શનિવાર, ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૧ અંક ભવિષ્યફળ

અંક ૬ના જાતકોએ મોટો નિર્ણય લેતા પહેલા વિચારવું. આજનો ભાગ્યશાળી અંક ૨ છે

   

અંક ૧ ના લોકો માટે – જન્મ તારીખ ( ૧, ૧૦, ૧૯, ૨૮)

જે મહિલાઓ મીડિયામાં કામ કરે છે તેનામાં માટે અનુકૂળ છે. થાક વધારે લાગશે અને લાંબા સમયથી અટકેલાં કામ પૂરા થસે

ધાર્મિક વિધિ: પોતાના ઇષ્ટદેવને ધીનો દીવો કરવો અને પીળી મીઠાઈનો થાળ ધરાવો

લાભદાયક:  અંક- ૩, રંગ- પીળો

અંક ૨ ના લોકો માટે – જન્મ તારીખ ( ૨, ૧૧, ૨૦, ૨૯)

જો તમારે મનગમતું પરિણામ જોઈતું હોય તો તમારા વડીલોની મદદ લો. જે લોકો ટ્રાવેલ અને ટૂરિઝમ વ્યવસાય સાથે જોડાયેલ વ્યક્તિઓને લાભ મળી શકે છે.

ધાર્મિક વિધિ: તમારા કુળદેવીને પરંપરાગત થાળ ધરાવવો

લાભદાયક:  અંક- ૧, રંગ- સોનેરી

અંક ૩ ના લોકો માટે – જન્મ તારીખ ( ૩, ૧૨, ૨૧, ૩૦)

સરકારી લાભ મળી શકે છે. તમારા બાળકોના ભવિષ્યની ચિંતા કરવી. માનસિક શાંતિ મળી શકે છે.

ધાર્મિક વિધિ: ગણપતિ મહારાજાને ચંદનનું તિલક કરવું

લાભદાયક:  અંક- ૫, રંગ- લીલો

અંક ૪ ના લોકો માટે – જન્મ તારીખ ( ૪, ૧૩, ૨૨, ૩૧)

જેમની સાથે આત્મીયતના સંબંધો છે તેમના સ્વાસ્થ્યની ચિંતા વધી શકે છે. છેતરપિંડીથી બચવા માટે તમારી ખાસ વાત તમારા મિત્રોને શેર કરવી.

ધાર્મિક વિધિ: કુતરાઓને રોટલી અને ગોળ ખવરાવવો

લાભદાયક:  અંક- ૭, રંગ- જાંબૂડિયો

અંક ૫ ના લોકો માટે – જન્મ તારીખ ( ૫, ૧૪, ૨૩)

સારા ભવિષ્ય માટે એક મોટી તક તમારી સામે આવી શકે છે. આ તકને સ્વીકારો. તમારા કોઈ મિત્રનો વ્યવહાર તમને થોડી પીડા આપી શકે છે.

ધાર્મિક વિધિ: ઘરે હનુમાનાષ્ટકનો પાઠ કરવો

લાભદાયક:  અંક- ૯, રંગ- લાલ

અંક ૬ ના લોકો માટે – જન્મ તારીખ ( ૬, ૧૫, ૨૪)

જૂની વિવાદ અને માથાકૂટ ફરી તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. કોઈપણ મોટો નિર્ણય કરો તે પહેલા વિચાર કરી લો.  

ધાર્મિક વિધિ: શનિદેવને કાળા તલની તલપાપડી ચઢાવો  

લાભદાયક:  અંક- ૮, રંગ- કાળો

અંક ૭ ના લોકો માટે – જન્મ તારીખ ( ૭, ૧૬, ૨૫)

તમારી નિરાશાઓ પર કાબૂ રાખો નહિતર તમારું કામ ખરાબ થઈ શકે છે. મુસાફરી લાભદાયી બની રહેશે. જેટલી લાંબી યાત્રા તેટલો લાભ વધારે થશે.

ધાર્મિક વિધિ: રૂદ્રાક્ષના છોડમાં પાણી પાઓ અને તેની માટીનું તિલક કરો.

લાભદાયક:  અંક- ૨, રંગ- સફેદ

અંક ૮ ના લોકો માટે – જન્મ તારીખ ( ૮, ૧૭, ૨૬)

કામની દોડાદોડીમાં સફળ થવાની સંભાવના ઓછી છે. કળા સાથે જોડાયેલા પુરુષો માટે સારી તક છે. આંખને લગતી સમસ્યા હોય તો તેમાં રાહત મળી શકે છે.

ધાર્મિક વિધિ: ભૈરવ બાબાને સમોસા અનેબુંદીના લાડવા ચઢાવો

લાભદાયક:  અંક- ૪, રંગ- વાદળી

અંક ૯ ના લોકો માટે – જન્મ તારીખ ( ૯, ૧૮, ૨૭)

તમારી અજીકના લોકોની મદદથી સફળતા કે લાભ થઈ શકે છે.

ધાર્મિક વિધિ: મંદિર નિર્માણમાં ધનનો ફાળો આપવો

લાભદાયક:  અંક- ૬, રંગ- ક્રીમ

શુભ રંગઃ- ક્રીમ