સુખી,સફળ અને મહેનતુ લોકોની સારી ટેવો

ખુશ અને કાર્યશીલ રહીને પોતાના ધ્યેય સુધી પહોચવું,તે માણસ માટે આધ્યાત્મિક અને શારીરિક શાંતીની સ્થિતિ છે.

તમે કોઇ કંપનીમા કામ કરો છો અથવા તમારો પોતાનો વ્યવસાય છે તેની સફળતાનો આધાર તમારા, તમારા પરિવાર કે તમારા મિત્રો પર નથી. પરંતુ તેની સફળતા તમારા કામ, વિચારો અને નિર્ણય પર આધાર રાખે છે.

HAPPY-SUCCESS-LIFE-TIPS-INGUJARATI

હેપ્પી અલગોરિધમના લેખક, મો. ગાવડટના મત અનુસાર આનંદ જીમ જવો છે. તમારે દરરોજ તાલીમ લેવી પડશે અને નિયમિત કામ કરવુ પડશે.

 

:: SBI Rupay જન ધન કાર્ડ માટે આજે જ કરો અરજી, મેળવો ૨ લાખ રૂપિયનો લાભ ::

 

તમારા નિયમિત જીવનમા તમારા શરીર અને મગજ માટે જરૂરી વસ્તુઓ, પરીવાર સાથેનો સમય, ધાર્મિક ક્રિયાઓ, ધ્યેય નક્કિ કરવો, સારી અને ખરાબ ટેવોનુ મુલ્યાંકન વગેરે બાબતોને જીવનના નિત્યક્રમમા ગોઠવી દો.

સુખી,સફળ અને મહેનતુ લોકો પોતાના જીવનમા કેટલીક સારી ટેવોને વણી લે છે, જે આપણે સમજવી અને વિચારવી જરૂરી છે.

1. સવાર સારી હોય છે

સવારથી કામની શરૂઆત કરતા પહેલા કામની યાદિ તૈયાર રાખે છે. જે  સારો દિવસ પસાર કરવા તરફ દોરી જાય છે અને હકારાત્મક માનસિકતા સ્થાપિત કરે છે.

મોબાઇલ કે કમ્પ્યુટરનો ઉપયોગ કરતા પહેલા યોગ-કસરત કરો, પરિવાર સાથે ચા-નાસ્તો કરો, ઘરના બાળકો સાથે થોડીવાર વાચો.

2. દરરોજનો ધ્યેય નક્કિ હોય છે

  • તમે આજે ઘરેથી નિકળો ત્યારે કેવા અનુભવ થવા જોઇએ
  • તમે પોતે કે સ્ટાફ સાથે કેવી રીતે કામ કરશો
  • નવા લોકો સાથે કેવી રીતે વર્તન કરશો,
  • વિચાર સાથે કામની શરૂઆત કરે છે.

3. શારીરિક શ્રમ કરે છે

નિયમિત યોગ કસરત તો કરે છે પરંતુ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે-ત્રણ દિવસ થોડુ શ્રમકાર્ય કરે છે

શરીરને થાક લાગે અને શરિરમાથી પરસેવો પડે તે જરૂરી છે તે હતાશા અને તાણનો સામનો કરે છે અને ચિંતા ઓછી કરે છે.

કસરત તમારા મગજ, મૂડ અને ધ્યાન કેન્દ્રિત કરવાની તમારી ક્ષમતાને ઉત્તમ બનાવે છે, જે તમારા પ્રભાવને શ્રેષ્ઠ બનાવે છે.

 

 :: ઓનલાઇન, ગાડીની આર.સી.બુક ટ્રાંસફર કે નામ ચેન્જ કેવી રીતે કરવું? ::  



4. સારો પ્રાકૃતિક ખોરાક ખાય છે

સ્વસ્થ આહાર વધુ સારી આત્મગૌરવ અને ઓછી ભાવનાત્મક સમસ્યાઓ અને સુખી જીવન સાથે સંકળાયેલ છે.

આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણા સ્વાસ્થ્ય, શારીરિક ઊર્જા, એકાગ્રતા અને આપણી મનોસ્થિતિ સાથે સંકળાયેલ છે

5. બીજા સાથે સારા વ્યક્તિગત સંબંધો રાખે છે

તંદુરસ્ત સંબંધો સુખી વ્યક્તિનો સૌથી સુસંગત મિત્ર છે. સ્નેહી-સ્વજનો સાથે આત્મિયતાના સંબંધો રાખવાથી આપણને લાંબું અને સારી ગુણવત્તાવાળી જીંદગી જીવવામાં મદદ મળી છે.

6. સતત કામની વચ્ચે થોડો વિરામ લે છે

સતત કામ કરવા માટે ઉત્સાહી છે છતા અમુક સમયે કામને છોડીને થોડો વિરામ લઈને જીવનને માણે છે

7. મનને નિયંત્રણમા રાખે છે

કરેલા દરેક કાર્ય પર વિચાર કરે છે, વિચાર પર ધ્યાન આપે છે. દિવસ દરમિયાન થયેલા સારા-નરસા અનુભવને શેર કરે છે. જે નવુ શીખવા મળે અને પોતાનાથી થયેલી ભૂલોને પોતાના મનથી સ્વીકાર કરે છે.