આજથી સામાન્ય લોકો માટે કોરોના વેક્સિનેશન શરૂ

કેવી રીતે રજિસ્ટ્રેશન? 
કયા દસ્તાવેજની જરૂર પડશે?

આપણા આજથી સોમવાર, માર્ચથી કોરોના સંક્રમણ સામે વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છો. જેમા જે લોકોની ૧લી જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ ૬૦ વર્ષ પુરા થયા છે અને જેમની ઉમર ૪૫ થી વધુ છે (ગંભીર બીમારી છે) લોકો રસી લઈ શકે છે.

Covid-19 vaccine registration

સામાન્ય માણસો માટે કોરોના વેક્સિન રજિસ્ટ્રેશન શરૂ 

જે લોકો વેક્સિનેશન લેવા માગે છે તેમના માટે કેટલી મહત્વની બાબતો અને પ્રશ્નોના જવાબ વીશે માહિતી મેળવીશુ 

પથરીની બીમારીને દૂર કરતા ૯ ઘરેલુ ઉપચાર 

૧. ૪૫ થી ૬૦ વર્ષની ઉમરના લોકોએ શુ ધ્યાનમા રાખવુ?

જેમની ઉમર ૬૦ વર્ષની છે તે લોકોએ રજિસ્ટ્રેશન સમયે અને વેક્સિનેશન આપતા સમયે આઈડી કાર્ડ સાથે રાખવું પડશે.

૪૫ થી ૬૦ વર્ષની ઉમરમા જે લોકોને ગંભીર બીમારી છે તેમણે મેડિકન સર્ટિફિકેટ બતાવવું પડશે. જેમા ૨૦ જેટલી ગંભીર બીમારીની યાદી પણ બહાર પાડી છે.

૨. કોરોના વેક્સિન કોને લગાવાશે?

જેમની ઉમર ૬૦ વર્ષની છે તેવા લોકો. તેમજ જેમની ઉમર ૪૫ વર્ષથી ઉપર છે અને ગંભીર બીમારી છે તેવા લોકોને કોરોનાની રસી મુકવામા આવશે. સરકારના સર્વે અનુસાર લગભગ ૨૭ કરોડ લોકો કેટેગરીમા આવે છે.

પ્રથમ રસીનો ડોજ લીધા પછી ફરી ૨૯ મા દિવસે ફરી બીજા ડોજ માટે નોંધણી કરવાની રહેશે. જો તમે પેલા ડોજનુ રજિસ્ટ્રેશન રદ કરો છો તો બીજા ડોજનુ રજિસ્ટ્રેશન રદ આપોઆપ રદ થઈ જશે.

૩. લોકો વેક્સિનની પસંદગી કરી શકે છે?

હાલમા આપણી સ્વદેશી કંપનીઓ ઇન્ડિયા બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ, રસીનો ઉપયોગ થઈ રહ્યો છે. જેમા તમે વેક્સિનની પસંદગીની પસંદ કરી શકતા નથી. કેન્દ્ર પર જે હાજર હશે તે આપવામા આવશે.

૪. વેક્સિનની કિમત કેટલી છે?

આપણા દેશમા અંદાજે ૧૨ હજાર સરકારી દવાખાના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મફત કોરોના રસી આપવામા આવે છે. પરંતુ તમે ખાનગી દવાખાનામા રસી લગાવો તો ૧૦૦ રૂપિયા ચાર્જ અને ૧૫૦ રૂપિયા રસીના એમ કુલ ૨૫૦ રૂપિયા ચૂકવા પડશે

Covid-19 vaccine registration to open

૫. વેક્સિનેશન લેવા માટે રજિસ્ટ્રેશન ક્યા કરાવવુ?

તમે કો.વિન . પોર્ટલ (cowin.gov.in) પર જઈને રસી લેવા માટે રજિસ્ટ્રેશન કરી શકો છો. આરોગ્ય સેતુની મોબાઇલ એપ્લિકેશન દ્વારા તેમજ ગ્રાન્ય કક્ષાએ રહેતા લોકો સમાનતા સર્વિસ સેન્ટર (સેવા કેન્દ્ર) પર પણ રજિસ્ટ્રેશન કરવી શકે છે.

૬. કોરોના રસી ક્યા લેવા જવુ?

તમારા ઘરની નજીકના કેન્દ્રોમા તમે જઈ શકો છો. જેમા સરકારી દવાખાના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ CGHS હોસ્પિટલો કે આયુષ્માન એમ્પનલ્ડ હોસ્પિટલ પણ છે. અંદજે ૨૪ હજાર સ્થળો પર રસી આપવામા આવશે

૭. રસી લેવા માટે તારીખ પસંદ કરી શકાય કે નહી?

કોવિડ પ્લેટફોર્મ પર જ્યારે તમે રસી લેવા માટે રજિસ્ટ્રેશન કરો ત્યારે તમે ક્યા દિવસે રસી લેવી અને ક્યા સ્થળે લેવી તે પસંદ કરી શકો છો.

૮. એક ફોનમાથી કેટલા રજિસ્ટ્રેશન થઈ શકે?

રસી લેવા માટે તમારી પાસે ફોન હોય તે જરૂરી નથી. તમે બીજાના ફોનનો પણ ઉપયોગ કરી શકો છો. એક મોબાઇલમાથી તમે માત્ર રજિસ્ટ્રેશન કે એપોઇન્ટમેંટ લઈ શકો છો

૯. કોરોના વેક્સિનેશન લેવા માટે રજિસ્ટ્રેશન ફરજીયાત છે?

કોરોના રસી માટે રજિસ્ટ્રેશન ફરજીયાત તો નથી. પરંતુ જ્યારે તમે જે તે કેન્દ્ર પર રસી લેવા જાઓ અને જગ્યા ખાલી હોય તો તમને રસી લગાવી આપશે.

જો કોરોના વેક્સિનેશન લેવા માટે રજિસ્ટ્રેશન કરાવેલુ હોય તો તમને રસી જડપથી મળી રહે અને રાહ પણ ના જોવી પડે.

મિત્રો ૪૫ થી ૬૦ વર્ષની ઉમરના લોકો માટે કોરોના વેક્સિનેશન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે. મિત્રો અને સ્નેહીઓને માહિતી શેર કરો...આભાર