આપણી સંસ્કૃતિમાં વેદોમાં વનસ્પતિ શાસ્ત્રોનું ખૂબ મહત્વ રહેલું છે. જેમાં દવા તરીકે અનેક પ્રકારની વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં છે. તેવી એક અદભૂત વનસ્પતિ વિશે જાણીશું જેનું નામ છે, બહેડા. ૨૦ થી વધુ રોગોની સારવાર માટે અમૃત સમાન છે એક ઔષધી, જાણો ઉપયોગ કરવાની રીત

બહેડ-ઔષધિય-વનસ્પતિ-ફાયદાઓ

બહેડા વનસ્પતિ વિશે:  

ભારત દેશમાં સર્વત્ર બહેડા વનસ્પતિ જોવા મળે છે. મોટેભાગે તે નીચલા પર્વતીય વિસ્તારોમાં વધારે જોવા મળે છે. ફેબ્રુઆરી- માર્ચ મહિના પછી વૃક્ષને નવી કુંપળો ફૂટે છે, નવા પાંદડા આવે છે. તેમજ મે મહિના સુધી તેમાં ફૂલ ખીલે છે. આગળ જાન્યુઆરી- ફેબ્રુઆરી માસમાં ફળ પાકે છે.

બહેડાનું વૃક્ષ ઊંચાઈ ૬૦ થી ૮૦ ફૂટ સુધી જોવા મળે છે. તેનું સીધું અને વૃક્ષનો આકાર અંડાકાર હોય છે. તેમાં સફેદ અથવા પીળા રંગના ફૂલ થી  ઈંચ લાંબા મંજરીઓમાં હોય છે. જે ફળ આવે છે તે અડધા ઇંચના ધૂળિયા રંગના, ગોળાકાર હોય છે. ફળ સુકાઇ જતાં ધારદાર અથવા હલકા પંચકોણીય જોવા મળે છે. તે એક બી હોય છે.

:: ફાસ્ટેગ માહિતી, તમામ નિયમો ગુજરાતીમા ૨૦૨૧::

બહેડા વનસ્પતિના વિવિધ નામ:

  • લેટીન નામ Belleric myrobalan છે
  • ઈંગ્લીશ નામ Siamese terminalia, Bastard myrobalan છે
  • સંસ્કૃત નામ ભૂતવાસા, વિભીતક, અક્ષ, કલિ દ્રુમ
:: મોબાઇલ દ્વારા ડિજીટલ ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરો ::

આયુર્વેદિક ઔષધી, બહેડાના ફાયદાઓ અને ઉપયોગ કરવાની સાચી રીત: 

૧. કીડનીની પથરી:  બહેડાના ફળનું ચૂરણ બનાવવું, કે ગ્રામ ચૂર્ણમાં મધ ભેળવીને સવારે અને સાંજે લેવાથી કીડનીની પથરીમાં લાભ થાય છે.

૨. હ્રદય રોગ: બહેડાના ફળના ચૂર્ણ બનાવી તેટલીજ માત્રામાં અશ્વગંધાના ચૂર્ણને ભેળવો. ભેળવીને ગ્રામ ચૂર્ણ લઈને ગોળ ભેળવીને ગરમ પાણી સાથે પીવાથી હ્રદય રોગમાં લાભ થાય છે

બહેડાના વૃક્ષની છાલનું ચૂર્ણ બનાવો, ચપટી ઘી અથવા ગાયના દૂધ સાથે દરરોજ લેવાથી હ્રદયના ધબકારા સામાન્ય બને છે.

તાવ-હ્રદય-કિડની-પથરી-બીમારી-સારવારમા-બહેડા-વનસ્પતિનો-ઉપયોગ

૩. તાવ: બહેડા અને જ્વાસાના ૪૦ થી ૬૦ મિલી જેટલા ઉકાળામાં ચમચી ઘી મિક્ષ કરીને દિવસમાં ત્રણવાર પીવાથી પિત્ત અને કફથી થયેલો તાવ દૂર થાય છે.

૪. વાળની બીમારી: બહેડા ફળમાથી જે તેલ નીકળે છે તે વાળ માટે ખૂબજ પોષ્ટિક છે. વાળ સ્વસ્થ રહે છે. ચમચી ફળનુ ચૂર્ણને કપ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે વાળના મૂળમા લગાવો અને કલાક પછી વાળને ધોઇ લો. આમ કરવાથી વાળ ખરવાના બંધ થાય છે.

૫. લાળ પડવાની સમસ્યા:  બાળકોને . ગ્રામ બહેડાનુ લઈ તેટલી માત્રામાં સાકર ભેળવીને થોડા દિવસો સુધી ખાવાથી લાળ પડવાની સમસ્યા દૂર થાય છે.

૬. દમની તકલીફ: બહેડા અને હરડે બન્નેની સરખી માત્રામા છાલ લઈને ચૂર્ણ બનાવો. ફાકીને દરરોજ સવારે ગ્રામ જેટલી પીવાથી દમ અને ઉધરસની તકલીફ દૂર થાય છે.  

