હેલ્ધી ખેલાડીઓને પણ હાર્ટ-અટેક કે બ્લોકેજ શા માટે આવે છે? 
રેમોજી સૌરવજી, કપિલજીના કેસમાંથી આપણે બે વસ્તુ સમજવાની જરૂર છે

હૃદયરોગથી બચીને લાંબું અને સારૂ જીવનકઈ રીતે જીવશો? છે તમારી પાસે જવાબ?

હજુ હમણાની જ વાત છે પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને હળવો હાર્ટ-અટેક આવ્યો હતો. અને તે પહેલા ક્રિકેટ લેજન્ડ કપિલ દેવ અને ડાન્સર રેમો ડિસુઝાને પણ સાથે હાર્ટ-અટેક આવ્યો હતો. શા માટે અવું થયું? તેઓ તો નિતમિત કસરત અને યોગ કરે છે.

  

રેમોજી સૌરવજી, કપિલજીના કેસમાંથી આપણે થોડી બાબતો સમજવાની જરૂર છે. નિયમિત કસરત કરતા હોવાથી હાર્ટ-અટેક કે બ્લોકેજ ન આવે તેવું નથી. પરંતુ તેનાથી સારવારમા ફાયદો થાય છે. જો આપણા પરિવાર કે વારસામાં કોઇને હ્રદયની બિમારી હોય તોપણ હાર્ટ-અટેક કે બ્લોકેજ વધી શકે છે

હાલના સમયમાં તો દરેક ઉમરના વ્યક્તિને બ્લોકેજ છે તો તેનાથી ચિંતા કરવાની જરૂર નથી તમારા દ્વારા પૂછવામાં આવેલા કેટલાક પ્રશ્નો અને તેના જવાબને વાચીએ. જેનાથી સારી અને સાચી માહિતિ મળશે અને હાર્ટ-અટેક કે બ્લોકેજની તકલીફ્થી પણ બચી શકાય.

 

:: ઘરે બનાવો આ ત્રણ પ્રકારની ઔષધિય ચા અને રહો તંદુરસ્ત 

::  રોજ રાત્રે પીઓ આ એક ગ્લાસ દૂધ અને વજન ઘટાડો

 

ઉપરના ત્રણેય ખેલાડીઓ અને બીજા એક્ટીવ લોકોને હાર્ટ-અટેક કે બ્લોકેજ શા માટે થાય છે?

બધા એક્ટીવ લોકો કે ખેલાડિઓનું આંતરીક સ્વાસ્થ્ય સારૂ જ હોય છે એવુ આપણે માનીયે છીયે. પરંતુ હૃદયમાં બ્લોકેજ આવવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે. જેમ કે બ્લ્ડ પ્રેશર, ડાયાબિટિજ, કોલેસ્ર્ટોલ, વ્યસન અને માનસિક તનાવ. આ ઉપરાંત સૌથી મોટું કારાણ સામે આવે છે તે શરીરના જનીનનું બંધારણ, આપણો વારસો.

પરિવાર કે વારસામાં કોઇને હ્રદયની બિમારી હોય, જીવન જીવવાની રીત, લોહીમાં રહેલા ચરબીના ઘટકો કે તેનું પ્રમાણ અને લાયકોપ્રોટીન પણ ભાગ ભજવતાં હોય છે. આપણે ગમે તેટલા એક્ટીવ કેમ ના હોય શરિરમાં લોહીની અંદર ચરબી જમા થવાની પ્રક્રિયા ચાલુ જ હોય છે. લગભગ ૩૫ થી ૪૦ વર્ષની ઉંમરથી ધીમે ધીમે આ પ્રક્રિયા વધતી હોય છે.

હ્રદય રોગ,  હાર્ટ અટેક કે બ્લોકેજ થવાના મુખ્ય કારણ

નળીની અંદર કોલેસ્ટેરોલ જમા થાય છે અને એ કોલેસ્ટેરોલ હૃદયની નળીમાં જમા થાય એનાથી એમનો પ્રવાહ અવરોધાતો હોય છે.  કોઈ અગમ્ય કારણોસર તણાવ વધે તો પણ અચાનક નળી બંધ પડી જતી હોય છે. જ્યારે નળી સાવ બંધ થઈ જાય ત્યારે છાતીમાં દુખાવો થાય, ગભરામણ થાય અને અટેક આવ્યો છે તેનો અનુભવ થાય છે. હૃદયની નળીના ફોટો માટે એન્જિયોગ્રાફી કરીએ ત્યારે એ સમયે ખબર પડે કે કેટલી નળીઓ બ્લોકેજ છે.

