Mukhyamantri Baal Seva Yojna 2021 Notification Application PDF Form Download

મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2021 શું છે, Mukhyamantri Bal Seva Yojana Online or Offline Apply કેવી રીતે કરવી, "મુખ્યમંત્રી બાળ સેવા યોજના" અરજી PDF Form કેવી રીતે free download કેવી રીતે કરવું, Mukhyamantri Baal Seva Yojana માં ક્યાં ક્યાં Documents ની જરૂર પડે, Mukhyamantri Baal Seva Yojana અરજી કેટલા સમયમાં કરવી, મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2021 નો લાભ લેવા માટેની તમામ માહિતી મેળવીશું ગુજરાતી ભાષામાં. 
Makhyamantri Bal Seva Yojana 2021 Gujarat Notification GR Application Form PDF Documents

મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2021, ગુજરાત 

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તારીખ ૧૧/૦૬/૨૦૨૧ થી મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલ કરવામાં આવી છે. જેમાં કોવિડ-૧૯ મહામારીના સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને આર્થીક સહાય માસિક ચૂકવવા ઠરાવ થઈ આવેલ છે. 
 
What is Mukhyamantri Bal Seva Yojna 2021?
 
મુખ્યમંત્રી બાળ સેવા યોજના વિષે વધુ જાણીએ તો માર્ચ-૨૦૨૦થી દેશમાં કોવિડ-૧૯ મહામારી ગંભીર રીતે ફેલાયેલ છે. કોરોના મહામારીના આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ઘણા બાળકોના માતા અને પિતા બંનેનુ અવસાન થયેલ છે.
 
માતા-પિતાના અવસાનથી અનાથ બનેલ બાળકોને આર્થિક સહાય અને અન્ય પ્રકારની યોજનાનો લાભ અગ્રતાના ધોરણે આપવાની બાબત સરકારશ્રીની સક્રીય વિચારણા હેઠળ હતી. પુરતી વિચારણાના અંતે કોવિડ-૧૯ મહામારીના સમયગાળા દરમિયાન આવા અનાથ બનેલ બાળકોને સહાય આપવા નીચે મુજબની યોજના અમલમાં મુકવાનું આથી ઠરાવવામાં આવે
 
મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2021 ઠરાવ કે Notification શું છે?  
 
કોવિડ-૧૯ મહામારીના સમયગાળા દરમિયાન, નીચે દર્શાવેલ પાત્રતા મુજબ, અનાથ બનેલ બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ, લોન અને સાય આપવા “મુખ્યમંત્રી બાળ સેવા યોજના" નામની જુદા જુદા વિભાગોને આવરી લેતી નવી યોજના નીચેની શરતોને આધીન અમલમાં મુકવાનું ઠરાવવામાં આવે છે.
 
Who can apply for Mukhyamantri Bal Seva Yojana 2022? 
 
Mukhyamantri Bal Seva Yojana eligibility પાત્રતા અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેવા માટેની શરતો કે બાબતોનો સમાવેશ થાય છે
   
(અ) ૭ થી ૧૮ વર્ષ સુધીની વય જુથના જે બાળકોના માતા અને પિતા બંનેનું અથવા તો માતા કે પિતા કોઇ એકનુ પણ કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન થયું હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે.
 
(બ) કોરોનાના સમયગાળા અગાઉ જે બાળકના માતાપિતા બંનેનું અવસાન થયું હોય તે બાળકના પાલક માતા/પિતા (Adoptive Parents) પણ જો આ કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામ્યા હોય તો તેવા ફરીથી અનાથ બનેલ બાળકને પણ આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે.
 
(ક) જે બાળકના એક વાલી માતા કે પિતા કોરીનાના સમયગાળા અગાઉ અવસાન પામેલ હોય અને બીજા વાલી (માતા કે પિતા) કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામે તો તેવા કેસમાં પણ નિરાધાર થયેલ બાળકને પણ આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે.
 
How to apply online, offline for Mukhyamantri Bal Seva Yojana Gujrat?
 
Mukhyamantri Bal Seva Yojana નો લાભ લેવા માટે તમારે ઓફલાઇન અરજી કરવાની છે, એટલે કે application form ભરવાનું છે અને તેની સાથે મહત્વના ડોક્યુમેંટ્સ પણ જોડવાના છે જેની લિન્ક નીચે આપેલ છે 
 
What are Benefits of Mukhyamantri Baal Seva Yojana Gujarat 2021?
 
મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2021 માં મળવા પાત્ર સહાય કે લાભ નીચે મુજબ રહેશે.
 
(અ) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ Benefits
  1. માતા-પિતા બન્ને અવસાન પામ્યા હોય તેવા કિસ્સામા સહાય પેટે દર માસે બાળક દીઠ રૂ. ૪000/-  અથવા તો માતા કે પિતામાથી કોઇ એકનુ પણ અવસાન થયુ હોય તેવા કિસ્સામા સહાય પેટે દર માસે બાળક દીઠ રૂ. ૨000/- , બાળક ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યા સુધી મળવાપાત્ર થશે. બાળક જે માસમાં અનાથ બનેલ હોય તે માસથી આ સહાય મળવાપાત્ર થશે.
  2. ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પછી પણ જે બાળકનો અભ્યાસ ચાલુ હોય તેને રાજ્ય સરકારની આફટર કેર યોજનાનો લાભ આવક મર્યાદાના બાધ સિવાય ૨૧ વર્ષની ઉંમર સુધી મળવાપાત્ર થશે.
  3. ૨૧ વર્ષ પુર્ણ કર્યા બાદ પણ જે યુવક/યુવતીઓએ માન્ય અભ્યાસ ચાલુ રાખેલ હશે તો તેમને અભ્યાસ પૂર્ણ થાય અથવા ૨૪ વર્ષની ઉંમર પુરી થાય- એ બેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધી તેમને આફ્ટર કેર યોજના હેઠળ લાભ આપવામાં આવશે.
  4. ઉક્ત મુદ્દા નં.(૨) અને (3) માટે કોઇ પણ પ્રવાહના માન્ય અભ્યાસક્રમના સર્ટીફીકેટ, ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પાત્ર ગણવામાં આવશે. વધુમાં સરકારમાન્ય ધોરણોથી આપવામાં આવતી કૌશલ્યવર્ધન તાલીમ (Skill Development Training) પણ પાત્ર ગણાશે.
  5. નિરાધાર થયેલા બાળકોને શિક્ષણ માટે કેન્દ્ર / રાજ્ય સરકાર સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (ફક્ત કન્યાઓ માટે), નિવાસી શાળાઓ, સમરસ હોસ્ટેલો / સરકારી હોસ્ટેલોમાં, જે તે વિભાગની નિયમાનુસારની પ્રક્રિયામાં અગ્રતા આપી, પ્રવેશ આપવામાં આવશે,
  6. આ સમયગાળા દરમિયાન નિરાધાર થયેલ કન્યાઓને તેમના લગ્ન માટે કુંવરબાઇનું મામેરૂ યોજનાનો લાભ આવક મર્યાદાના બાધ સિવાય મળવા પાત્ર થશે.
  7. અનુસૂચિત જાતિ(SC), સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ(SEBC), વિચરતી/વિમુક્ત જાતિ(NT/DNT) અને આર્થિક પછાત વર્ગ(EWS)ના બાળકોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને અનુસૂચિત જનજાતિ(ST)ના બાળકોને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિ જે તે વિભાગના ઠરાવો, પરિપત્રો, નિયમોને આધીન રહીને અગ્રતાના ધોરણે મંજુર કરવામાં આવશે.
  8. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે આપવામાં આવશે.
  9. રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણીક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય જે તે વિભાગ દ્વારા અગ્રતાના ધોરણે આપવામાં આવશે.
(બ) શિક્ષણ વિભાગ Benefits
(ક) શ્રમ અને રોજગાર વિભાગ Benefit
  • ૧૪ વર્ષથી ઉપરના બાળકોને વોકેશનલ તાલીમ અને ૧૮ વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ અગ્રતાના ધોરણે આપવામાં આવશે.
(ડ) અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ Benefits
  • અનાથ બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ અગ્રતાના ધોરણે લાભ આપવામાં આવશે.
(ઈ) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ Benefits
 
મુખ્યમંત્રી બાળ સેવા યોજના ગુજરા, અન્ય સામાન્ય શરતો
 
(૧) "મુખ્યમંત્રી બાળ સેવા યોજના” ના અમલીકરણ માટે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગે નોડલ વિભાગ તરીકે કાર્યવાહી કરવાની રહેશે.
 
