Mukhyamantri Shishyavruti Yojana 2022, Online  Application Form Documents

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા CMSS યોજના ૨૦૧૮માં નવા સુધારા વધારા કરીને શરૂ કરવામાં આવી છે. “મુખ્યમંત્રી યોવા સ્વાવલંબનયોજના” (MYSY Department, Gujarat) અંતર્ગત આ શિષ્યવૃતિનો લાભ લઈ શકો છો. જેમાં તમને 50% અથવા રૂ. ૫૦૦૦૦૦/- બે માથી જે ઓછું હોય તે રકમ શિષ્યવૃતિ પેટે મળવાપાત્ર થાય છે.

image of Mukhyamantri Shishyavruti Yojana 2021-2022

Chief Minister Scholarship Scheme 2021-22 Gujarat, આ યોજનાનો લાભ મેળવવા માટે online apply, application pdf form, documents, eligibility, benefits વગેરે બાબતોને આપણે ગુજરાતી ભાષામા માહીતી મેળવીશુ. મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના ૨૦૨૧/૨૨ સારી અને સાચી માહિતી મેળવીયે.
 
 
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તા. ૦૧/૦૨/૨૦૧૮ મા જાહેર થયેલ ઠરાવ મુજબ ગુજરાત રાજ્યમા આવેલી શાળાઓમાથી માન્ય બોર્ડની ધોરણ ૧૨ ની વિગ્નાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા પાસ કરીને સ્નાતક અભ્યાસક્રમ કરતા નીચે જણાવેલ સાત કેટેગરીમા પાત્રતા ધરાવતા વિધ્યાર્થીઓને મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના ૨૦૨૧-૨૨ લાભ મળવા પાત્ર થાય છે. 
  
મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજનાનો કોને મળવાપાત્ર છે? Who can get CMSS Scholarship 2022-23 Benefits or Eligibility?

૧. રાજ્યના ૫૦% થી ઓછો મહિલા સાક્ષરતા દર ધરાવતા ૫૦ તાલુકાની શાળાઓમાથી ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરનાર કન્યાઓને આ યોજના નીચે જેટલી સંખ્યા ઠરાવવામાં આવે તે સંખ્યાની મર્યાદામાં તેઓ કેટેગરીમાં આવતા હશે તો તેઓને શિષ્યવૃતિ મળવાપાત્ર થશે.

૨. ગુજરાત રાજ્યના વતની હોય અને યુદ્ધ, આતંકવાદ, નકસલવાદ જેના કારણોસર ફરજો દરમ્યાન માર્યા ગયા હોય અથવા કાયમી વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેનાના કેન્દ્રિય કે રાજ્યના અર્ધલશ્કરી દળોના કેન્દ્રિય કે રાજ્યના અનામત પોલીસદળોના અને ગુજરાત પોલીસદળોના જવાનોના સંતાનો કે જેઓએ ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરી હોય તેઓને આ યોજના નીચે જેટલી સંખ્યા ઠરાવવામાં આવે તે સંખ્યાની મર્યાદામાં તેઓ કેટેગરીમાં આવતા હશે તો તેઓને શિષ્યવૃતિ મળવાપાત્ર થશે.

૩. શ્રમિક કાર્ડ ધારવતા શ્રમિક વાલીના ધોરણ ૧૨ પછીના કોઈપણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તેવા બાળકો.

૪. ધોરણ ૧૨ પછીના કોઈપણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તેવા ૪૦% થી વધુ વિકલાંગ ધરાવતા વાલીના બાળકો અથવા પોતે ૪૦% થી વધુ વિકલાંગતા ધરાવતા હોય તેવા બાળકો.

૫. ધોરણ ૧૨ પછીના કોઈપણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તેવી વિધવા મહિલાના બાળકો.

૬. ધોરણ ૧૨ પછીના કોઈપણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તેવી ડીવોર્સ / ત્યગતા મહિલાના બાળકો.

