હુ ને તમે ઘણા ફળને ખાઇએ છીએ, આપણી આસપાસ પણ ઘણી વેલ પણ જોઇએ છીએ. પરંતુ તેમના ઉપયોગ અને અનેક રોગોના ઉપચાર માટે થતા ઉપચારથી અજાણ હોઇએ છીએ. આજે એક એવુ ફળ અનાનસ અને અમરવેલનો ઔષધિય રીતે ઉપચારમા ઉપયોગ કેવી રીતે કરવો તેની ગુજરાતી સરળ ભાષામા માહિતી મેળવીશું. 
અનાનસ અને અમરવેલનો ઔષધિય ઉપચાર

અનાનસ અને અમરવેલનો ઔષધિય ઉપચાર તરીકે ઉપયોગ

૧. અનાનસ

  • ગુજરાતી નામ: અનાનસ
  • સંસ્કૃત નામ: પાર્વતી ફલમ
  • હિન્દી નામ: અનન્નાસ
  • અંગ્રેજી નામ: Pineapple

અનાનસનો-ઔષધિય-ઉપચાર-ઊપયૉગ

અનાનસનુ પ્રાપ્તિ સ્થાન:

મૂળ અમેરીકન ફળ છે. હાલ ભારતમા મહારાષ્ટ્ર અને બંગાળમા પણ ફળ થાય છે.

૨૦ થી પણ વધુ બિમારીનો રામબાણ ઇલાજ, "બહેડા ઔષધિ વનસ્પતિ"

અનાનસ વીશે:

અનાનસનો છોડ થી ફૂટ ઊંચો અને સાંટાળો હોય છે. તેના મૂળીયા કુવારપાઠાના મૂળ જેવા હોય છે. પાન કેવડાના પાન જેવા લાંબા હોય છે. છોડની વચ્ચે એક લાંબી દાંડલી નીકળે છે તેમા ફૂલ આવે છે. ફૂલ ખરી જાય પછી લંબગોળ ફળ આવે છે જેને અનાનસ કહે છે. ફળની બહાર કેસરી અને લાલ રંગની જાડી છાલ હોય છે.

અનાનસના ગુણધર્મો:

હ્રદયને મજબૂત બનાવે, સ્વાદે ખાટુ-મીઠુ, સ્વભાવે ઠંડુ, પિત નાશક, તડકો કે લૂ ને દૂર કરનાર, તેના પાન પેટની કૃમીને નાશ કરે, તાવ અને હેડકી દુર કરનાર

અનાનસનો ઔષધિય ઉપયોગ કરવાની રીત:

  1. ડાયાબીટીસ દૂર કરે: પાકા ફળમા ૧૦ ગ્રામ રસમા ગ્રામ મધ, રતી અંબર મિક્ષ કરીને દિવસમા વાર પીવાથી ડાયાબીટીસ દૂર થાય છે.
  2. પેટના દર્દ મટાડે: ફળમા ૧૦ ગ્રામ રસમા રતી, ઘીમા તળેલી હિંગ, આદુનો રસ ભેળવી પિવાથી ઉદરશૂળ મટે છે.
  3. ઉધરસ અને શ્વાસની તકલીફ દૂર કરે: પાકા ફલના રસમા ગંઠોડા, સૂઠ અને બહેડા - ગ્રામ, મધ નાખીને પિવાથી ઉધરસ અને શ્વાસની તકલીફ દૂર થાય છે
  4. લોહીવ, હરસ, રક્તપ્રમેહ મટાડે: અનાનસના રસમા સાકર, એલચી, નાગ કેસર મિક્ષ કરી રોજ પિવાથી રોગો દૂર થાય છે.

નોંધ: સગર્ભા સ્ત્રિએ તેમજ ભૂખ્યા પેટે ફળ ક્યારેય ખાવુ

અજમો અને આધેડો, ઔષધિય વનસ્પતિના ફાયદા અને ઉપયોગની રીત

અનાનસમા રહેલા રાસાયણિક તત્વો:  

તેમા બ્રોમેલીન નામનુ તત્વ હોય છે. રસમા ચરબી ઓગાળી શકે એવુ ઔષધ હોય છે. રાખમા ખાટૉ તેજાબ, નેગ્નેશીયમ, ચૂનો, લોહ, સિલીકા, પોટેસીયમ ક્લોરાઇડ અને સોડીયમ જેવા તત્વો હોય છે.

