ખેડૂત આંદોલન અને ટ્વીટર Vs દેશી ટ્વીટર Koo?

શુ છે ડિજીટલ વિવાદ?

આપ સૌ લોકો જાણો છો કે નહી? થોડા દિવસો પહેલા ભારત સરકાર અને અસલી ટ્વીટર વચ્ચે માથાકૂટ થાઇ હતી. જેમા ખેડૂત આંદોલનને લઈને સરકારે ૧૧૦૦ જેટલા એકાઉન્ટ્સ બ્લોક કરવાનું કહ્યું હતું. જેમા સરકારને શંકા છે કે તે પાકિસ્તાન કે ખાલિસ્તાની સમર્થક અથવા વિદેશીઓનાં છે તેના દ્વારા સરકારને લૉ એન્ડ ઓર્ડરને જોખમ છે. પણ ભાઇ તો ટ્વીટર છે હો તેણે એકાઉન્ટ્સ બ્લોક કરવાની ના પાડી.

khedut-andoaln-benefits-koo-vs-twitter

ઘણા લોકોને વાત ખટકી અને તેનો સૌથી મોટો ફાયદો થયો આપણી સ્વદેશી ટ્વીટર Kooને. એક અઠવાડીયામા તો તેના ૨૦ ગણા ડાઉનલોડ્સ વધી ગયા અને વેબસાઈટ પર પણ ૫૦ ગણો ટ્રાફિક વધી ગયો છે

:: ૧૯ કરોડથી વધુ કિમતના હેરિટેજ વૃક્ષો ::

શા માટે આવુ થયુ? કારણ કે ટ્વીટર Koo ટ્વીટરની જેમ માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ છે. જ્યારે સરકાર અને અસલી ટ્વીટર વચ્ચે માથાકૂટ થાઇ હતી ત્યારે અનેક કેન્દ્રીય મંત્રીઓ, નેતાઓ, સેલેબ્રિટિઝ સહિત ઘણા સરકારી વિભાગ દેશી કૂ એપ સાથે જોડાઇ ગયા. અને લોકોને અપિલ કરી કે તેઓ પણ એપ સાથે જોડાય, છે નાનુ એવુ ડિજીટલ વોર.

પરંતુ દેશી Koo એપ શું છે?

Koo ટ્વીટરની જેમ માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ છે. બેંગલુરુમા સ્થિત બોમ્બીનેટ ટેકનોલોજીસ પ્રાઈવેટ લિમિટેડે કમ્પની દ્વારા એપ બનાવામા આવી છે. જે ગયા વર્ષે માર્ચમા લોન્ચ કરાઈ હતી. ભારતના વતની અપ્રમેય રાધાકૃષ્ણ અને મયંક બિદ્વતકાએ ડિઝાઈન કરી છે.

અહી તમારી વાતને ૪૦૦ શબ્દો વર્ણવી શકો છો. તેમજ મિનિટનો વિડીયો કે ઓડિયો પણ રેકોર્ડ કરી શકો છો. એપમા હાલમા હિન્દી, અંગ્રેજી સહિત કન્નડ, તમિલ, તેલુગુ અને મરાઠી ભાષા છે. ભવિષ્યમા સંસ્કૃત સહિત ૧૨  ભાષાઓનો પણ સામેલ કરવાની તૈયારીમા છે.


ટ્વીટર હતું,  તો Koo એપની જરૂર કેમ છે?

એપના કો-ફાઉન્ડર મયંકભાઇ કહે છે આપણા દેશની વસ્તિ ૧૩૦ કરોડ આસપાસ છે. જેમા બે-અઢી કરોડ કરોડ લોકો ટ્વીટર એપનો ઉપયોગ કરે છે. જેમાથી મોટાભાગના લોકો અંગ્રેજી ભાષામા પોતાની વાત રજૂ કરી રહ્યા છે. જ્યારે દેશની મોટાભાગના લોકો અંગ્રેજીમાં વાત કરતી નથી.

:: સ્માર્ટ વોટર મેનેજમેન્ટ મશીન ૨ લાખ લીટર પાણીનો બચાવ - સ્વદેશી ::  

લોકો પોતાની સ્થાનિક ભાષામા વાત કરવાનુ વધારે પસંદ કરે છે. આથી અમે ઈચ્છતા હતા એવો માઈક્રોબ્લોગ શરૂ કરીએ, જે ભારતીય ભાષાઓમાં હોય, અમારી કંપની દરેક ભારતીય સાથે જોડાઇને દરેકને વાત રજૂ કરવાની તક મળે.