તમારા શરીરનું નિયમિત ચેકઅપ કરતા રહેવું જોઈએ. નિયમિત રીતે કસરત કરે છે અને સંયમિત રીતે જીવન જીવે છે તેમ છતાં જો એને હાર્ટ-અટેક આવતો હોય તો એનો અર્થ એ છે કે આપણે નિયમિત લોહી અને સાદા રિપોર્ટ, ઈકોકાર્ડિયોગ્રામ અને TMT (ટ્રેડમીલ ટેસ્ટ) રિપોર્ટ દર એક કે બે વર્ષે કરાવવા જોઈએ.

 કુટુંબમાં કોઈને આ તકલીફ થઈ હોય અને તેની સાથે લોહીના સંબંધો હોય તો વધારે નિયમિત રીતે રિપોર્ટ કરાવતા રહેવું જોઈએ. ના હોય તો પણ સીટી સ્કેન (CT SCAN) કે એન્જિયોગ્રાફી કરીને પણ જોઈ શકાય છે તેમજ હાથમાં સોય મૂકીને ફોટો પાડીને પણ જોઈ શકાય છે. 

 

સ્વાસ્થ્ય સારું હોઈ તોપણ ચેકઅપ શા માટે કરાવવું જોઈએ?

કંઈ થાય તેની રાહ ક્યારેય ના જોવી. કોઇપણ દર્દીની હ્રદયની નળીઓ સાંકડી છે કે બંધ છે તે જાણવા માટે તેમને હૃદયરોગ-નિષ્ણાત ડૉક્ટરને મળવું જોઈએ. તેમની સલાહ પ્રમાણે સોય માર્યા વગરની તપાસ એટલે કે ઈકો અને ટ્રેડમીલ ટેસ્ટ કરીને તપાસ કરી શકાય.

 ખાસ તો ૪૦ વર્ષની ઉંમર પછી રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. પરિવારમાં કોઇને બ્લડપ્રેશર, શુગર કે કોલેસ્ટેરોલની તકલીફ હોય ત્યારે તો ખાસ.

એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટી-શુ-છે

 આપણને કંઈ રીતે ખબર પડે કે હૃદયની કાર્યક્ષમતા ઘટી ગઈ છે કે બ્લોકેજ લક્ષણો કયાં છે?

આના માટે તમારે એન્જિયોગ્રાફી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. ટ્રેડમીલ તપાસ - પટ્ટા પર દોડતા હોઈએ ત્યારે તમારા હૃદયના ધબકારા, તમારું બ્લડપ્રેશર અને તમારું ECG આ ત્રણેય વસ્તુ ચેક થતી હોય છે. 

જેના પરથી તમારા હૃદયની કાર્યક્ષમતા કેટલી છે, હૃદય નબળું છે કે નહીં, ધબકારા વધુ ઝડપથી વધે કે નહીં, હૃદય અને શરીર કસાયેલું છે કે નહીં, એ બધા જ પ્રશ્નના જવાબ મળી રહે છે. આ તમામ નિરિક્ષણ પછી એન્જિયોપ્લાસ્ટી કરવી કે કેમ તેનો નિર્ણય લઈ શકાય છે.

 

બ્લોકેજ કુદરતી રીતે ખૂલી શકે કે પછી બ્લોકેજ કાયમ માટે રહે છે?

૪૫ થી ૫૦ વર્ષથી વધુ ઉમરવાળી ૧૦૦ માથી ૯૦ થી ૯૫ દર્દીઓમાં નળીમા ચરબીના કણો જમા થયેલા હોય છે. એ ચરબીના કણો સમયાંતરે થયેલા હોય છે. એ કુદરતી રીતે ક્યારેય નથી જતા. તે તમારા શરીરનો ભાગ બની જાય છે.

