તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો, તો સરકારના આ નવા ડિજીટલ નીયમોને જરૂરથી વાચો, જેમા તમે ફરીયાદ કરી શકો છો અને ખોટુ લખનારની માહિતી પણ આપવી પડશે.

મોબાઈલ અને ઇન્ટરનેટનો વધતો જતો વ્યાપ. મારા અને તમારા માટે એક મોટું જોખમ બનતું જાય છે. જો તેના પર કોઈ ચોક્કસ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો આગળ ઘણું બધુ ભોગવવાનો વારો આવશે.

આતો બાયો વેપનથી પણ ખૂબ મોટું હથિયાર છે. જે માણસના મન સાથે સીધો જ સંબંધ ધરાવે છે. માટે ભારત દેશના નાગરિકો અને દેશની સલામતી માટે સરકાર દ્વારા સોશિયલ મીડિયા, OTT પ્લેટફોર્મ્સ અને ન્યૂઝ વેબસાઈટ ઉપયોગ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા, OTT પ્લેટફોર્મ્સ અને ન્યૂઝ વેબસાઈટ ઉપયોગ માટે નવી માર્ગદર્શિકા

જેમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યુ કે દેશ અને તેની નાગરિકો સલામતી અને સુરક્ષા સોશિયલ મીડિયાના એબ્યૂઝ અને મિસયુઝ વિરુદ્ધ ફરીયાદ અને નિરાકરણ માટે ચોક્કસ નિયમો કે એક માળખુ હોવુ જોઈએ. જેના માટે જે તે કંપનીઓએ એક વ્યવસ્થા બનાવવી જોઈએ.

દરરોજ સોશિયલ મીડિયા ઉપયોગ વધતો જાય છે, જેમા આ કંપનીઓએ ફરીયાદ લેવા માટે ખાસ વ્યવસ્થા કરવી, અધિકારી નિમવો અને તેનુ નામ જાહેર કરવુ જોઇએ. આ અધિકારીએ ૧૫ દિવસની અંદર ફરિયાદ દૂર કરવાની રહેશે. અને જો ગંભીરતા જણાય તો માત્ર ૨૪ કલાકમા જ તેનુ નિરાકરણ લાવવુ.

હજારો પક્ષીઓનાં લોહીથી રંગાયેલું, છતા પ્રકૃતિ સોળે કળાયે ખીલેલી છે 

ઉપરાંત જો કોઇ વપરાશકર્તાની પોષ્ટ કે કંટેન્ટને જે તે કંપની દૂર કરે તો તેની પાછળ ચોક્કસ કારણ હોવુ જોઇએ. સોશિયલ મીડિયામાં ખરાબ કે ખોટી પોષ્ટ કે કંટેન્ટ, પ્રથમ વાર કોણે અપલોડ કર્યુ તેની પણ માહિતી આપવી પડશે.

OTT અને ડિજિટલ ન્યૂઝ પોર્ટલ વિશે માહિતી આપતા, સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર કહે છે કે આ બન્ને જગ્યાએ પણ માહિતી પર નિયંત્રિત કરવાની વ્યવસ્થા જરૂરી છે. ફિલ્મોમા સેન્સર બોર્ડની દેખરેખ છે તેવી જ રીતે OTT માટે પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવે. જેમા આવતી પોષ્ટ કે કંટેન્ટ ઉંમર પ્રમાણેની હોવી જોઈએ.

આ બધા પ્લેટફોર્મ હિંસા ફેલાવનાર લોકો માટે એક સાધન બની ગયુ છે

રવિશંકર પ્રસાદજી આગળ જણાવે છે કે સોશિયલ મીડિયા , હિંસા ફેલાવનાર લોકો, આતંકવાદી અને   ક્રિમિનલને પ્રોત્સાહન આપતુ એક મોટુ પ્લેટફોર્મ બની ગયું છે.

