૧૧ જાન્યુઆરી દિન વિશેષ | 11 January General Knowledge

૧૧ જાન્યુઆરી દિન વિશેષ 11th January  આજના દિન વિશેષમા લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ છે અને રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહ આજથી શરૂઆત થશે. તેમજ આજના ૧૧ જાન્યુઆરી દિન વિશેષમા જનરલ નોલેજ અને ખાસ બનેલી ઘટનાઓ વિશે જાણીશુ અને વાચીશુ.  
11 January Din Vishesh General Knowledge

૧૧ જાન્યુઆરી દિન વિશેષ વ્યક્તિ: લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ

નાના કદના કદાવર નેતા અને જેમનું જીવન ગરીબોને સમર્પિત હતું, તેવા ભારત દેશના ત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ૨ ઓક્ટોબર,૧૯૦૪ ના રોજ ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં થયો હતો. તેમનું નામ લાલ બહાદુર શ્રીવાસ્તવ હતું. 
 
એમના પિતા શારદા પ્રસાદ એક ગરીબ શિક્ષક હતા, જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક (ક્લાર્ક) બન્યા હતા. તેમનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિધાલય અને કાશી વિધાપીઠ ખાતે થયું હતું. અહીં તેમને શાસ્ત્રીની ઉપાધિ મળી હતી જે આજીવન તેમના નામ સાથે જોડાયેલી રહી. 
 
તેઓ જ્યારે ૮ મહિનાના હતાં ત્યારે જ તેમના પિતા શારદા પ્રસાદનું નિધન થયું હતું. ત્યારબાદ તેમના માતા રામદુલારી દેવીએ તેમનો ઉછેર કર્યો. ૧૬ વર્ષની આયુમાં જ તેમણે સન ૧૯૨૯માં આઝાદીની લડાઈમાં ઝંપ લાવ્યું હતું. શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો.
 
૧૧ જાન્યુઆરી દિન વિશેષ વ્યક્તિ

 શાસ્ત્રીજી વિશુદ્ધ ગાંધીવાદી હતા અને આખુ જીવન સાદગીથી વિતાવ્યું હતું. પોતાનું જીવન તેમણે ગરીબોને સમર્પિત કર્યું હતું. ભારતીય સ્વાધિનતા સંગ્રામના દરેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં તેમની ભાગીદારી રહી હતી અને જેલોમાં પણ રહેવું પડ્યું હતું. ૧૯૨૧ની અસહકારની ચળવળ અને ૧૯૪૧નું સત્યાગ્રહ આંદોલન મુખ્ય હતું. શાસ્ત્રીજીને તેમની સાદગી, દેશભક્તિ, ઈમાનદારી માટે આખુ ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. 
 
ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પશ્ચાત શાસ્ત્રીને ઉત્તર પ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ યાતાયાત મંત્રી બન્યા હતા. યાતાયાત મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમ વાર મહિલાને બસ-સંવાહક (બસ-કંડક્ટર) તરીકેના પદ પર નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો. 
 
પ્રહરી વિભાગના મંત્રી થયા બાદ એમણે ભીડને નિયંત્રણમાં રાખવા માટે લાઠી પ્રહારને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૯૫૧ના વર્ષમાં, જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
 
 એમણે ૧૯૫૨, ૧૯૫૭ તેમજ ૧૯૬૨ની ચુંટણીઓમાં કોંગ્રેસ પક્ષને ભારે બહુમતી સાથે જિતાડવા માટે ખૂબ પરિશ્રમ કર્યો હતો. ભારત દેશના વડા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુનું એમના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ૨૭ મે,૧૯૬૪ ના રોજ દેહાવસાન થયા બાદ, શાસ્ત્રીજીએ ૯ જૂન,૧૯૬૪ ના રોજ વડા પ્રધાન મંત્રી તરીકે પદ ભાર ગ્રહણ કર્યો હતો. 
 
તેઓ ૧૯૬૪-૧૯૬૬ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાન મંત્રી હતા. તેમને વર્ષ ૧૮૬૬માં ' ભારત રત્ન 'થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. લાલ બહાદુર શાસ્ત્રીજીનું પાકિસ્તાનના વડા પ્રધાન અયુબ ખાન સાથે યુદ્ધવિરામ પર સહી થયાના કેટલાક કલાકો બાદ ૧૧ જાન્યુઆરી,૧૯૬૬ ની રાત્રે તાશ્કન્દ ખાતે અવસાન થયું હતું.

