે છે તેનો જેઠાલાલ જેવા કપડાં માગે છે.

યુનિક ડિઝાઈન લોકોમા એટલી પ્રિય છે કે જીતભાઈએ વેલેન્ટાઈનથી લઈ લગ્ન, દરેક પ્રસંગના અલગ-અલગ યુનિક આઉટફિટ બનાવવાનુ શરૂ કરી દિધુ છે. 13 વર્ષમાં જેઠાલાલે એકવાર પણ શર્ટ રિપીટ કર્યો નથી.