(૨) માર્ચ-૨૦૨૦થી કોરોના મહામારીના અંત સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે
 
(3) જે અનાથ બાળકનું કુટુંબ ગુજરાતનું મુળ વતની હોય અથવા ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી કાયમી વસવાટ કરતુ હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
 
(૪) ૧૦ વર્ષથી મોટી ઉંમરના બાળકના કેસમાં, બાળકના નામનું અલગ બેંક ખાતુ ખોલાવીને તે ખાતામાં જ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાંસફર(DBT)થી માસિક સહાયની રકમ જમા કરવામાં આવશે. 
 
જ્યારે ૧૦ વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકના કેસમાં, અનાથ બાળકના ઉછેરની જવાબદારી જે વ્યક્તિએ ઉપાડી હોય તે વ્યક્તિના પોતાના એકલાના નામે જ બેંક ખાતુ (Bank A/c in single name) ખોલવીને તે ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાંસફર (DBT)થી માસિક સહાયની રકમ જમા કરવામાં આવશે.
 
૧૦ વર્ષ કે તેથી નાની ઉંમરનું બાળક જ્યારે ૧૦ વર્ષથી વધુ ઉંમરનું થાય ત્યારે તે બાળકના નામનું અલગ બેંક ખાતુ ખોલાવીને તે ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાંસફર(DBT)થી જમા કરવામાં આવશે.
 
(૫) જો આ યોજના હેઠળ સહાય મેળવતું બાળક શાળાએ જવાની ઉંમર ધરાવતું હોય તો જ્યાં સુધી તેનું શાળાકીય શિક્ષણ ચાલુ હશે ત્યાં સુધી જ સહાય મળવાપાત્ર રહેશે.
 
(૬) Hoian Beaulo Sponsorship & Foster Care Approval Committee (SFCAC) અરજી મળ્યા તારીખથી સાત દિવસથી અંદર અરજી મંજુર/નામંજુર કરવાનો નિર્ણય લેવાનો રહેશે.
 
(૭) આ યોજનાનો લાભ લેવા માટે નિયત કરેલ અરજી પત્રકમાં જિલ્લા બાળ સુરક્ષા એકમને નિયત કરેલ દસ્તાવેજો સાથે ઓનલાઇન અથવા ઓફલાઇન અરજી કરવાની રહેશે
 
Document List of Mukhyamantri Bal Seva Yojna 2021 Gujarat
 
“મુખ્યમંત્રી બાળ સેવા યોજના" અરજી સાથે જોડવાના થતાં ફરજીયાત ડૉક્યુમેન્ટ
  1. બાળકના જન્મનો દાખલો/શાળા છોડયાનું પ્રમાણપત્ર
  2. બાળકના પિતાના મરણનું પ્રમાણપત્ર
  3. બાળકના માતાના મરણનું પ્રમાણપત્ર
  4. અરજી કર્યાના ત્રણ માસ સુધીમાં જમા કરવાના થતાં ડૉક્યુમેન્ટ
  5. બાળકના આધાર કાર્ડની નકલ
  6. બાળક અથવા અરજદાર વાલીના બેંક ખાતાની પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા ચેકબુકનું રદ કરેલ પાનું
  7. અરજદાર પાલક વાલીના આધાર કાર્ડની નકલ બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તે અંગેનું શાળા/આંગણવાડીનું પ્રમાણપત્ર
 
અન્ય મહત્વની સરકારી યોજનાઓ: 
 
 
કેટલીક મહત્વની લિંક: 
 
Free Download PDF Form for Mukhyamantri Bal Seva Yojna 2021
મિત્રો અહી તમને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેવા માટે તમારે લેખીત અરજી કરવાની છે, જેના માટેનું application pdf form નીચે આપેલ છે તેને ડાઉનલોડ કરો
નીચે તમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકારની વેયાસાઇટની લિન્ક આપેલ છે ત્યાં જઈને પણ તમે વાચી શકો છો 

મિત્રો સરકારની તમામ નવી યોજના અને બાળકોને ઉપયોગી સરકારી સહાયની દરરોજ સારી અને સાચી માહિતી મેળવવા માટે અને આપણા ગુજરાતી પરિવાર સાથે કાયમી જોડાવવા માટે “My Gujarat Words” Facebook Page લાઇક કરો ફોલોવ કરો….. જય જય ગરવી ગુજરાત.