બાળપણમાં આપણે દાદા-દાદી પાસેથી અનેકવાર જંગલ વિશે વાર્તાઓ સાંભળી હતી. વાર્તા સાંભળતી વખતે જંગલના પ્રાણીઓ કે પાત્રો જીવંત થઈને આપણાં સ્મૃતિપટ પર રમતા હતા. વાર્તાઓની કલ્પનાના દ્રશ્યો, પ્રાણીઓ આજના જંગલથી તો કઈક અલગ છે.

જંગલ છે મધ્ય ભારતનું, બાધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન. બાંધવાગઢ મધ્યપ્રદેશના ઉમરિયા જીલ્લામાં આવેલ National Park છે. .. ૧૯૬૮ માં જગ્યાને Bandhavgarh National Park તરીકે જાહેર કરવામાં આવ્યું. એક કુદરતની સુંદરતાનું જીવતું ઉદાહરણ છે

Bandhavgarh National Park

આપણી સંસ્કૃતિની ઝાંખી કરાવતા જગ્યાનો ઉલ્લેખ તો શિવ મહાપુરાણમાં પણ જોવા મળે છે. બાંધવગઢ સાતપુડાની ગિરિમાળાઓમાં આવેલા આશરે ૩૨ નાના મોટા પર્વતો, ૪૦ જેટલી ગુફાઓથી ધેરાયેલું જંગલ છે.

એક લોકકથા અનુસાર ભગવાન શ્રીરામ જ્યારે લંકા પર વિજય મેળવ્યા પછી પોતાના નાનાભાઈ લક્ષ્મણજી માટે એક કિલ્લો બનાવ્યો હતો. માટે બાંધવગઢને ભાઈનો ગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે વાઘ અહી રહે છે

ઇતિહાસના રહસ્યોથી ભરાયેલું મધ્ય ભારતનું અદભુત જંગલ 

'બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન

બાંધવગઢની કુદરતી સુંદરતા:

Bandhavgarh National Park માં પ્રકૃતિની સુંદરતા ૧૬ કળાએ ખીલેલી જોવા મળે છે. વાઘની ત્રાડ, પક્ષીઓનો કલરવ, વાંદરાઓની કિકિયારીઓ, ખળખળ વહેતી નદી વગેરે આપણાં મનને મોહી લે છે. જંગલના દરેક ખૂણે નવો આનંદ મળે છે

બાંધવગઢની કુદરતી સુંદરતા

બાંધવગઢ આખું ત્રણ જોનમાં વહેચાયેલું છે. જેમાં તાલા જોન સૌથી પ્રખ્યાત છે. જ્યાં તમને વાઘની અવનવી કળાઓ જોવા મળે છે. જે વિશ્વના તમામ પ્રકૃતિ પ્રેમી માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહી તમને કુદરતનું શાંત અને સૌમ્ય સ્વરૂપ જોવા મળે છે.

જંગલની જીવાદોરી સમાન ચરણગંગા નદી વહે છે જે કિમી જેટલી લાંબી છે. જેનો કિનારો વાઘ અને દીપડાઓ માટે લટાર મારવાની માનીતી જગ્યા છે.

બાંધવગઢના ઇતિહાસની ઝાંખી:

જગ્યાનો ભૂતકાળન ખૂબ રહસ્યમય છે. ૪૦૦ વર્ષ પહેલા બઘેલ નામના શાસકોનું અહી રાજ હતું. પ્રકૃતિની જાળવણી અને વિકાસમાં તેઓનો ખૂબ મોટો ફાળો રહેલો છે. જંગલમાં રહેતા દરેક જીવને પાણી મળી રહે તે માટે તેમણે બાંધવગઢ કિલ્લા આસપાસ ૧૨ તળાવો બનાવેલા હતા. ચોમાસામાં પાણીનો સંગહ થાય અને આખું વર્ષ પાણી ચાલે.  

બાંધવગઢ કિલ્લો

સમય જાતા ૧૬૭૧ તેઓએ બાંધવગઢ છોડી દીધું. વર્ષો વિતતા તળાવમાં ભરાયેલું પાણી ટેકરીઓ પરથી નીચે વહેવા લાગ્યું. પાણીની ધારા ભગવાન વિષ્ણુની વર્ષો જૂની પથ્થરની મુર્તિના ચરણ સ્પર્શ કરીને નદી સ્વરૂપે તાલાના મેદાનમાં વહેવા લાગી અને ચરણગંગા નદી નામ પડ્યું

સિવાય ૩૫ ફુટ લાંબી શેષનાગની શૈયા પર બિરાજમાન વિષ્ણુ ભગવાનની પથ્થરમાંથી બનાવેલ મુર્તિ છે. લગભગ ૧૦૦૦ વર્ષ જૂની માનવામાં આવે છે. બાંધવગઢના કિલ્લાની આસપાસ ૪૦ જેટલી ગુફાઓ આવેલી છે. જેની અંદર પાલી લિપિમાં લખાયેલું છે અને પ્રાણીઓના પણ ચિત્રો દોરેલા છે.  

બાંધવગઢ ગુફાઓ

આજે પણ તે ૧૨ તળાવમાં પાણી ભરાઈને નીચે વહે છે અને ચરણગંગા નદીને વહેતી રાખે છે. જેનું પાણી પીને વન્યજીવો ગેલમાં વિચરતા જોવા મળે છે.

બાંધવગઢ કેવી રીતે જવું?

મધ્યપ્રદેશ વન વિભાગની વેબસાઇટ https://forest.mponline.gov.in પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ડ્રાઈવર અને ગાઇડનો સંપર્ક પણ ત્યાથી મળી રહેશે. બાંધવગઢથી સૌથી નજીક ઉમરીયા રેલવે સ્ટેશન છે. ઉપરાંત જબલપુર અને કટની પણ છે.

બાંધવગઢ પાર્કની બહાર રિસોર્ટ્સ અને હોટેલ્સ પણ છે, જેમાં તમે ઓફલાઇન કે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. અન્ય નજીકના ફરવા લાયક સ્થળોમાં  ખજુરાહો, કાન્હા નેશનલ પાર્ક પણ આવેલા છે. જ્યાં તમને સાદું અને સાત્વિક ભારતીય ભોજન પણ મળી રહેશે.

ગુજરાતથી Bandhavgarh National Park પહોચવા માટેનો રૂટ- અમદાવાદ, ઈન્દોર, ભોપાલ, સાગર, કટની, ઉમરિયા. આશરે ૧૨૦૦ કિમીનું અંતર થાય છે.