વધતી જતી જનસંખ્યાના કારણે જરૂરીયાત પણ વધવા લાગી છે. વાહનો વધતો વ્યાપ, ખાદ્ય પદાર્થોના મેળસેળ, હવા અને પાણી પ્રદુષિત વગેરે જેવી ઘણી સમસ્યાઓ છે. જેના કારણે આપણા શરીરને ઘણી બીમારીનો સામનો કરવો પડે છે.

તંદુરસ્ત હોવા છતા પણ આ બીમારી જોવા મળે છે. જેનુ નામ છે પથરી. પથરી થવા માટે પ્રદૂષિત પાણી, ખોરાક અને હવા પણ મોટો ભાગ ભજવે છે. આ તકલીફમા પેટમાં દુખાવો થતો હોય છે, રોંજીન્દી શારીરિક ક્રિયામાં તકલીફ થાય છે. અસહ્ય બળતરા અને દુખાવા થાય છે. ગાળણનુ કામ કરતી આપણા શરીરની કીડની લોહીને શુધ્ધ કરે છે. જ્યારે પથરીની બીમારી છે ત્યારે કીડની અંદર આવેલા છીદ્રોને બંધ કરી દે છે. જેને કારણે અસહ્ય દુ:ખાવો થાય છે.

પથરીની બીમારીને દૂર કરતા ૯ ઘરેલુ ઉપચાર
 

આ દુ:ખાવો તમને ક્યારે શરુ થાય તેની કોઇ ખાતરી નથી. માટે એવા કેટલાક ઉપચાર વીશે ચર્ચા કરીશુ કે જેનુ નિયમિત સેવન કરવાથી પથરીની અણધારી તકલીફથી બચી શકાય.

ચાલો તો આ માટે અમે તમને ઘરેલું એવા તાવીશું જેનાથી તમે કોઇપણ ડોક્ટરની દવા લીધા વગર પથરીને દૂર કરી શકશો. 

હાર્ડ એટેકથી કેવી રીતે બચી શકાય છે

Best fruits in Kidney Stone Disease

પથરીની બીમારીને દૂર કરતા ૯ ઘરેલુ ઉપચાર

1. દાડમ:  એન્ટ્રીજેન્ટનો ગુણ હોય છે.  દાડમ દરરોજ ખાવાથી, તેનું જ્યુસ પીવાથી, દાડમના દાણાને સલાડમાં નાખીને ખાવાથી પથરી ઘટાડે છે.

2. તરબૂચ: તરબુચમાં પોટેશિયમ ભરપુર માત્રામાં હોય છે. અને પાણી પણ ખૂબ જ હોય છે. પોટેસિયમ યુરીનમાં એસિડની માત્રાને સંતુલિત રાખે છે અને પાણી પથરીના કટકાને ગાળીને બહાર કાઢે છે. 

૫ મિનિટમા ૫ યોગ-કસરત- કમર-પિઠ-ગરદનના દુખાવાથી કાયમી રાહત  

3. પપૈયા: ૭ થી ૮ પપૈયાનુ જુસ બનાવીને ગાળીને દરરોજ પીવાથી પથરી ભાંગી જાય અને પછી દૂર થાય છે.

4. આમળા: આમળાને સૂકવીને તેનો પાવડર બનાવીને દરરોજ એક ચમચી પાવડર સવારએ ખાવાથી પથરી દુર થાય છે. 

Best fruits in Kidney Stone Disease

5. જાંબુ:  જાંબુ ખાવાથી અને તેના ઠળીયાને સેકીને ખાવાથી પણ પથરી માટે ઉપયોગી છે.

6. વરીયાળી: વરીયાળીનુ પથરીની સારવાર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. વરીયાળીનો પાવડર બનાવો. ૧ ચમચી અને ૨ કપ પાણી લઈ ૫ મિનીટ ગરમ કરો. થોડુ ગરમ હોય ત્યા વરીયાળી પાણીને પી જાવું જોઈએ. આવી રીતે ૨ થી ૩ વાર દિવસમાં સેવન પથરીના રોગમાં રાહત મળે છે.

7. સફરજન: સફરજનમાં સાયટ્રીક એસીડ હોય છે. સફરજન શરીરમાંથી ટોકસીસ બહાર કાઢવાનું પણ મદદરૂપ થાય છે. સાયટ્રીક એસીડ પથરીના નાના ટુકડા કરીને ભૂકો કરી નાખે છે અને પેશાબ માર્ગ દ્વારા બહાર નીકળી જાય છે. સફરજનનું જ્યુસ ગરમ પાણી સાથે લેવાથી પથરી દૂર કરવામાં ફાયદો થાય છે. 

આપણાં જીવનમાં તુલસીનું ધાર્મિક મહત્વ અને સાઇન્ટિફિક ફાયદાઓ

8. નારિયેળ: નાળીયેરનું પાણી રોજ પીવાથી પથરી ધીરે ધીરે કિડનીમાથી દુર થાય છે. પથરીના દર્દીએ નાળીયેરનું પાણી પીવુ જોઇએ જેનાથી પથરીની સમસ્યાથી છુટકારો મળે છે.

9. આંબો: જેટલી કેરી ગુણકારી છે તેટલુ જ આંબાના પાંદડાનુ મહત્વ છે. પાંદડાને સુકવીને પાવડર બનાવો. દરરોજ સવારમાં આ પાવડરને પાણી સાથે પીવાથી પથરીથી છુટકારો મળે છે.

મિત્રો ઉપરોક્ત તમામ ઔષધિય ફળો કે વનસ્પતિ સરળતાથી તમારા ઘરે કે આસપાસમાથી મળી રહે છે. તેનુ નિયમીત સેવન કરો. રાસાયણિક દવાઓ આપણી કીડનીને બેવડુ નુકશાન કરે છે, જ્યારે ઘરેલું ઔષધિય ઉપાય બેવડો ફાયદો કરે છે. રૂપિયાની બચત કરે છે અને ધીમેધીમે પથરી અને અન્ય રોગોને પણ દૂર કરે છે.