આપણા ભારતમા ટ્વિટર વાપરનારાઓની સંખ્યા ૧.૫ કરોડ, ફેસબુક ૪૧ કરોડ, વ્હોટ્સએપ ૫૦ કરોડ, ઈન્સ્ટાગ્રામ ૨૧ કરોડ લોકો વાપરે છે. ખોટા સમચાર અને માહિતીની ફરીયાદો આવે છે. જે આપણા દેશ, લોકો અને સુરક્ષા માટે ખતરો છે.

અજમો અને આધેડો, ઔષધિય વનસ્પતિના ફાયદા અને ઉપયોગની રીત 

માટે સરકારે આવા પ્લેટફોર્મના ઉપયોગ માટે ચોક્કસ માર્ગદર્શિકા તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. જેથી તમામ લોકો આઝાદી સાથે ઉપયોગ કરી શકે, દેશ અને પોતાની જવાબદારીને સમજી શકે.

Government new rules on Social Media Platform 2021

Government new rules on Social Media Platform 2021

સોશિયલ મીડિયા ઉપયોગ માટેના નીયમો:

  • જે તે સોશિયલ મીડિયા કંપનીઓએ ઉપભોક્તાની ફરીયાદ લેવા માટે અધિકારી નિમવો અને તેનુ નામ જાહેર કરવુ.
  • આ અધિકારીએ ૧૫ દિવસની અંદર ફરીયાદનુ નિરાકરણ લાવવુ અને જો ગંભીરતા લાગે તો માત્ર ૨૪ કલાકમા જ તેનો ઉકેલ આપવો.
  • દર મહીને એક રીપોર્ટ તૈયાર કરવો, કેટલી ફરીયાદો આવી, નિકાલ માટે શુ પગલા લીધા તે જણાવવાનુ રહેશે.
  • કોઇ ખોટી માહિતી કે અફવાની પોષ્ટ કરે તો આ પોષ્ટ કોણે પ્રથમવાર આપી તેની માહિતી આપવી પડશે.
  • જે તે કંપની કોઇ વપરાસકર્તાની પોષ્ટને દુર કરે તો યોગ્ય કારણો સાથે તેનો જવાબ આપવો.
OTT PLATFORM and NEWS WEBSITE NEW GIUDELINE in Gujarati
 

OTT PLATFORM and NEWS WEBSITE NEW GIUDELINE in Gujarati

 

ડિજિટલ ન્યૂઝ અને OTT માટેમા નીયમો:

  • જેમા ત્રણ ભાગમા પ્રક્રિયા થશે. રજિસ્ટ્રેશન માટે કોઈ ખાસ નિયમો નથી પરંતુ જે તે માહિતી ચોક્કસ આપવી પડશે.
  • OTT પ્લેટફર્મમા રજુ કરવામા આવતુ કન્ટેન્ટ ઉંમર પ્રમાણે ક્લાસિફિકેશન કરવાનુ રહેશે. જેની મુખ્ય ત્રણ કેટેગરી ૧૩+, ૧૬+ અને એ મા વેચવામા આવશે.
  • બાળકોના વાલીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામા આવે જેથી વાલીઓ પોતાના બાળકો માટે અમૂક ચોક્કસ પ્રકારનુ કન્ટેન્ટ બ્લોક કરી શકે.

મિત્રો આ છે આધુનિક ભારતમા ડિજીટલ નિયમો જેમા આપણે સૌએ સાથ સહકાર આપવાનો છે. ખોટી માહિતી ના તો લખવી કે ના તો શેર કરવી. અને જરૂર જણાય તો ફરીયાદ પણ કરી શકો છે. સાવધાન રહો અને બીજને પણ સાવધાન કરો.

 
દરરોજ સારી અને સાચી માહિતી મેળવવા માટે અમારા ગુજરાતી પરીવાર સાથે જોડાવવા માટે, “My Gujarat Words” ફેસબુક પેજને ફોલોવ અને લાઇક કરો... જય જય ગરવી ગુજરાત......