૭. ધોરણ ૧૨ પછીના કોઈપણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તેવા અનાથ બાળકો જેના માતા પિતા બંને મરણ પામેલા હોય.   

ઉપરોક્ત જણાવેલ કેટેગરીમાં આવતા ધોરણ ૧૨ પાસ વિધ્યાર્થીઓ (www scholarship Gujarat gov in application form 2021) મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના લાભ મેળવી શકે છે.

Mukhyamantri Shishyavruti Yojana ની આવક મર્યાદા કેટલી છે?

વાર્ષિક રૂ.૪.૫૦ લાખ સુધીની આવકા મર્યાદા ધરાવતા વાલીના બાળકો માટે

અનામત વર્ગના બાળકો માટે:

અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને શારીરિક અશક્તતા ધરાવતા વિધ્યાર્થીઓ માટે કુલ લાભાર્થી સંખ્યાની ટકાવારીમાં આ યોજનામાં નિયમ મુજબ ભરતી સમયે રાખવામા આવતી ટકાવારી જેટલી શિષ્યવૃતિ સંખ્યા અનામત રહેશે. 

 

::- સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના, ૨૫ વર્ષ સુધી મફત વીજળી વાપરો, ૪૦% સબસિડી 

 

શિષ્યવૃતિ સંખ્યા: ૨૫૦ શિષ્યવૃતિઓ

શિષ્યવૃતિ સંખ્યા માટેના અભ્યાસક્રમો :

૧. મેડિકલ અભ્યાસક્રમ માટે – ૨૫૦ શિષ્યવૃતિ

૨. પેરામેડિકલ અભ્યાસક્રમ માટે – ૨૫૦ શિષ્યવૃતિ

૩. ઇજનેર તથા પ્રોફેશનલ અભ્યાસક્રમ માટે – ૧૦૦૦ શિષ્યવૃતિ

૪. સાયન્સ (PCM) 300, (PCB) 100, કોમર્સ અને આર્ટસ 600 - ૧૦૦૦ શિષ્યવૃતિ

 

મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજનાની રકમ 

(CMSS Scholarship Money 2022-23 in Gujarat)

 

૧. પાત્રતા ધરાવતા ઉચ્ચ શિક્ષણના હેતુસર – પેરામેડિકલ માટે – જે તે સ્વનિર્ભર અભ્યાસક્રમ માટે નિયત થયેલ વાર્ષિક ટ્યુશન ફી ની ૫૦% રકમ અથવા રૂ. ૧,૦૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી મંજૂર કરી શકશે.

૨. તબીબી અભ્યાસક્રમો માટે નિયત થયેલી વાર્ષિક ટ્યુશન ફી ની ૫૦% રકમ અથવા રૂ. ૫,૦૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી મંજૂર કરી શકશે.

૩. પાત્રતા ધરાવતા હોય તેવા ઇજનેરી તથા પ્રોફેશનલ કોર્ષ માટે ટ્યુશન ફી ની ૫૦% રકમ અથવા રૂ. ૧,૦૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી મંજૂર કરી શકશે.

૪. પાત્રતા ધરાવતા હોય તેવા રાજ્યની સરકરી / ગ્રાન્ટેડ સંસ્થાઓ જેવી કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ માં પ્રવેશ મેળવનાર વિધ્યાર્થીઓને મેરીટના આધારે રૂ. ૧૦,૦૦૦/- શિષ્યવૃતિ મળવાપાત્ર થશે.