Koo એપમા એવા ફિચર્સ પણ છે જે ટ્વીટરમાં નથી. તમે જે ભાષા પસંદ કરો બધુ તે ભાષામા જોવા મળશે. હિંદિ અંગ્રેજી કિબોર્ડ પણ છે. એક પીપલ ફીડ ઓપ્સન પણ છે જ્યાં તમને તમામ યુઝર્સ જોવા મળે છે અને આપ તેમને ફોલો કરી શકો છે. ટ્વીટરમાં નથી

in-gujarati-koo-vs-twitter

એપ તો સારી છે અને સ્વદેશી પણ છે. છ્તા કેટલાક વિવાદોમા ઘેરાયેલી છે.

1. કૂ એપ ડેટા લીક કરે છે એવો આરોપ છે

આપણો દેશ આગળ વધે એવુ ઘણા લોકો ઇચ્છતા નથી. ફ્રાંસના હેકર એંડરસને ટ્વીટ કરીને આરોપ લગાવ્યો છે Koo યુઝર્સનો ડેટા લીક કરી રહી છે. તે દાવો કરે છે કે લોકોના ઈમેઈલ આઈડી, મોબાઈલ નંબર, મેરિટલ સ્ટેટસ, ડેટ ઓફ બર્થ વગેરે માહિતી લીક થઈ રહ્યો છે.

તેના જવાબમા Kooના કો-ફાઉન્ડર અપ્રમેય રાધાકૃષ્ણ કહે છે કે જે ડેટા અગાઉથી પબ્લિક છે, તેને ડેટા લીક કહેવું બરાબર નથી. તેઓ કહે છે કે Kooમાં દરેક યુઝરને એક આઈડી અસાઈન થાય છે. તેઓ અવાર નવાર તમે આઈડી બદલી શકો છો. તેનાથી તમારું IP કે તમે બ્લોક નહીં થાઓ. માત્ર ઈમેઈલ આઈડી અને ડેટ ઓફ બર્થ જોઈ શકાય છે. જ્યારે જેન્ડર, મેરિટલ સ્ટેટસ અને નામ જોઈ શકાતા નથી. કેમકે ડેટાને પબ્લિક કરવો કે નહી તે યુઝરના હાથમાં છે.

:: મોબાઇલમા ડિજીટલ ચૂટણી કાર્ડ ડાઉનલોડ કરો ::

2. ચીન સાથે કનેક્શન છે તેવો આરોપ પણ છે

જ્યારે ટ્વીટર પર જ્યારે #KooApp ટ્રેન્ડ થઈ રહ્યું હતું અને એપના ઉપયોગ કરતા વધી રહ્યા હતા ત્યારે કેટલાક એવા લોકો પણ હતા, જેઓ એપનું કનેક્શન ચીન સાથે શોધી રહ્યા હતા.

મયંકભાઇ કહે છે કે ચીનની શૂન વેઈ કેપિટલે અમારી કંપનીમાં માઈનોરિટી સ્ટેક ખરીદ્યા હતા પણ હવે અમે તેનો સ્ટેક વેચાવી રહ્યા છીએ. અમે ભારતીય છીએ અને એપ સંપૂર્ણપણે ભારતીય છે. જિયોમાં ફેસબુકે સ્ટેક ખરીદ્યા છે તો તેનો મતલબ એવો નથી કે જિયો અમેરિકન કંપની બની ગઈ.

3. રાઈટ-વિંગ કનેક્શન એપ માનવામા આવે છે

Kooમાં સરકાર ખૂબ રસ દાખવી રહી છે. કેન્દ્રીય મંત્રીઓ અને સરકારી વિભાગના Koo પર જોડાયા છે જેને કારણે તેને રાઈટ-વિંગ એપ પણ કહેવામાં આવે છે. તેનું એક કારણ પણ છે કે તેને મોટાભાગના અમુક પાર્ટીના સપોર્ટ લોકો કરી રહ્યા છે.

મયંકભાઇ કહે છે કે અમારી Koo એપ ઓપન પ્લેટફોર્મ છે. જેમા કોઇ પાર્ટી જોઈને યુઝર અમારી સાથે જોડાઈ રહ્યા નથી. અમારે કોઈ ચોક્કસ પાર્ટી સાથે કનેક્શન નથી. અમારી કૂ એપ દેશના તમામ ભાઇઓ-બહેનો માટે છે. 

મિત્રો દરરોજ સારી અને સાચી માહિતી ગુજરાતી ભાષામાં મેળવવા માટે અમારા ગુજરાતી પરીવારના, "My Gujarat Words" ફેસબુક પેજ સાથે જોડાઓ અને બીજા ગુજરાતી મિત્રોને પણ જોડો.

તેમજ આપ પણ લખવાના શોખીન છો, કોઇ વ્યવસાય સાથે જોડાયેલા છો અને સોશીયલ મિડીયામા દરરોજ સારી પોષ્ટ કરવા માગો છો અને તે પણ ગુજરાતી ભાષામા તો અમારા ગુજરાતી પરીવારના, "Gujarat Info" ફેસબુક ગ્રુપ સાથે જોડાઓ અને બીજા ગુજરાતી મિત્રોને પણ જોડો.