અંક ભવિષ્યફળ

શનિવાર, 6 માર્ચ, ૨૦૨૧

numerology-predictions

અંક ૧ ના લોકો માટે જન્મ તારીખ ( ૧, ૧૦, ૧૯, ૨૮)

જે લોકો બ્યુટી ફેશન જોડાયેલા છે તેમના માટે સારો સમય આવી શકે છે. જેમની સાથે નજીકના સંબંધ છે તેઓ દુઃખી કરી શકે છે. શરીરના અંગો નાક, કાન અને ગળાનું ધ્યાન રાખવું.

ધાર્મિક વિધિ: હનુમાન ચાલીસાનું પઠન કરવું

લાભદાયક:  અંક-૯ , રંગ- લાલ

અંક ૨ ના લોકો માટે જન્મ તારીખ ( ૨, ૧૧, ૨૦, ૨૯)

ખાણી પીણીમાં ધ્યાન રાખવું. આર્થિક નાણાકીય સ્થિતિ સુધરી શકે છે. ભૂતકાળમાં કરેલી પ્રવાસ કે યાત્રાનો લાભ મળી શકે છે.

ધાર્મિક વિધિ: વિધ્યાર્થિનીઓના શિક્ષણમાં આર્થિક સહયોગ આપવો

લાભદાયક:  અંક- ૭, રંગ- જાંબુડિયો

અંક ૩ ના લોકો માટે જન્મ તારીખ ( ૩, ૧૨, ૨૧, ૩૦)

શારીરિક સ્વાસ્થ્ય વિષે ચિંતા થઈ શકે છે. બેંક વિભાગને અણધાર્યા મળી શકે છે. વિવાદનો ઉકેલ તમારા પક્ષમાં આવી શકે છે.

ધાર્મિક વિધિ: શનિદેવને કાળા સૂતરના કપડામાં ખીલી ચઢાવો

લાભદાયક:  અંક- ૮, રંગ- કાળો

અંક ૪ ના લોકો માટે જન્મ તારીખ ( ૪, ૧૩, ૨૨, ૩૧)

જૂનું ફસાયેલું ધન પાછું મળી શકે. હાથ ધરેલ કાર્ય મંજૂર થઈને આગળ વધી શકે છે. ભોજનમાં ધ્યાન રાખવું, પાચન ક્રિયા ખરાબ થઈ શકે છે.

ધાર્મિક વિધિ: દેવી કીલકનો પાઠ કરો

લાભદાયક:  અંક- ૨, રંગ- સફેદ

અંક ૫ ના લોકો માટે જન્મ તારીખ ( ૫, ૧૪, ૨૩)

શરીરમાં હાડકાનો દુખાવો રહી શકે છે. ડેન્ટિસ્ટ ડોક્ટરોને કાર્યમાં વધુ અનુકૂળતા મળી શકે. એક જગ્યાયેથી બીજી જગ્યાએ સ્થાન ફેરવવાની યોજના બની શકે છે.

ધાર્મિક વિધિ: બહેનના સંતાનોને તેમની પ્રિય વસ્તુ આપો

લાભદાયક:  અંક- ૩, રંગ- પીળો

અંક ૬ ના લોકો માટે જન્મ તારીખ ( ૬, ૧૫, ૨૪)

જે લોકોને કેન્સરની બીમારી છે તેમણે કાળજી રાખવી. સ્વાસ્થ્ય સાચવવા મીઠું ભોજન ખાવાનું ટાળો. ચિંતાઓથી દૂર રહો, તમારા પર તેનું વર્ચસ્વ ન આવવા દો.  

ધાર્મિક વિધિ: ભગવાન ગણપતીજીને ગોળનો પ્રશાદ ધારો  

લાભદાયક:  અંક- ૫, રંગ- લીલો

અંક ૭ ના લોકો માટે જન્મ તારીખ ( ૭, ૧૬, ૨૫)

બચત ઉપર વધારે ધ્યાન આપવું. ટેક્સ વિભાગના કર્મચારીઓ માટે કામનું ભરાવ વધી શકે છે. તમારી અનુકૂળતા મુજબ નવું કાર્ય શરૂ કરી શકો છો.

ધાર્મિક વિધિ: ભૈરવદાદાને ફરસાણનો પ્રશાદ ધરાવો

લાભદાયક:  અંક- ૪, રંગ- વાદળી

અંક ૮ ના લોકો માટે જન્મ તારીખ ( ૮, ૧૭, ૨૬)

તમારા જીવનસાથી સાથેનો વ્યવહાર મધુર રહી શકે છે. સ્ત્રીઓના નામથી શરૂ થતાં વ્યવસાયને ટાળવો.  

ધાર્મિક વિધિ: રામ રક્ષાસ્ત્રોતનો પાઠ કરો

લાભદાયક:  અંક- ૧, રંગ- સોનેરી

અંક ૯ ના લોકો માટે જન્મ તારીખ ( ૯, ૧૮, ૨૭)

કલાક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે સમય સારો છે. વિશેષ લાભ મળવાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે.

ધાર્મિક વિધિ: મંદિર નિર્માણના કામમાં ધનની ભેટ આપવી

લાભદાયક:  અંક- ૬, રંગ- સોનેરી