 

મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે

(CMSS Yojana Online Apply 2022-2023)
 

Mukhyamantri Shishyavruti Yojana 2022 માટે જરૂરી આધાર/પુરાવા, Documents List:

૧. આવકનો દાખલો

૨. આધાર કર્ડની સ્વપ્રમાણીત નકલ

૩. ધોરણ ૧૨ પાસ કર્યાની માર્કશીટ સ્વપ્રમાણીત નકલ

૪. શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર સ્વપ્રમાણીત નકલ

૫. ટ્યુશન ફી ભર્યાની પહોચ સ્વપ્રમાણીત નકલ

૬. નેસનલાઇજ બેંક ખાતાની પાસબુક સ્વપ્રમાણીત નકલ

૭. વાલી અને વિધ્યાર્થીએ આપવાનુ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (ફ્રેશ અરજી કરનાર માટે)

૮. સંસ્થાના લેટરપેડ પર પ્રમાણપત્ર ફોર્મ (ફ્રેશ અને ડિલે અરજી કરનાર માટે)

૯. ડોમિસાઇલ સર્ટિફિકેટ

૧૦. જવાન સર્ટિફિકેટ (જો લાગુ પડતુ હોય તો)

૧૧. આવક વેરા પાત્ર ન થતા હોવાનુ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ

૧૨. વિકલાંગતાનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો)

૧૩. શ્રમિક કાર્ડ (જો લાગુ પડતુ હોય તો)

૧૪. વિધવા હોવાનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો)

૧૫. ત્યગતા હોવાનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો)

૧૬. અનાથ આશ્રમમા રહેતા વિધ્યાર્થીઓ માટેનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો)

૧૭. ફરીથી (રીન્યુ) સહાય મેળવવા માટે સંસ્થાના લેટરપેડ પર પ્રમાણપત્ર, ગુજરાતીમા

૧૮. ફરીથી (રીન્યુ) સહાય મેળવવા માટે સંસ્થાના લેટરપેડ પર પ્રમાણપત્ર અંગેજીમા

 

Mukhyamantri Shishyavruti Yojana 2021-2022 માટે યોજનાનો લાભ લેવા માટે કેટલાક ફોર્મ કે પત્રકોની જરૂર પડે છે જે તમને નીચે આપેલ છે. જો તમને લાગુ પડતા હોય તો તમે PDF Form File છે તેને ડાઉનલોડ કરી શકો છો
 
  1. CMSS Scholarship GR Gujarat 2018
  2. Self-Declaration PDF Form  - માત્ર નવી અરજી કરનાર વિધ્યાર્થીઓ માટે
  3. Institute Letter Format PDF  - માત્ર નવા અને ડિલે થયેલ વિધ્યાર્થીઓ માટે
  4. Income Certificate PDF
  5. Martyr Permanently Disabled Jawan Certificate  - જાગુ પડતુ હોય તેવા વિધ્યાર્થીઓ માટે 
  6. Disability Certificate PFD Formatશારીરિક ખામીવાળા વિધ્યાર્થીઓ માટે
  7. Students Stay At Old Age Hone Certificateઅનાથ વિધ્યાર્થીઓ માટે
  8. Renewal Certificate PDF Format Gujaratiફરીથી શિષ્યવૃતિનો લાભ લેવા માટે
  9. Renewal Certificate PDF Format English ફરીથી શિષ્યવૃતિનો લાભ લેવા માટે
 

Chief Minister Scholarship Helpline Number: 079-26566000

CMSS Scholarship Toll Free Number: 7043333181

Online Application: Online Apply Now

 
મિત્રો, મને આશા છે કે CMSS Yojana in Gujarati પોષ્ટ વાચ્યા પછી આપને આ યોજનાની બધી માહિતી મળી ગઇ હશે. તમારે Internet પર વધારે search કરવાની જરૂર રહેશે નહી. 

Chief Minister Scholarship in Gujarati, 2022 પોષ્ટને તમારા social media account મા શેર કરો. જેથી તેઓ પણ આ “મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના” વિશે સારી અને સાચી માહિતી મેળવી શકે અને તેનો લાભ પણ લઇ શકે. 

હજુ પણ તમને કોઇ પ્રશ્ન હોય તો comment box મા જરૂરથી જણાવજો..... આભાર......

માનવ ગરિમા યોજના ૨૦૨૧ - રૂ. ૨૫૦૦૦/-