વિશ્વનું સૌથી મોટા “નરેન્દ્ર મોદી” સ્ટેડિયમ

તારીખ ૨૪ ને બુધવારના રોજ અમદાવાદ ખાતે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉ્ઘાટન કરવામાં આવ્યુ હતું. પહેલા આ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું જે હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે.

સ્ટેડિયમનું ઉ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતી રામનાથ કોવિદ, ગૃહમંત્રી અમિત શાહ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મોટા ખેલાડીઓ હાજર રહયા હતા.

World Largest Stadium

અત્યાર સુધીમાં ત્રણવાર આ સ્ટેડિયમનું નામ બદલાયું છે, પહેલા સરદાર પટેલ, બીજીવાર મોટેરા અને હવે ત્રીજીવાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે.

સોશિયલ મીડિયા, OTT અને ન્યૂઝ વેબસાઈટ ઉપયોગ માટેના નિયમો 

World Largest Stadium in Ahmadabad Gujarat

 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વિશેષતાઓ:

  • સ્ટેડિયમ તૈયાર કરવાનો લગભગ ખર્ચ રૂ. ૮૦૦ કરોડથી વધુ છે
  • ખેલાડીઓ માટે ૪  ડ્રેસિંગ રૂમ સગવડ આપવામાં આવી છે.
  • એકિસાથે ૧.૧૦ લાખ લોકો મેચનો આનંદ લઈ શકે છે.
  • સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઊડથી વધારે વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ
  • સ્ટેડિયમના મેદાનમાં ૧૧ પીચ છે
  • મેદાનમાં ફ્લડ લાઈટ્સની ઉંચાઈ 90 મીટર છે.
  • મેદાનની નીચે સબ સર્ફેલ ડ્રેનેઝ સિસ્ટમ બનાવવામાં આવી છે
  • વરસાદ બાદની સ્થિતિમાં ૩૦ મિનિટમાં જ મેદાનને રમવા માટે તૈયાર કરી શકાય
  • ક્રિકેટ સિવાય અન્ય રમતો વોલીબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, ખોખો, કબડ્ડી, હોકી, નેટબોલ, ટેનિસ, બેડમિન્ટનની સ્પર્ધાઓ પણ યોજાય શકે છે

પથરીની બીમારીને દૂર કરતા ૯ ઘરેલુ ઉપચાર 

 

મોટેરા સ્ટેડિયમમાં સર્જાયેલા કેટલાક રેકોર્ડ:

  • પ્રથમવાર ડે-નાઈટ ટેસ્ટ મેચનું આયોજન
  • સચિને ૨૦૦૯માં શ્રીલંકા સામે પોતાની કારર્કિદીના ૨૦વર્ષ પૂર્ણ કર્યા હતા
  • આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦૦૯ માં સચિને 30 હજાર રન પૂર્ણ કર્યા હતા
  • સચિન પહેલો ક્રિકેટર બન્યો જેણે વન-ડેમાં ૧૮ હજાર રન નોંધાવ્યા હોય
  • સુનલ ગાવસ્કરે પાકિસ્તાન સામેની મેચમાં પોતાની કારર્કિદીના ૧૦ હજાર રન કર્યા હતા
  • કપીલ દેવે કુલ ૪૩૨ વિકેટ સાથે રિચર્ડ હેડલિનોનો રેકોર્ડ તોડ્યો હતો

કેટલાક રસપ્રદ મેચ રેકોર્ડ:

  • એક ઈનિંગમાં શ્રીલંકાએ ભારત સામે સૌથી વધુ સ્કોર ૭૬0 રન કર્યા હતા.
  • એક ઈનિંગમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે સૌથી ઓછો સ્કોર ૭૬ જં કર્યા હતા
  • કપીલ દેવે ૧૯૮૮૩ માં એક ઈનિંગમાં સૌથી વધુ ૯ વિકેટ ઝડપી હતી
  • મહિલા જયવર્ધનેએ એક ઈનિંગમાં ૨૭૫ રન ફટકાર્યા હતા
  • મોટેરામાં સૌથી વધુ ૭૭૧ રન કરનાર ખેલાડી રાહુલ દ્રાવિડ છે
  • અનિલ કુંબલેએ મોટેરામાં કુલ ૩૬ સૌથી વધુ વિકેટ ઝડપી છે
  • ગત મેચમાં અશ્વિને પોતાની કારર્કિદીની ૪૦૦ વિકેટ લઈને નવો રેકોર્ડ બનાવ્યો છે