આજનો દિન વિશેષ રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહ

11 january national road safty week

૧૧ જાન્યુઆરીનું રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહ ‘રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહ દર વર્ષે ૧૧ જાન્યુઆરી થી ૧૭ જાન્યુઆરી સુધી ઉજવવામાં આવે છે. એક સપ્તાહ સુધી ચાલનાર આ કાર્યક્રમની ઉજવણીમાં લોકોને વાહન ચલાવનારને નિયમોની શા જાણકારી આપવામાં આવે છે. 
 
૭૮.૭ % માર્ગ દુર્ઘટનાઓ -< વાહનચાલકની ભૂલને કારણે સર્જાય છે. આ ભૂલ થવા પાછળ દારૂ પી ને વાહન ચલાવવું, વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવી, વાહનોમાં જરૂરિયાત કરતાં વધારે લોકોને બેસાડવા, પૂર ઝડપે વાહન ચલાવવું વગેરે કારણો હોય છે. વિશ્વમાં સૌથી વધુ ભારતમાં લોકોના મૃત્યુ માર્ગ અકસ્માતને કારણે થાય છે. 
 
માર્ગ સુરક્ષાને રાજનૈતિક સ્તરે પ્રાથમિકતા આપવામાં આવે છે. સરકારે એક રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા નીતિ' મંજુર કરી છે. જેનો હેતુ લોકોમાં જાગૃતતા લાવવાનો છે. વાહન ચાલકોને શિક્ષણ આપવા સંસ્થાની સ્થાપના કરવામાં આવી. વાહન ચલાવતી વખતે હેલ્મટ,સીટ બેલ્ટ,પાછળ જોઈ શકાય એ હેતુથી કાયનો ઉપયોગ કરવો અને માર્ગ સુરક્ષા જાગૃતતા સંબંધિત અભિયાન અપર વધુ ભાર આપવામાં આવે છે. 
 
પાઠ્યપુસ્તકોમાં પણ માર્ગ સુરક્ષા માટે લેખ આપવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૦ સુધી માર્ગ સુરક્ષા દશાબ્દી ઉજવવાનું નક્કી કર્યું છે. 
 

11 જાન્યુઆરી જનરલ નોલેજ | Today General Knowledge

  • 11 જાન્યુઆરી, 1613ના રોજ મુગલ સામ્રાજ્યની સમ્રાટ જહાંગીર ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરતમાં કારખાનું ખોલવાની મંજૂરી આપી.
  • 11 જાન્યુઆરી 1759માં અમેરિકાએ ફિલાડેવિદ્યામાં પહેલી જીવન વીમા કંપની શરૂ કરી.
  • 11 જાન્યુઆરી, 1955ના રોજ ભારતે છાપા માટે કાગળના ઉત્પાદનનો પ્રારંભ કર્યો.
  • 11 જાન્યુઆરી, 2001માં ભારત અને ઈન્ડોનેસિયા વચ્ચે પ્રથમ વખત રક્ષા સમજૂતી થઈ.
  • 11 જાન્યુઆરી, 1973માં ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડનો જન્મ થયો હતો.
  • 11જાન્યુઆરી, 1966ના રોજ · જયા જવાન, જય કિશાન ના નારા લગાડનાર ભૂતપુર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન થયું હતું.

11 જાન્યુઆરી દિન વિશેષમા મહત્વની ઘટનાઓ

  • ૧૫૬૯ – ઇંગ્લેન્ડમાં પ્રથમ વખત લોટરીની શરૂઆત થઈ.
  • ૧૭૭૯ -‘ચિંગ-થાંગ ખોખ્ખા’(Ching-Thang Khomba)નો મણિપુરનાં રાજા તરીકે રાજ્યાભિષેક થયો.
  • ૧૭૮૭ - વિલિયમ હર્ષલે પ્રજાપતિનાં બે ચંદ્રો, ટિટાનિયા' અને 'ઓબેરોન' શોધી કાઢ્યા

9 January Din Vishesh
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.