ભારત માત્ર જમીનનો ટૂકડો નથી. પરંતુ ઈશ્વરની સૌથી સુંદર રચના છે. તેની અનુભુતી અને દર્શન કરવા માટે તમારે તમારા યાંત્રિક જીવનને બાજુ પર મુકીને કુદરતના ખોળે રમવાનુ છે.

શુ છે ભારત? તો હિમાલયના સુંદર શિખરો, ગુંજતો વિશાળ દરીયો, લિલાછમ જીવંત જંગલોમા વાઘ-સિંહની ગર્જના તો ક્યાંક દિવ્યતાના દર્શન કરાવે છે ધાર્મિક યાત્રાધામ.

ભાષા, સુગંધ છે, મારી માતા ભારતની. મિત્રો આજે એક એવા સ્થળની મુલાકાત લેશુ કે જ્યા પોતાના વિકૃત શોખને પાળવા માટે ૪૨૭૩ પક્ષીઓને એકીસાથે ગોળીઓથી મારી નાખવામા આવ્યા હતા.

ભરતપુર, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, રાજસ્થાન

છતા પણ આજે જગ્યા પર પ્રકૃતિ સોળે કળાયે ખીલેલી છે. જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે પણ ઓળખવામા આવે છે. તે છે, પક્ષીઓનું માનીતું ઘર 'ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન'.

:: અજમો અને આધેડો વનસ્પતિ જીવનમાં તેનું મહત્વ, ફાયદાઓ ::

ભરતપુર કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, રાજસ્થાન

શુ છે જગ્યા?

તમે શ્રીકૃષ્ણને વાંસળી વગાડતા જોયા છે? અહી તમને બુલબુલના મધુર ગાનમાં, લક્કડખોદના કર્ણપ્રિય કોલમાં, લીફબર્ડના કલરવમાં તો ક્યારેક પીળકના લાંબા ગાનમાં વાંસળીના સૂરો સાંભળવા મળશે.

શ્રીરામની કોમળ સુંદરતા જોઇ છે તમે? રેશમના રૂ જેવા બગલામા, ફ્લેમિંગોની સુંદર આંખોમા, પેલિકનના રંગોમાં તમને તેના દર્શન થશે.

ક્યારેય હનુમાનજીનો સાક્ષાત્કાર થયો છે તમને? પરંતુ અહી જોવા મળતા લંગુર અને રીસસ મકાક અદભુદ વાનરોને જોયા પછી કોઇ પ્રશ્ન રહેતો નથી.

ભરતપુર નેશનલ પાર્ક પૂર્વ રાજસ્થાનમાં આવેલો છે. તે એક ઐતિહાસિક સ્થળ છે. તેને કેવલાદેવ નેશનલ પાર્ક તરીકે પણ ઓળખવામા આવે છે. નામ કેવલાદેવ મહાદેવના મંદિર પરથી રાખવામા આવ્યુ છે. મંદિર પણ વર્લ્ડ હેરિટેજ સાઈટ ખ્યાતનામ છે

Keoladeo National Park in Gujarati

ભરતપુરનો ઇતિહાસ:

અનેક રાજાઓએ જગ્યા પર રાજ કર્યુ છે. શ્રીરામના ભાઈ ભરતના નામ પરથી, ભરતપુર પડ્યું હતું. તેમને નગર ભેટમા આપવામા આવ્યુ હતુ. સમય જતા નગર માટે યુધ્ધો પણ થયા છે. અહિનો મજબૂત લોહગઢનો કિલ્લો વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત છે. નગરના રાજકીય ઇતિહાસથી પણ વધારે મહત્વ અહીના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનનુ છે.

૪૨૭૩ પક્ષીઓને ગોળીએથી મારી નાખવામા આવ્યા:

૧૯મી સદીના અંતમા જગ્યા રાજા મહારાજાઓના નવાબી શોખ અને આનંદ માટેનું શૂટિંગ ગ્રાઉન્ડ બની ગયુ હતુ. દર વર્ષે ભૂરીયઓને ખુશ કરવા માટે અહી ડક હન્ટિંગ ફેસ્ટિવલ થતો હતો.

૧૯૩૮મા જનરલ લોર્ડ લિન્લિથગોએ અંધાધૂંધ ફાયરીંગ કરીને ૪૨૭૩ જેટલાં પક્ષીઓને એક દિવસમાં ગોળીથી મારી નાખ્યા હતાં. ત્યા પછી છેલ્લું હન્ટિંગ ૧૯૬૦મા આર્મી સ્ટાફના ચીફ જનરલ જે.એન. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતુ.

૧૯૮૧મા ભરતપુર નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામા આવ્યો. ૧૯૮૫મા પક્ષીઓને અહીં રક્ષણ આપવામાં માટે પાર્કને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સ્થાન મળ્યુ. ત્યારથી લઇને આજે અહીં હજારો પક્ષીઓ વિચરતા જોવા મળે છે.

ભરતપુર – કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, રાજસ્થાન

'ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન'ની વિશેષતા:

મોંગોલિયા, સાઇબિરિયા, અફઘાનિસ્તાન, ચીન, રશિયા, તુર્કિસ્તાન દેશોમાંથી લગભગ ૩૭૫ પ્રકારના પક્ષીઓ, હજારોની સંખ્યામાં જોવા મળે છે.

પક્ષીઓના કરતબ, ઠેર ઠેર ટહુકાર અને મનને શાંતિ આપે એવું સંગીત, પ્રકૃતિનો સાહજિક સ્પર્શ બધું અનુભવવા લાગ્યો.

:: ભારતની સૌથી સસ્તી,  માત્ર ૨૦ હજાર રૂપિયામાં ટુ વ્હીલર બાઇક ::

સૂકા ઝાડની ડાળી પર મોજથી આરામ કરતી ચીબરી, ગેલગમ્મત કરતા રિસસ મેકાક અને માંકડાઓ, પાણીમા આનંદ કરતી સુરખાબની જોડી, રાજહંસોનું ટોળું, ગુલાબી પેણ, સફેદ બગલાઓ, ગયણાઓ, લુહાર, ધુમ્મસિયા વાતાવરણમાં રસ્તા વચ્ચે હરણ, માદાને આકર્ષવા માટે ઊંચા સાદે ગાતો કોયલનો નર.

અહી પ્રકૃતિના દરેક સભ્યો પોતાનો પ્રેમ સહજતાથી વ્યક્ત કરે છે. બનાવટી ચેહરો ક્યાય જોવા મળતો નથી. જીવનમા વાસ્તવિકતા છે, બધા કુદરતના નિયમો સ્વિકારે છે.

તો મિત્રો કેવી લાગી સૂક્ષ શરીરની મુસાફરી. વાચતા વાચતા પહોચી ગયા છે કુદરતનો ખોળો ખૂંદવા.

કેવી રીતે પહોંચશો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન?

રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની બોર્ડર પર ભરતપુર છે. દિલ્હી જતી દરેક ટ્રેન અહીં ઊભી રહે છે. ફતેહપુર સિક્રી પણ છે. ભરતપુર નેશનલ પાર્કની એન્ટ્રી ટિકીટ ૫૦  રૂપિયા છે.

તમારા વાહનમા ફરી શકો અને ત્યા સાઇકલ ભાડે મળે છે તેમા પણ ફરી શકો છો. ભરતપુર નેશનલ પાર્કમાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પણ છે. પાર્કની બહાર ઘણા સારા રિસોર્ટ્સ અને હોટેલ પણ ઉપલબ્ધ છે.