મેક ઇન ઇન્ડિયા, ગુજરાતી યુવાને બનાવ્યુ પાણી બચત માટેનુ ડિવાઇસ, જે દર મહિને ૨૫ લાખ લીટર પાણીના ખોટા બગાડને રોકશે

કોરોના કાળે ઘરે બેઠા-બેઠા માણસને ઘણુબધુ શીખવી દીધુ છે. જેમા સરકારે મેક ઇન ઇન્ડિયા મિશનને વધુ મહત્વ આપ્યુ છે. તો પછી આપણો ગુજરાતી કઈ થોડો મોળો ઉતરવાનો ભાઇ!

ગુજરાત યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા દેવેનાભાઇ એક અદભુદ શોધ કરી છે. અવાર નવાર જોવા મળે છે કે જાહેર સ્થળોએ આવેલ પાણીની ટાંકીઓ ઓવર ફ્લો થતી રહે છે. અને પાણીનો બગાડ અવીરત ચાલુ રહે છે. જેને અટકાવવા માટે દેવેનાભાઇએ સ્માર્ટ વોટર મેનેજમેન્ટ નામનુ એક યંત્ર બનાવ્યુ છે. જેના દ્વારા પાણીના બગાડને રોકી શકાય છે અને કેટલુ પાણી વપરાયુ તે પણ જાણી શકાય છે


 

ટાંકી છલકાવાથી કેટલુ પાણી વેડફાઇ ગયુ તે અંગે કોઈ સંશોધનો કે અભ્યાસ થતો નથી કે જેના આધારે ચોક્કસ આંકડા મળે. પરંતુ સંશોધન કરનાર ટીમના સર્વેક્ષણ મુજબ દર વર્શે આશરે ૨૫ લાખ લીટર પાણી ટાંકી છલકાઈ જવાથી વેડફાય છે. આટલું પાણી આશરે લાખ લોકોની એક દિવસની જરૂરિયાત પૂરી કરી શકે છે.

સમસ્યા, સંશોધન અને ઉકેલ:

દેવેનભાઇ મૂળ કચ્છના વતની છે. પોતાના વિસ્તારમા થતી પાણીની તંગીનો તેમને પુરતો અનુભવ હતો. માટે તેઓ પાણીને કેવી રીતે બચાવી શકાય તે દિશામા નવેમ્બર ૨૦૧૮ થી સંશોધન શરૂ કર્યુ હતુ. જેમા આગળ જતા તેમણે પાણીના વેડફાટ થતો અટકાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ સંશોધન કરતા ડિવાઇસની ( IOT- ઇન્ટરનેટ ઓન થિંગ્સ- સ્માર્ટ વોટર મેનેજમેન્ટ પદ્ધતિ) શોધ કરી છે. જેમા પ્રોજેક્ટ્ને આગળ વધારવા માટે રૂ. લાખનુ રોકાણ પણ કરવામા આવ્યુ હતુ.

 

:: વ્હાલી દીકરી યોજના ૧ લાખ ૧૦ સુધીના લાભ ::

 

પાણીની જાળવણીનો મોટો પડકાર:

તેમના રાજ્યમા ૧૬૨ જેટલી પાલિકા અને મહાનગરપાલિકા છે. જ્યા ઓવરહેડ પાણીની ટાંકીઓની સુવિધા છે. પરંતુ જ્યારે ટાંકી પાણીથી છલકાઇ જાય છે ત્યારે મોટા પ્રમાણમા પાણીનો બગાડ થાય છે.

ગુજરાતના અમરેલી શહેરમા હાલમા પ્રોજેક્ટ હેઠળ IOT(ઇન્ટરનેટ ઓન થિંગ્સ) સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે અને સારા પરીણામ મળ્યા છે. પરંતુ રાજ્યમા ક્યા કેટલો પાણીનો બગાડ થાય છે તેના વીશે હજુ પણ કોઇ સંશોધન કે કામ કરવામા આવતુ નથી.

સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે?

  • ખાનગી યુનિવર્સિટીમાં ઇન્ટ્રુમેન્ટલ એન્ડ કંટ્રોલ એન્જિનરિંગના સેમેસ્ટર મા અભ્યાસ કરતા ધૈર્ય શાહ સાથે દેવેનભાઈ મળીને ડિવાઇસ તૈયાર કર્યું છે.
  • સિસ્ટમ ટાંકી પર લગાડવામા આવે છે જે સોલારથી ચાલે છે અને સાથે પાવર બેકઅપ પણ રાખવામા આવે છે.
  • ડીવાઇસની સાથે એક વાયર જોડીને તેના છેડે એક સેંસર લગાડવામા આવે છે અને પાણીમા તળીયે રાખવામા આવે છે. જે પાણીના લેવલ અંગે સચોટ માહિતી ડીવાઇસને આપે છે અને વોટર પમ્પિંગ સ્ટેશનમાં મૂકેલા ડિસ્પેલ પર પણ દર્શાવાય છે.
  • ગમે તે સ્થળેથી પાણીની ટાંકીનું ઓટોમેટિક નિયંત્રણ થઈ શકે છે.
  • પાણીની ટાંકી પર મુકવામા આવેલ ડીવાઇસ મોબાઇલ એપ્લિકેશનથી ચાલે છે. જે જવાબદાર વ્યક્તિને પાણીના લેવલની માહીતી આપતુ રહે છે.
  • ટાંકીમા પાણી ક્યા સુધી ભરવુ તેની પણ માહિતી આપે છે.
  • નક્કી કરેલ લેવલ સુધી પાણી ભરાઇ જતા જવાબદાર વ્યક્તિને એલર્ટ આપે છે અને સાઇરન વાગે છે. અને પાણીના સપ્લાઇને બંધ કરી શકાય છે.
  • મોબાઇલ એપ એક મહિનાથી લઇને એક વર્ષ સુધીનો ડેટા સચવાઇ શકે છે.
  • સૌથી મોટી ખાસિયત છે કે કોઇપણ વ્યક્તિ પ્રાથમિક કક્ષાની તાલીમ લઈને સિસ્ટમનુ  સંચાલન કરી શકે છે
 


સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ શા માટે?

તમને કદાચ ખ્યાલ હશે કે અમદાવાદ સહિતના મહાનગરોમા પાણીની ટાંકીના નિયંત્રણ સ્કાડા સ્માર્ટ સિસ્ટમ વાપરવામા આવી રહી છે. જે ખૂબ ખર્ચાળ છે. જ્યારે સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ તેના કરતા ૧૦ ગણી ઓછી ખર્ચાળ છે.

સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમને વાપરવા માટે કંટ્રોલ રૂમની જરૂર પડે છે, જ્યારે સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમનુ સંચાલન કોઇ એક વ્યક્તિ કોઇપણ જગ્યાએ રહીને કરી શકે છે.

હાલ નાના શહેરો અને ગામડાની ૬૦% થી ૭૦% પાણીની ટાંકીઓનુ સંચાલન માણસો દ્વારામેન્યુઅલી કરવામા આવે છે.