હરિદ્વારનો કુંભ મેળો ૧૨ વર્ષમાં એક વાર શા માટે યોજાય છે? કુંભનો મેળો શું છે? શા માટે કુંભના મેળાનું આયોજન કરવામાં આવે છે? What is the Kumbh Mela? Why Kumbh Mela is organized? વગેરે પ્રશ્નોના જવાબ સાથે સાચી માહિતી. 

કુંભાનો મેળો શું છે?

કુંભ મેળો ૨૦૨૧

હરિદ્વારના કુંભ મેળા સાથે આપણાં ધાર્મિક પ્રસંગો કે મહત્વની ઘટનાઓ જોડાયેલી છે. આપની પૌરાણીક કથા અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું તેમાં કેટલીક દુર્લભ વસ્તુઓ સાથે અમૃત અને વિષ પણ નીકળ્યું હતું.

સમગ્ર વિશ્વના કલ્યાણ માટે ભગવાન શંકર વિષ તો પી ગયા. પરંતુ અમૃત માટે દેવો અને દાનવો વચ્ચે યુધ્ધ શરૂ થયું. સમાધાન માટે ધન્વંતરિ અમૃત કળશને લઈને આકાશ માર્ગે ભાગે છે જેથી દાનવોને અમૃત મળે.

ટોપ ૧૦ બેસ્ટ ક્રેડિટ કાર્ડ, તેના પ્રકાર, ફાયદા, ગેરફાયદા 

સમય દરમ્યાન અમૃત કળશમાથી અમૃતના ટીપાં પૃથ્વી પર હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિક સ્થળોએ પડે છે. ચાર સ્થળોને ધાર્મિક યાત્રાના ધામ તરીકે ઓળખવામાં આવે છે.

દેવો અને દાનવો વચ્ચે જે યુધ્ધ થયું તે ૧૨ દિવસ સુધી ચાલ્યું હતું. એવું માનવામાં આવે છે કે દેવતાઓનો એક દિવસ આપના માટે વર્ષ સમાન ગણવામાં આવે છે. માટે દર ૧૨ વર્ષે એકવાર કુંભના મેળાનું આયોજન કરવામાં આવે છે.  

કુંભના મેળાનું આયોજન ક્યારે થાય છે?

When is the Kumbh Mela organized, Date 2021?

કુંભ મેળાનો આધાર આપણી ધાર્મિક કથા પ્રસંગ સાથે જોડાયેલો છે. તેનું આયોજન ક્યારે કરવું તે આપના જ્યોતિષની ગણતરીના આધારે નક્કી થાય છે.

નાસિકમાં ગોદાવરી, હરિદ્વારમાં ગંગા, ઉજ્જૈનમાં શિપ્રા અને પ્રયાગરાજના સંગમ તટ પર કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. ચારેય ધાર્મિક સ્થળો પર ૧૨ વર્ષમાં એકવાર મેળો યોજાય છે.

  • ગુરૂ સિંહ રાશિમાં પ્રવેશ કરે તેમજ અમાસના સમયે સૂર્ય અને ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશે નાસિકમાં કુંભ મેળાનું આયોજન છે.
  • સૂર્ય જ્યારે મેષ રાશિમાં અને ગુરૂ કુંભ રાશિમાં પ્રવેશ કરે ત્યારે હરિદ્વારમાં
  • સૂર્ય જ્યારે મેષ રાશિમાં અને ગુરૂ સિંહ રાશિમાં પ્રવેશ કરે ત્યારે ઉજ્જૈનમાં મેળો યોજાય છે.   
  • સૂર્ય જ્યારે મકર રાશિમાં અને ગુરૂ વૃષભ રાશિમાં પ્રવેશ કરે ત્યારે પ્રયાગમાં મેળો યોજાય છે.
  • ઉજ્જૈન અને નાસિકમાં મેળાના આયોજન સમયે ગુરૂ સિંહ રાશિમાં હોય છે, માટે કુંભ મેળાને સિંહસ્થ તરીકે પણ ઓળખવામાં આવે છે
kumbh-mela-covid-19-guideline-2021

કોરોના કાળમાં હરિદ્વારનો કુંભ મેળાનું આયોજન કેવું હશે?

Kumbh Mela Covid-19 Guideline 2021,  

૧૧ માર્ચ ૨૦૨૧ ના રોજ મહાશિવરાત્રીના દિવસે હરિદ્વારના કુંભ મેળાની શરૂઆત થશે. જેમાં પ્રથમ શાહી સ્નાન કરવામાં આવશે. મેળો દોઢ મહિનાથી વધુ ચાલશે. કોરોના મહામારીને કારણે ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મેળામાં પ્રવેશ કરવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. મેળામાં જવા ઇચ્છતા શ્રધ્ધાળુઓને ૭૨ કલાક પહેલા અગાઉ RT-PCR કોરોના ટેસ્ટ કરવો ફરજિયાત છે. જે લોકોનો રિપોર્ટ નેગેટિવ હશે તેમનેજ પ્રવેશ આપવામાં આવશે.

