આજનો દિન વિશેષ ૧૩ જાન્યુઆરી | 13 January Din Vishesh General Knowledge

આજનો દિન વિશેષ ૧૩ જાન્યુઆરી Aaj No Din Vishesh 13 January: આજના ખાસ દિન વિશેષમા પ્રથમ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્માનો જન્મ દિવસ છે, તેમજ આજના ૧૩ જાન્યુઆરી દિન વિશેષમા જનરલ નોલેજ અને ખાસ બનેલી ઘટનાઓ વિશે જાણીશુ અને વાચીશુ.  
13 January Din Vishesh General Knowledge

૧૩ જાન્યુઆરી દિન વિશેષ વ્યક્તિ: રાકેશ શર્માનો જન્મ દિવસ    

રાકેશ શર્મા પ્રથમ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્માનો જન્મ ૧૩ જાન્યુઆરી, ૧૯૪૯ ના રોજ પંજાબના પટિયાલામાં થયો હતો. વિન્ગ કમાન્ડર રાકેશ શર્મા ઈન્ડિયન એર ફોર્સમાં ટેસ્ટ પાઈલટ હતા. હૈદરાબાદમાં શાળાકીય અભ્યાસ કર્યો. નિઝામ કૉલેજમાંથી સ્નાતકની પદવી મેળવી. 
 
ઈ.સ.૧૯૬૬ માં એરફોર્સ કેડેટની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. ૨૦ સપ્ટેમ્બર, ૧૯૮૨ ના રોજ ઈસરો દ્વારા તેમની પસંદગી કરવામાં આવી. સોવિયત સંઘ દ્વારા ૦૨ એપ્રિલ, ૧૯૮૪ ના રોજ સોયુઝ ટી-૧૧ અવકાશયાનમાં ત્રણ અવકાશયાત્રીઓ સાથે ઉડાન ભરી. જેમાં ભારતીય રાકેશ શર્માનો સમાવેશ થયો હતો.
 
રાકેશ શર્માએ અવકાશમાં સાત દિવસ રહીને ૩૩ પ્રયોગ કર્યા હતા.અ રાકેશ શર્મો જયારે અવકાશયાત્રા પૂર્ણ કર્યા બાદ ભારત આવ્યા ત્યારે ઇન્દિરા ગાંધીએ તેમને પૂછ્યું કે આપણો ભારત દેશ અવકાશ પરથી કેવો લાગે છે? ત્યારે રાકેશ શર્માએ ઉત્તર આપ્યો કે “સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા” વિંગ કમાન્ડર તરીકે નિવૃત્ત થયા બાદ તેઓએ ‘હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ’ માં ટેસ્ટ પાઈલટ તરીકે કાર્ય સંભાળ્યું. 
 
ભારત સરકારે રાકેશ શર્મા અને તેમના સાથી અવકાશયાત્રીઓને અશોકચક્ર આપી સમ્માનિત કર્યા છે. સફળ અવકાશયાત્રા બદલ તેમને હીરો ઓફ સોવિયેત યુનિયન’ સમ્માન આપવામાં આવ્યું હતું.
 

આજના દિન વિશેષ 13 જાન્યુઆરી જનરલ નોલેજ | 13 January General Knowledge

  • 13 જાન્યુઆરી,1709માં મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરે પોતાના ત્રીજા ભાઈ કામ બન્શને
  • હૈદરાબાદમાં હરાવ્યા હતા.
  • 13 જાન્યુઆરી, 1948ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હિંદુ - મુરલીમ એકતા જાળવવા માટે આમરણ અનશન શરૂ કરી.
  • 13 જાન્યુઆરી, 1978માં નાસાએ પહેલી અમેરિકન મહિલા અંતરિક્ષયાત્રીની પસંદગી કરી.
  • 13 જાન્યુઆરી, 1949માં અંતરિક્ષમાં જનારા પહેલા ભારતીય વિંગ કમાંડ રાકેશ શર્માનો જન્મ થયો હતો.
  • 13 જાન્યુઆરી, 1921ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા માધોલકરનું અવસાન થયું હતું.
 

13 જાન્યુઆરીના દિવસે બનેલી મહત્વની ઘટનાઓ

  • ૧૮૭૯ ગૌરીશંકર ઉદયશંકર ઓઝા ભાવનગર રાજ્યના મુખ્ય કારભારી પદેથી સેવા નિવૃત્ત થયા.
  • ૧૮૮૮ - ધ નેશનલ જિયોગ્રાફિક સોસાયટીની સ્થાપના વોશિંગ્ટન ડી.સી.માં કરવામાં આવી.
  • ૧૯૪૨ – હેનરી ફોર્ડે સોયાબીન કારના પેટન્ટ અધિકારો મેળવ્યા, જેની બળતણ કાર્યક્ષમતા સામાન્ય કાર કરતા 30 ટકા વધુ હતી.
  • ૧૯૮૮ - લી ટેંગ-હુઈ તાઈવાન મૂળના ચીનના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.
  • ૧૯૯૩ રાસાયણિક શસ્ત્ર સંમેલન (સીડબ્લ્યુસી) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
  • ૨૦૧૮ હવાઈમાં આગામી મિસાઈલ હુમલાની ખોટી ઇમરજન્સી ચેતવણીરાજ્યમાં વ્યાપક ગભરાટનું કારણ બની.
  • ૨૦૨૦ - થાઈ જાહેર આરોગ્ય મંત્રાલયે ચીનની બહાર કોવિડ-૧૯ના પ્રથમ કેસની પુષ્ટિ કરી.
  • ૨૦૨૧ – અમેરિકાના નિવૃત્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક અઠવાડિયા પહેલા કેપિટોલમાં તોફાન બાદ બળવાને ઉશ્કેરવાના આરોપમાં બીજી વખત મહાભિયોગ ચલાવવામાં આવ્યો. 
11 January Din Vishesh
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.