૧૨ જાન્યુઆરી દિન વિશેષ | 12 January General Knowledge

આજનો દિન વિશેષ Aaj No Din Vishesh 12 January:  ૧૨ જાન્યુઆરી આજના દિન વિશેષમા વિવેકાનંદનો જન્મદિવસ છે જેને ‘રાષ્ટ્રીય યુવા દિવસ' તરીકે ઉજવવામા આવે છે. તેમજ આજના ૧૨ જાન્યુઆરી દિન વિશેષમા જનરલ નોલેજ અને ખાસ બનેલી ઘટનાઓ વિશે જાણીશુ અને વાચીશુ.  
12 january rashtriy yuva din

૧૨ જાન્યુઆરી દિન વિશેષ વ્યક્તિ: વિવેકાનંદનો જન્મદિવસ, ‘રાષ્ટ્રીય યુવા દિવસ'

"મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે.” – સ્વામી વિવેકાનંદ ભારતમાં સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ દર વર્ષે‘રાષ્ટ્રીય યુવા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે ઈ.સ. ૧૯૮૫ ના વર્ષને આંતરરાષ્ટ્રિય યુવા વર્ષ” તરીકે જાહેર કર્યું ‘હતું. ભારત સરકારે ઈ.સ.૧૯૮૫ થી ૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ' તરીકે ઉજવવા નક્કી કર્યું. 
 
સ્વામી વિવેકાનંદ આધુનિક ભારતના એક મહાન ચિંતક, મહાન દેશભક્ત, યુવા સંન્યાસી, યુવાઓના પ્રેરણાસ્ત્રોત હતા. વિવેકાનંદ બે શબ્દો દ્વારા બનેલ છે. વિવેક + આનંદ વિવેક સંસ્કૃત્સ શબ્દ છે જેનો અર્થ બુદ્ધિ અને આનંદ એટલે ખુશી. – સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૯૩ ના રોજ કલકત્તામાં થયો હતો. 
 
તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ હતું. નરેન્દ્રનાથ બાળપણથી જ અત્યંત તેજસ્વી હતા. યુવાઓના પ્રેરણાસ્ત્રોત,સમાજસુધારક સ્વામી વિવેકાનંદે યુવાઓને “ઉઠો જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો" નો મંત્ર આપ્યો. તેમનું જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં યુવાવસ્થામાં આદર્શને આપણી સમક્ષ રજૂ કર્યો. 
 
ફક્ત ૩૯ વર્ષ,૫ માસ, અને રર દિવસનાં ટૂંકા આયુષ્યમાં એવું પરાક્રમ કર્યું હતું કે, જેથી સમગ્ર વિશ્વ અચંબામાં પદિક ગયું. પોતાનું જીવન, પ્રેરણા, વિચાર, સાહિત્ય તેમજ કાર્યોથી સ્વામીજીએ યુવાનોને પ્રેરિત કર્યા. સ્વામી વિવેકાનંદના મતે વ્યક્તિનો ખરેખર જન્મ લક્ષની સાથે જ થાય છે.
 
તેઓ કહેતા હતા કે,"જેના જીવનમાં લક્ષ્ય નથી એ તો રમતીગાતી હસતીબોલતી લાશ જ છે” સ્વામી વિવેકાનંદના વ્યાખ્યાનો ૧૦ ભાગમાં પ્રસિદ્ધ થયા છે. તેમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસની સ્મૃતિમાં‘શ્રી રામકૃષ્ણ મિશન” ની સ્થાપના કરી અને અહીં બ્રહ્માચારીઓને ગીતા અને વેદાંતનો અભ્યાસ કરાવતા. એક દિવસ મહાસમાધિમાં બેઠા, એન ધીરે ધીરે તેમાં જ લીન થઈ ગયા.

૧૨ જાન્યુઆરી જનરલ નોલેજ |  12 January General Knowledge

  • 12 જાન્યુઆરી,1950ના રોજ સ્વાતંત્રતા બાદ સંયુક્ત પ્રાંતનું નામ બદલીને ઉત્તર પ્રદેશ રાખવામાં આવ્યું.
  • 12 જાન્યુઆરી,2003માં ભારતીય મૂળની‘ મહિલા લીંડા બાબવાવ ત્રિનિદાદ સંસદના અધ્યક્ષ બન્યા.
  • 12 જાન્યુઆરી,2009માં પ્રસિદ્ધ સંગીતકાર એ.આર.રહેમાન પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા.
  • 12 જાન્યુઆરી,1917ના રોજ જબલપૂરમાં ભારતીય અધ્યાત્મવાદી મહર્ષિ મહેશ યોગીનો જન્મ થયો હતો.
  • 12 જાન્યુઆરી,1934માં ભારતની રસ્વતંત્રતા માટે સંઘર્ષ કરનાર પ્રસિદ્ધ ક્રાંતિકારી સૂર્ય સેનનું અવસાન થયું.

આજનો દિન વિશેષ: ૧૨ જાન્યુઆરી મહત્વની ઘટનાઓ

  • 2007 – હિન્દી ફિલ્મ ‘રંગ દે બસંતીમાં બાફ્ટા માટે નામાંકિત.
  • 2006 – ભારત અને ચીને હાઈડ્રોકાર્બન પર એક મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા.
  • 2004 – વિશ્વની સૌથી મોટી સમુદ્રી લાઇનર, આરએમએસ ક્વીન મેરી 2, તેની પ્રથમ સફર શરૂ કરે છે.
  • 2003 - લિન્ડા બાબુલાલ, ભારતીય મૂળની મહિલા, ત્રિનિદાદની સંસદના સ્પીકર બન્યા.
  • 2002 પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે રાષ્ટ્રને એક ઐતિહાસિક સંદેશ પ્રસારિત કર્યો, પાકિસ્તાને આતંકવાદી સંગઠનો લશ્કર અને જૈશ પર પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી જ્યારે વોન્ટેડ પાક ગુનેગારોને ભારતને સોંપવાનો ઈનકાર કર્યો.
  • 2001 – નૈફ નદી પર બંધ બાંધવાની યોજનાને કારણે બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ પર તણાવને પગલે, ઈન્ડોનેશિયા-રશિયા-ચીન સંધિનો ભારતનો ઇનકાર.
  • 1991 યુએસ સંસદે કુવૈતમાં ઈરાક સામે લશ્કરી કાર્યવાહીને મંજૂરી આપી.
  • 1984 – સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે, દર વર્ષે દેશમાં ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ જાહેર કરવામાં આવ્યો.
  • 1950- સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી, 12 જાન્યુઆરી 1950 ના રોજ, ‘સંયુક્ત પ્રાંતનું નામ બદલીને‘ઉત્તર પ્રદેશ’ કરવામાં આવ્યું.
  • 1934 – ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન ક્રાંતિકારી સૂર્ય સેનને ચટગાંવમાં ફાંસી આપવામાં આવી. તેમણે ભારતીય રિપબ્લિકન આર્મીની સ્થાપના કરી અને ચટગાંવ વિદ્રોહનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું.
 
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.