સફળ આયોજન માટે મેળામાં આરોગ્ય અને ફ્રન્ટલાઈનના કર્મચારીઓને ફરજ પર રાખવામા આવ્યા છે. તે તમામને કોરોના વેક્સિન લગાવી દેવાઈ છે.

કુંભ મેળામાં કઈ રીતે જવું?

How to reach to Kumbh Mela?

  • વધુ લોકો ભેગા થાય તે માટે વખતે સરકાર દ્વારા કોઈ ખાસ બસ કે ટ્રેનની સુવિધા આપવામાં આવી નથી.
  • જો કોઈ પ્રાઈવેટ વાહન ચાલકો સ્પેશિયલ બસ ગોઠવે તો તેઓએ પહેલા ઉત્તરાખંડ સરકારની અનુમતિ લેવી પડશે.
  • સામાન્ય લોકો પોતાની સગવડ કરીને મેળામાં જશે તો તેમણે પ્રથમ કોરોના RT-PCR ટેસ્ટ કરાવેલો હોવો જોઈએ અને તેનો નેગેટિવ રિપોર્ટ સાથે હોવો જોઈએ. રિપોર્ટ ૭૨ કલાકથી વધુ જૂનો હોવો જોઈએ.
  • રજિસ્ટ્રેશન વિના કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. આવનાર દરેક શ્રદ્ધાળુના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ હોવી પણ ફરજિયાત છે.
કુંભનોમેળો-શાહી-સ્નાન-૨૦૨૧

મેળાનો -પાસ કેવી રીતે મેળવવો?

How to get Kumbh Mela e-pass?

કુંભ મેળામાં જવા માટે તમારે તમારું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સરકારની સાઇટ પર અપલોડ કરવાનું થશે. ત્યાર બાદ -પાસ તેમજ -પરમિટ નીકળશે. મેળામાં ગયા પછી કોઈપણ જગ્યાએ ફરજ પરના કર્મચારી તમારી પાસેથી -પાસ ચેક કરી શકે છે.

કુંભમાં જવા માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?

How to register for KUMBH Mela? 

મેળામાં જવા માટે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જે માટે તમે www.haridwarkumbhmela2021.com અથવા દહેરાદૂન સ્માર્ટ સિટી લિમિટેડની વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો.

રજિસ્ટ્રેશન સમયે તમારે મુસાફરીનું કારણ, ક્યાં સાધન દ્વારા આવશો, યાત્રીની કેટેગરી, તમારું ગામ, શહેર, રાજ્ય લખવું, ઉત્તરાખંડમાં ક્યાં જશો, પૂરું નામ, સરનામું, મુસાફરોની સંખ્યા, કોરોના ટેટ્સ રિપોર્ટ, એક ઓળખાનો પુરાવો જેવી માહિતી આપવાની થશે.

સમગ્ર મેળા દરમ્યાન સૌથી જો કોઈનું વધારે મહત્વ હોય તો તે છે, શાહી સ્નાન. જે સમગ્ર મેળા દરમ્યાન વાર શાહી સ્નાન કરવામાં આવે છે.

શાહી સ્નાન ક્યારે ક્યારે થશે?

When will the royal bath take place in KUMBH 2021?

  • પેલું શાહી સ્નાન ૧૧ માર્ચ ૨૦૨૧ ના રોજ મહાશિવરાત્રીના દિવસે થશે.
  •  બીજું સ્નાન ૧૨ એપ્રિલ સોમવતી અમાસના દિવસે
  • ત્રીજું સ્નાન ૧૪ એપ્રિલના રોજ મેષ સંક્રાંતિ અને બૈસાખીના દિવસે થશે
  •  ચોથું સ્નાન ૨૭ એપ્રિલના રોજ ચૈત્ર પૂર્ણિમાના દિવસે યોજવામાં આવશે.
  • શાહી સ્નાન માટે દરેક શ્રદ્ધાળુઓને ૨૦ મિનિટ જેટલો સમય પણ આપવામાં આવશે.

મિત્રો પોષ્ટને વાચ્યા પછી હવે કોઈપણ પ્રશ્ન તમારા મનમાં બાકી નહીં રહે. આર્ટિકલને તમારા સોશિયલ મીડિયામાં શેર કરો જેથી શ્રદ્ધાળુઓને સારી અને સાચી માહિતી મળી રહે,  તેવી આશા સાથે..... જય જય ગરવી ગુજરાત