સુકન્યા સમૃધ્ધિ યોજના । Suknya Yojana in Gujarati

"સુકન્યા સમૃધ્ધિ યોજના" ડિસેમ્બર ૨૦૧૪ થી શરૂ કરવામાં આવી છે . જેમા ૧૦ વર્ષની ઉમર સુધીની દીકરીઓ માટે આ યોજનાનું ખાતું ખોલી શકો છો . આ ખાતામાં જમા થયેલ રકમ પર સારું વ્યાજ મળે છે . મળેલ વ્યાજ પર તમારે કોઇપણ ટેક્ષ ભરવાનો થતો નથી. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ “બેટી બચાઓ, બેટી પઢાઓ” મિશનનો એક ભાગ છે

sukanya-samriddhi-yojana-gujarat-form-account-rate-document-bank

સુકન્યા સમૃધ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana in Gujarati) વીશે તમારા દ્વારા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તેના જવાબ દ્વારા તમને તમામ સારી અને સાચી માહિતી મળી રહેશે. તો ચર્ચાની શરૂઆત કરીયે

સુકન્યા સમૃધ્ધિ યોજના ૨૦૨૩

૧. સુકન્યા યોજનાનું (Suknya Yojana Account) ખાતું કોણ ખોલવી શકે છે?

આ યોજના માત્ર કન્યાઓ માટે છે. ૧૦ વર્ષથી નાની દીકરીઓ માટે ખાતું ખોલવામાં આવે છે.

Suknya Yojana માત્ર ભારતિય નાગરીકો માટે છે

 

૨. દીકરીઓ માટે સુકન્યા સમૃધ્ધિ યોજનાનુ ખાતું ક્યાં ખોલાવવું?

તમારી અનુકુળતા મુજબ પોષ્ટોઓફિસ, SBI Bank, Bank Of Baroda, Bank Of India, ICICI વગેરે કોઇપણ એકમાં તમે દીકરીના નામનું ખાતું ખોલાવી શકો છો.

ત્યા જઈને તમારે આ યોજનાનું Account Form  ભરવાનું છે અને જરૂરી Documents આપવાના છે. 

 

૩. ક્યાં ક્યાં આધાર પુરાવાની જરૂર પડે છે?

  • તમે ભરેલું  Suknya Yojana Account Form 
  • દીકરીના જન્મનું પ્રમાણપત્ર/દાખલો
  • દીકરીનું આધાર કાર્ડ
  • માતા-પિતાના ઓળખપત્ર (ચૂંટણીકાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસંસ)
  • રહેઠાણના પુરાવા ( રેશન કાર્ડ, લાઇટબીલ, આધાર કાર્ડ)
 

:: ૨૦૨૧, વ્હાલી દીકારી યોજના, રૂ. ૧ લાખ ૧૦ હજારની સહાય

:: અટલ પેંશન યોજના, મેળવો દર મહિને રૂ. ૫૦૦૦/- સુધીનું પેંશન

 

૪. આ યોજનામાં તમે દીકરીના કેટલા ખાતા ખોલાવી શકો છો?

તમે એક દીકરીના નામ પર એક જ ખાતું ખોલાવી શકો છો. ત્રણ દીકરીઓ સુધી ખાતા ખોલાવી શકો છો.

જો તમે એક દીકરીના નામ પર એકથી વધુ ખાતા ખોલાવેલા હશે તો એક જ ખાતામાં વ્યાજ મળશે, બીજા ખાતા બંધ કરી દેવામાં આવશે

 

૫. Suknya Yojana Account કેટલી રકમ જમા કરી શકાય છે?

  • સુકન્યા સમૃધ્ધિ યોજનાનુ ખાતું રૂ.૨૫૦/- થી ખોલવામાં આવે છે
  • તમે ૧ વર્ષમાં રૂ. ૧ લાખ, ૫૦ હજાર સુધી જમાં કરાવી શકો છે અને તે પણ એક જ ખાતામાં
  • રૂ. ૧ લાખ, ૫૦ હજાર થી વધારે રકમ પર તમને કોઇ વ્યાજ આપવામાં આવશે નહી.