 

૨. અમરવેલ

  • ગુજરાતી નામ: અમરવેલ
  • સંસ્કૃત નામ: અમરવલ્લી
  • હિન્દી નામ: અમરબેલ
  • અંગ્રેજી નામ: Dodder

અમરવેલનો-ઔષધિય-ઉપચાર-ઉપયોગ

અમરવેલ ચાર પ્રકારની હોય છે, અમરવેલ, ચીડિયો, આકાશવેલ, વિલાયતી જાત

અમરવેલનુ પ્રાપ્તિ સ્થાન:

આખા ભારતમા થાય છે. પોરબંદર અને કચ્છમા વધારે જોવા મળે છે.

અમરવેલ વીશે:

વેલને પાંદડા નથી હોતા. તેનો રંગ સોનેરી પીળો હોય છે અને ખૂબ લાંબી હોય છે. બીજા મોટા વૃક્ષો પીપળ, બાવળ, થોર કે અરડૂસાના આધારે મોટી થાય છે. વસંત અને ગ્રિષ્મ ઋતુમા ઉગે છે ને શિયાળામા સૂકાય જાય છે. તેમા ચોમાસુ પુરુ થવાના આરે નાના, સગંધી સફેદ ફૂળ જુમખામા આવે છે. તેને અડ્દ જેવા નાના બીજ આવે છે જે સ્વાદે કડવા હોય છે

ફાયદઓ:  અમરવેલ વીર્યવર્ધક, બળપ્રદ અને રક્તદોષનાશક છે

પથરીની બીમારીને દૂર કરતા ૯ ઘરેલુ ઉપચાર 

અમરવેલ વીશે:

વેલ તાર જેવી રતાશ પડતી પીળા રંગની અને ગૂંચવાયેલી હોય છે. વેલ તાંજળીયો, સૂંઠ અને કારેલા જેવા નાના છોડ પર મોટી થાય છે તેનો રસ ચૂસે છે. અને જે તે છોડનો રસ ચૂસીને સૂકવી દે છે. ભાદરવાથી કારતક-માગશર સુધીના માસમા ખૂબ થાય છે. તેના પર પાનને બદલે નાના અંકુર હોય છે. વેલનો સ્વાદ ફીક્કો હોય છે. તેના પર પીળા-સફેદ-લીલા રંગના લવિંગ જેવા ફૂલ આવે છે. તેમા મગના દાણા જેવા બીજ આવે છે.

ફાયદઓ: સોજા મટાડે, તાવને દૂર કરે, સંધિવા મટાડે છે.

અમરવેલ વીશે:

વેલ પીળાશ પડતી થોડા શ્યામ રંગની હોય છે. અમરવેલ જેવા ફળ-ફૂલવાળી હોય છે. તેના બીજ થોડા મોટા હોય છે. તે સ્વાદે તૂરી, કડવી અને તીખી હોય છે.

ફાયદાઉપચાર:

  1. ઉંદરી-ટાલ દૂર કરે: વેલને વાટીને તેલમા ઉકાળવી તે તેલ માથામા નાખવુ
  2. જૂના ઘા કે જખમ દૂર કરે: વેલને વાટીને મધ અને ઘી ઉમેરી લેપ લગાડવો
  3. શિઘ્ર પ્રસવ: વેલનો ઉકાળો પાવો
  4. ચાંદી મટાડે છે: વેલનો તાજો રસ પીવાથી ચાંદી મટે છે.

અમરવેલ વીશે:

દેશી અમરવેલ મુજબ તમામ ગુણ હોય છે.

ફાયદાઓ: તાવ, કફ, ગાંડપણ, ચામડીના રોગોના નીવારણ માટે ઉપયોગી છે.

મિત્રો અમને આશા છે કે જે લોકો ઘરગથ્થું ઔષધિય ઉપચાર વાચી રહ્યા છે તેઓને અમારી પોષ્ટ ગમે છે. દરરોજ સારી અને સાચી માહિતી મેળવવા માટે અમારા ગુજરાતી પરીવારના, “My Gujarat Words”, ફેસબુક પેજને ફોલો કરો, લાઇક કરો........જય જય ગરવી ગુજરાત