ગુજરાત સરકાર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના તમાન ખેડૂત મિત્રોને માલ-સામાનની હેરફેર માટે મીડીયમ સાઇઝના વાહન ખરીદવા માટે ૨૦૨૦-૨૦૨૧ ના વર્ષમાં નાણાકિય સહાય કે સબસિડી આપવામાં આવી રહી છે.

ખેડૂત મિત્રો માટેની આ સરકારી યોજનાને Kisan Parivahan Yojana 2020-21”,  કિસાન પરિવહન યોજના ૨૦૨૧” નામ આપવામાં આવ્યુ છે. 

 

kisan-parivahan-yojana-in-gujarati-online-apply-status-form-documents-pdf

હજુ ઘણા ખેડૂત મિત્રોને આ Kisan Parivahan Yojna in Gujarati વિશે પુરી માહિતી નથી અને તેમો લાભ લેવાથી વંચીત હરી જાય છે. માટે તમારા દ્વારા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેની ચર્ચા કરીને કિસાન પરિવહન યોજના વીશે સારી અને સાચી માહિતી મેળવીશું.

જે મિત્રો આ પોષ્ટ્ને વાચી રહ્યા છે તેમને અમારી ખાસ વિનંતી છે કે અમારા ફેસબૂક પેજ, ટેલિગ્રામ ગ્રુપ, “mygujaratwords” ગુજરાતી પરીવાર સાથે જોડાવાવ માટે ફોલોવ કરો અને લાઇક કરો તેમજ અમારી યુટ્યુબ ચેનલ “K R Patel Record” ને સબસ્ક્રાઈબ કરો.  

કિસાન પરિવહન યોજના વીશેના કેટલાક પ્રશ્નો

૧. આ યોજનાનો લાભ કોને મળે છે?

  • ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો કિસાન પરિવહન યોજના લાભ લઈ શકે છે.
  • પાંચ વર્ષમાં એકવાર માઠાદિઠ લાભ લઇ શકો છો
  • સરકાર દ્વારા એમ્પેનલ થયેલ કંપનીનું એમ્પેનલ થયેલ મોડલ જ તમારે ખરીદીવાનું રહેશે

 

૨. કિસાન પરિવહન યોજના માટેના જરૂરી Documents

  • આધાર કાર્ડ
  • મોબાઇલ નમ્બર
  • રેશનકર્ડ
  • બેંક પાસબુક
  • જાતીનો દાખલો
  • ૭/૧૨/૮અ દાખલા

આ તમામ ડોક્યુમેંટ તમારે સ્કેન કરિને pdf ફોર્મેટમા (એક કગળની size 200 kb) સેવ કરવા આગળ કામ આવશે

 

૩. આ યોજના માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી?

How to apply online for Kisan Parivahan Yojana Gujarat?

આ યોજનાનો લાભ લેવા માટે તમારે આઇ-ખેડૂત પોર્ટલ ઉપર Online Application કરવાની થશે. જેતે જિલ્લાના ખેડૂતોએ તમારા જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે

Online Application for Kisan Parivahan Yojana Gujarat 2021

Ikhedut portal / website ખોલો તેમા “યોજના” લખેલું તેના પર ટીક કરો

નીચેના વિડિયોમાં આ સ્ટેપ આપેલા છે

  • આ પેજ ખુલશે તેમા ઓકે આપો
  • આ પેજ ખુલશે તેમા ખેતિવાડી યોજના પર ટીક કરો
  • આ પેજ ખુલશે તેમા “અરજી કરો” તેમા ટીક કરો
  • આ પેજ ખુલશે તેમા ઓકે પર ટીક કરો
  • આ પેજ ખુલશે તેમા તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલુ હોય તો હા આપો અને આગળ વધો
  • તેમા તમારા આધાર અને મોબાઇલ નમ્બર લખિને કેપ્ચા કોડ લખો
  • અને જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલુ હોય તો ના આપો અને આગળ વધો
  • આ નવી અરજી માટેનુ પેજ ખુલશે તેમા તેમા નવી અરજી કરવા ક્લિક કરો તેમા ટીક કરો
  • આ અરજી ફોર્મ ખુલશે જેમા તમારી તમામ વિગતો લખીને “અરજી સેવ કરો” તેમા ટીક કરો

આ રીતે તમારે આગળ વધવુ

  • નવી અરજી કરવી
  • અરજીમા અપડેટ કરવુ
  • અરજી કંફર્મ કરજી
  • અરજીની પ્રિંટ કાઢવી
  • પ્રિંટ થયેલી અરજીમા સહી કરીને અપલોડ કરવી
  • અન્ય ડોક્યુમેંટ અપલોડ કરવા

 


૪. Kisan Parivahan Yojana 2021 ની ઓનલાઇન અરજી કર્યા પછી મેન ઓફિસે રૂબરૂ અરજી આપવા માટે જવું પડે કે નહી?

તમે જે ઓનલાઇન અરજી કરી તે  પેજમાં બે ઓપ્સન આપેલા છે. ૧. અરજી પ્રિંટની સહિ કરેલી અકલ ૨. અન્ય ડોક્યુમેંટ અપલોડ કરવા.  આ બન્ને કામ તમે ઉપર મુજબ પ્રોસેસ પુરી કરી દીધી છે એટલે તમારે મેન ઓફિસે રૂબરૂ અરજી આપવા માટે જવું પડશે નહી 

    

૫. કિસાન પરિવહન યોજનામાં કેટલી સહાય મળે છે?

નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- આ બેમાથી જે ઓછુ હશે તે મળવાપાત્ર થશે

સામાન્ય/ અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હશે તે મળવાપાત્ર થશે 

 

૬. Online કરેલી અરજી ક્યાં પહોચી તે જાણવા માટે શું કરવું?

આઇ-ખેડૂત પોર્ટલ પર મુખ્ય પેજમાં “અરજદાર સુવિધા” લખેલું છે તેના પર ટીક કરવું.

બીજુ પેજ ખુલશે તેમા તમારે તમે કરેલ ઓનલાઇન અરજીનો નમ્બર અને તમારો અરજી વખતે નાખેલો મોબાઇલ નમ્બર લખવો અને બાજુમા લખેલો કેપ્ચા કોડ લખવો

તેની નીચે અરજીનું સ્ટેટસ લખેલુ છે તેના પર ટીક કરવુ

 

૭. Online Dealer List જોવા માટે શું કરવું?

આઇ-ખેડૂત પોર્ટલ પર મુખ્ય પેજમાં “ઈનપુટ ડિલરો” લખેલું છે તેના પર ટીક કરવું.

 

૮. Kisan Parivahan Yojana Gujarat 2021 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

કિસાન પરિવહન યોજના માટે Online Application કરવાની છેલ્લી તારીખ: ૩૧/૦૧/૨૦૨૧ છે.

 

મિત્રો મને આશા છે કે કિસાન પરિવહન યોજના ગુજરાત પોષ્ટમાં તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. આ માહિતીને તમારા સોશિયલ મિડિયામાં શેર કરો,mygujaratwords” ફેસબુક પેજને ફોલોવ-લાઇક કરો