બહેડાના ફળની છાલનુ ચૂર્ણ બનાવી તેમા ૧૦ ગ્રામથી વધારે મધ ભેળવીને ચાટવાથી હેડકી અને દમની ગંભીર બીમારી દૂર કરવામા ખુબ લાભ થાય છે.

૭. ઉધરસ:  બહેડા, અરડૂસી, કાળું મીઠું, બકરીના દુધમાં મિક્ષ કરીને પકાવીને ખવાથી તમામ પ્રકારની ઉધરસ દૂર મટે છે.

આખ, જાડા, ચામડી, ઉધરસ, શ્વાસ, રોગોની સારવાર માટે

૮. પેશાબમાં બળતરા: બહેડાના ફળના મજ્જાનો પાવડર બનાવી થી ગ્રામ ચૂર્ણમાં મધ મિક્ષ કરીને દરરોજ સવાર-સાંજ ચાટવાથી પેશાબમાં થતી બળતરા દૂર થાય છે.

૯. નપુંસકતા દૂર કરવા:   ગ્રામ ગોળ અને ગ્રામ બહેડાનું ચૂર્ણ લઈને ભેળવો. દરરોજ સવારે અને સાંજે પેષ્ટનુ સેવન કરવાથી નપુસંકતાની સમસ્યા દૂર થાય અને કામોત્તેજના પણ વધે છે.

૧૦. ચામડીના રોગ: બહેડાના ફળના અંદરરના ભાગનુ તેલ કાઢી તેને ખંજવાળ, ખરજવું, ખસ અને ધાધર પર નિયમિત લગાડવાથી બળતરા ઓછી થાય છે. બહેડાનું તેલ સફેદ દાગ મટાડે છે.

જો કાનમાથી રસી નિકળતી હોય તો તેલના કે ટીપા કાનમા નાખવાથી રસી બહાર નીકળતુ બંધ થાય છે. તેમજ માથામા લગવાથી ખોડો, માથાના વાળ સફેદ થવા અને ઊંદરીની સમસ્યા પણ દુર થાય છે.

૧૧. આંખોના રોગ: બહેડા અને સાકરને સરખી માત્રામા ભેળવો અને તેનુ સેવન કરવાથી આંખોનુ તેજ વધે છે. બહેડાની છાલને મધ સાથે ભેળવીને લેપ બનાવો અને તેને આખો પર લગાવવાથી આંખનો દુખાવો કે થતી બળતરા અટકે છે.  

જો આખોમા સોજા હોય તો બહેડાના ગર્ભનું ચૂર્ણ મધમા ભેળવીને તેને આખમા લગાવવાથી આંખનો દુખાવો અને સોજો મટે છે

 :: રાખના લાખ રૂપિયા, સામાન્ય માણસની મહેનત ::

૧૨. પાચન શક્તિ સુધારે: બહેડા ગરમ ફળ છે. ફળના ૩થી ગ્રામ ફાકીને જમ્યા પછી લેવી, જેના કારણે જઠરાગ્નિને વધારે છે પાચન શક્તિમા વધારો કરે છે.

૧૩. શ્વાસ રોગ: આપણા શરીરમા જ્યારે કફની માત્રા વધવા લાગે છે ત્યારે શ્વાસની સમસ્યા વધે છે. ફેફસા અને નળીઓમા કફ વધવા લાગે છે અને શ્વાસની તકલીફ શરૂ થાય છે. બહેડામાં કફ શામક ગુણ હોય છે સાથે તે ગરમ સ્વભાવના હોવાથી કફને ઓગાળી દે છે અને શ્વાસની સમસ્યા દૂર કરે છે.

૧૪. ઝાડાની તકલીફ: જમ્યા પછી બહેડાના ફળનુ ચુરણ થી ગ્રામ પિવુ જેનાથી પાચનશક્તિ વધે છે. બહેડાના વૃક્ષની છાલનો - ગ્રામ પાવડર અને કે લવિંગ વાટીને તેમા ચમચી મધમાં ભેળવી દેવુ. મિશ્રણને દિવસમાં થી વાર ચાટવાથી ઝાડામાં લાભ થાય છે.  

તેમજ બહેડાના થી ફળને તળીલો અને તે ખાવાથી પણ ઝાડાની ગંભીર બીમારી દૂર થાય છે.

મિત્રો સીવાય પણ અનેક બીમારીનો ઉપાય બહેડા ઔષધીય વનસ્પતિ છે. કોઇપણ આડઅસર કર્યા વગર  તકલીફને દૂર કરે છે. જેથી ઘણી દવાઓ બનાવવામાં પણ બહેડાનો ઉપયોગ કરવામાં આવે છે

આશા રાખીએ કે માહિતી તમારા માટે ઉપયોગી થાય અને તેનો ઉપયોગ કરીને તમે તંદુરસ્ત, સ્વસ્થ બનો અને મિત્રોને પણ શેર કરો. દરરોજ અપડેટ મેળવવા માટે અમારા ગુજરાતી પરિવારના, "My Gujarat Words", ફેસબુક પેજને ફોલો - લાઇક કરો.