આયુર્વેદિક કિચન ગાર્ડન વીશે વાત કરીશું.  

મસાલાથી મહેકશે તમારું આંગણું અને ઘર. તમારા ઘરે ફળીયું હોય કે ના હોય તો પણ તમે આયુર્વેદિક કિચન ગાર્ડન બનાવી શકો છો. તમારે માત્ર માટીના કુંડા, કાળી માટી અને આ ૬ વનસ્પતિના છોડ, ફળ કે બીજની જરૂર છે. 

આદું, કોથમીર, અજમો, હળદર, વરીયાળી, મેથીની ભાજીનો છોડ, ઔષધિ વનસ્પતિ

 

આયુર્વેદિક વનસ્પતિને કુંડામાં કેવી રીતે વાવવી અને તેના ફાયદા વીશે જાણીયે.

 

 ૧. આદું

કેવી રીતે રોપવું? આદુંની એવી ગાંઠો લેવી જેમાં કળી કે કોટો નીકળેલો હોય. તેને ક્યારામાં કે કૂંડામાં ખાડો ખોદીને રોપો. ધ્યાન એરાખવાનુંછે કે કળી કે કોટાવાળો ભાગ ઉપરની બાજુએ રહે. તેના પર માટી નાખો અને થોડું પાણી.

આદુંના ઉપયોગથી થતા ફાયદાઓ:

  • સોજો, ગળામાં બળતરા કે ઉધરસ તો આદુંનો ઉપયોગ થાય છે
  • આદુંમાં આયર્ન, કોપર, કેલ્શિયમ, ઝિંક અને મેગ્નેશિયમનું સારૂ પ્રમાણ હોય છે
  • ભારતના આયુર્વેદમાં આદુંને "મહાઔષધિ" તરીકે ઓળખવામાં આવે છે
  • તેની અંદર એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિઈન્ફલેમેટ્રી ગુણ છે
  • ચા, ચટણી અને ઉકાળોમાં આદુંનો ઉપયોગ કરી શકાય છે 
આદું, આદુંનો છોડ, ઔષધિ વનસ્પતી
 

૨. અજમા

કેવી રીતે રોપવું?  અજમાના છોડની ડાળી કાપી લો અને તેને ક્યારામાં કે કૂંડામાં રોપી દો.

અજમાના ઉપયોગથી થતા ફાયદાઓ:

  • પેટનો દુ:ખાવો અને મોંમાંથી દુર્ગંધ દૂર કરવા માટે ઉપયોગી છે
  • ભૂખ ના લાગતી હોય તો મસાલામાં તેનો ઉપયોગ કરીને પીવામાં આવે છે
  • તેના પાન કઢી, દાળ, બટાકાનું શાક, ચટણી અને ચણાના લોટના પકોડામાં ઉપયોગ કરી શકો છો
  • માંસપેશીઓનો દુ:ખાવો કે પેટમાં ગેસની તકલીફમાં તેના પાનનો ઉપયોગ થાય છે 
 
અજમાં, અજમાંનો છોડ, ઔષધિ વનસ્પતી

૩. હળદર

કેવી રીતે રોપવું? હળદરના મૂળીયા લાવીને માટીમાં ૬ ઈંચ ઉંડા રોપી દો. તેના પર થોડું પાણી નાખો. વધારે પાણી ના આપો અને કૂંડું એવું હોવું જોઈએ જેમાંથી વધારાનું પાણી નીકળી જાય.

હળદરના ઉપયોગથી થતા ફાયદાઓ:

  • મેલાટોનિન હોર્મોન વધારવાનો ગુણ હોય છે જે અનિંદ્રાની તકલીફ દૂર કરે છે
  • કેન્સરથી સંભાવનાથી બચાવે છે
  • દૂધ સાથે પીવાથી તે વધુ ફાયદાકારક છે
  • રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સંક્રમણથી બચાવે છે
હળદર, હળદરનો છોડ, ઔષધિ વનસ્પતી


૪. કોથમીર

કેવી રીતે રોપવું? સૂકા આખા ધાણા લો, હાથમાં લઇ ચોળો, ફાડા થઇ ગયા પછી ક્યારામાં કે કૂંડામાં ચાટી દો. થોડી માટી નાખો અને પાણી આપો.

કોથમીરના ઉપયોગથી થતા ફાયદાઓ:

  • કોથમીરમાં વિટામિન A, B1, B2 અને C તેમજ પ્રોટીન, કેલ્શિયમ, સોડિયમ, એન્ટિ-ઓક્સિડન્ટ, પોટેશિયમ હોય છે.
  • પેટના દુખાવામાં રાહત આપે છે
  • પાચન શક્તિમાં વધારો કરે છે
  • બ્લડ શુગર કન્ટ્રોલ કરે છે 
 
કોથમીર, કોથમીરનો છોડ, ઔષધિ વનસ્પતિ

 
  

૫. વરિયાળી

કેવી રીતે રોપવું? સૂકી વરિયાળીનાં દાણાંને હાથથી ઘસીને કૂંડામાં નાખી શકો છો. ઉપરથી માટી નાખીને થોડું પાણી નાખી દો.

વરિયાળીના ઉપયોગથી થતા ફાયદાઓ:

  • વરિયાળીમાં વિટામિન્સ, ફાઈબર અને કેલ્શિયમ હોય છે.
  • તે એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ ફંગલ અને એન્ટિ-ઓક્સિડન્ટ હોય છે
  • યાદશક્તિ અને આંખનું તેજ વધારવામા ખૂબ ઉપયોગી છે
  • પેટને સાફ રાખે છે અને મોની દુર્ગંધ પણ દૂર કરે છે
  • પેટ અને લિવરમાં દુખાવામા અને મોંમાં છાલા, તકલિફ્ને દૂર કરવામા ઉપયોગી છે
 
વરિયાળી, વરિયાળીનો છોડ, ઔષધિય વનસ્પતિ

૬. મેથી

કેવી રીતે રોપવું? મેથીના સૂકા દાણા બગીચા અથવા કૂંડામાં છાટી દો. ત્યારબાદમાં માટીથી દબાવી દો. થોડું પાણી નાખો જેથી માટીમાં ભેજ રહે.

મેથીના ઉપયોગથી થતા ફાયદાઓ:

  • મેથીમાં એન્ટિઓક્સિડન્ટ્સ છે જે હ્રદય માટે ફાયદાકારક છે
  • શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને નિયમિત રાખે છે
  • સંધિવા અને સાંધામાં સોજોના દુખાવામાં રાહત મળે છે.
  • નિયમિત મેથી પીવાથી લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટી જાય છે
  • શિયાળામાં કફ, ગેસ અને પેટમાં દુખાવાથી બચવા માટે મેથીના દાણાનો ઉપયોગ કરવો
મેથી, મેથીની ભાજી, મેથીનો છોડ, ઔષધિ વનસ્પતિ
 

મિત્રો આ પોષ્ટને લાઇક કરો અને તમારા social media માં શેર કરો. 

દરરોજ નવી સારી અને સાચી મેળવવા માટે અમારા ગુજરાતી પરિવાર સાથે જોડાવવા માટે Telegram અને Facebook Page ( /mygujaratwords) જોઇન કરો....આભાર....... 

જય જય ગરવી ગુજરાત..........