નાની ઉમરના માત્ર ૫ થી ૧૦ ટકા એવા દર્દીઓ હોય છે જેમની ઉંનળી બ્લોક થઈ ગઈ છે. જેમા નળી બ્લોકમાં લોહીના ગઠ્ઠાઓ હોય છે. એવા જૂજ કેસોમાં એવું બની શકે કે બ્લોકેજ કુદરતી રીતે ખૂલી જાય અથવા તો કોઈ ઈન્જેક્શન આપીને કે બલૂન કરીને ખોલવામાં આવે.

પરંતુ ઉમર વધવાની સાથે આ તકલીફ આવે છે તેમા ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બીમારી સાથે સંકળાયેલા છે અને કોલેસ્ટેરોલ જમા થઈને નળી સાંકડી થઈ ગઈ હોય જેનો કોઇ કુદરતી ઇલાજ નથી. તેમના માટે બલૂન મૂકીને-સ્ટેન્ટ મૂકીને બ્લોકેજ દૂર કરી શકાય છે.

હાર્ટ-અટેક-બ્લોકેજ-ન-થાય-કેવો-ખોરાક

જે સ્ટેન્ટ મૂકવામાં આવે તે કુદરતી રીતે નીકળી શકે કે પછી કાયમ માટે રહે છે?

કોલેસ્ટેરોલ લોહીમાં જમા થાય, સમય જતા તે કાયમી બની જાય છે તેના બ્લોકેજ ક્યારેય ખૂલતા હોતા નથી. એને એન્જિયોપ્લાસ્ટી કરીને ખોલવા જરૂરી છે. એન્જિયોપ્લાસ્ટી પછી જે સ્ટેન્ટ મૂકવામાં આવે છે અને આજીવન રહે છે. સમય જતાં શરીર તેના પર ચામડીનું એક લેયર બનાવી લે છે. એ ક્યારેય બહાર નીકળતું નથી.  

 

નાની ઉંમરમાં હાર્ટ-અટેક કે બ્લોકેજ દેખાય તો શું કરવું જોઈએ?

હાલના સમયમાં નાની ઉમરના લોકોમાં પણ બીમારી જોવા મળે છે. પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. શરિર એક મશીન છે તેમા ઘસારો આવે તેના ભાગ રૂપે આવું થવાની સંભાવના બને છે જેનું ચોક્કસ નિદાન અને ઉપચાર થવો જોઇએ. 

નિદાનની પ્રક્રિયાને આપણે એન્જિયોગ્રાફી કહીએ છીએ. એન્જિઓગ્રાફી એ કોઈ પ્રકારની સર્જરી નથી, એ દિવસમાં ત્રણ કે ચાર કલાક માટે હોસ્પિટલમાં દાખલ થઈને થતી પ્રક્રિયા છે. હાથમાં એક સોય લગાવીને તમારી એન્જિયોગ્રાફી થઈ જાય છે.  

જો વધારે તકલીફ જણાય તો જીવનશૈલી અને દવા દ્વારા આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ અને આગળ વધતું અટકાવી શકીએ છીએ.

હાર્ટ-અટેક-બ્લોકેજ-ન-થાય-તે‌-માટે-કસરત-યોગાસન

બ્લોકેજ દેખાય તો એન્જિયોપ્લાસ્ટી એકમાત્ર ઓપ્શન છે?

હ્રદયની નળીમા ૭૦ કે ૮૦ ટકા કરતા વધારે બ્લોક હોય અને હૃદય નબળું હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે નળીનો પ્રવાહ આપણે ખોલી નાખવો જોઈએ. જેથી તમારી ઉમર પ્રમાણે તમે સારૂ જીવન પસાર કરી શકો.

નિયમિત દવા લેવાથી બ્લોકેજ આગળ વધતાં અટકાવે છે. એકસાથે બે ત્રણ બ્લોકેજ આવે તો સ્ટેન્ટ મૂકી શકાય છે અને વધારે બ્લોકેજ આવે તો બાયપાસ સર્જરી કરવી પડે છે.  

 

સાવચેતી માટે શું કરવું જોઇએ?

આપણા રોજના ખોરાકમાં મોટે ભાગે કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય છે એ ઘટાડવા જોઈએ.

દરરોજ કસરત અને યોગ કરો જેનાથી હાર્ટ રેટ વધશે.