 

. સુકન્યા યોજનામાં જમાં થયેલી રકમ ક્યાંરે મળે છે?

તમે જે તારીખથી ખાતું ખોલાવો છો તે તારીખથી ૨૧ વર્ષ પુરા થાય ત્યારે જમા કરેલ રકમ પાકે છે (દીકરીના ૨૧ વર્ષ નહી ખાતું શરૂ થયુ તેના ૨૧ વર્ષ ગણવા)

જો તમારે દીકરીના લગ્ન માટે વચ્ચેથી પૈસાની જરૂર પડી તો તમે ખાતુ બંધ કરીને જમા થયેલી રકમ લઇ શકો છો.

(ત્યારે દીકરીની ઉમર ૧૮ વર્ષની હોવી જોઇએ. લગ્ન પહેલા ૩ મહીનામા કે પછીના ૩ મહીનામા અરજી કરવી) 

 
Sukanya Yojana Gujarat Full Information By Video:
 

૭. વચ્ચે પૈસાની જરૂર પડી તો જમા રકમ ઉપાડી શકીયે કે નહી?

દીકરીના લગ્ન માટે રકમ ઉપાડી શકો છો. કુલ જમાં થયેલ રકમના ૫૦% જ રૂપિયા મળશે અને દીકરીની ઉમર ૧૮ વર્ષની હોવી જોઇએ

દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે પણ રકમ ઉપાડી શકો છો. જેમા દીકરીની ઉમર ૧૮ વર્ષની હોવી જોઇએ અથવા ધોરણ ૧૦ પાસ કરેલુ હોવુ જોઇએ. જેમા તમારે અભ્યાસ માટે ભરવાની થતી તમામ ફીની પહોંચ આપવી પડશે અને ફીમાં જે રકમ લખેલી છે તેટલા જ રૂપિયા તમને મળશે.

 

૮. મારે કેટલા વર્ષ સુધી ખાતામાં રૂપિયા ભરવાના થશે?

તમે જે તારીખથી ખાતું ખોલાવો ત્યારથી લઇને ખાતાના ૧૫ વર્ષ પુરા થાય ત્યા સુધી રકમ જમા કરવાની છે

૧૬ માં વર્ષની શરૂઆતથી લઇને ૨૧ વર્ષ (૬ વર્ષ સુધી) તમારે કોઇપણ રકમ ભરવાની થશે નહી. પરંતુ કુલ જમા થયેલી રકમ પર આ ૬ વર્ષ સુધી તમને વ્યાજ મળતું રહેશે.

 

:: મુખ્યમંત્રી અમ્રુતમ યોજના, મા કાર્ડ રૂ. ૫ લાખ સુધીની મેડિકલ સહાય

:: પાલક માતા-પિતા યોજના, દર મહિને રૂ.૩૦૦૦/- હજારની સહાય, ૦ થી ૧૮ વર્ષ સુધી

 

૯. સુકન્યા સમૃધ્ધિ યોજનામા જમા થયેલી રકમ પર કેટલુ વ્યાજ મળે છે?

મિત્રો લગભગ દર વર્ષે વ્યાજનો દર બદલાતો રહે છે. હાલમા ૭% આસપાસ વ્યાજ મળે છે. તમે જે હપ્તો ભરો છો તે 80 c મા ટેક્ષમા બાદ મળે છે. 

 

૧૦. સુકન્યા યોજના રકમની આશરે ગણતરી Sukanya Yojana Calculator

ઉપરના વિડીયોમા પુરી ગણતરી સમજાવેલ છે

"સુકન્યા સમૃધ્ધિ યોજના ગુજરાતીમાં" પોષ્ટને તમારા social media માં શેર કરો જેથી જરૂરીયાતવાળા લોકો આ યોજનામા જોડાય અને દીકરીઓને તેનો લાભ મળે.....આભાર............   જય જય ગરવી ગુજરાત

   

:: મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2023 ::